ડિજિટલ પેમેન્ટની સુરક્ષા માટે RBIનો મહત્ત્વનો નિર્ણય, 6 કલાકમાં રિપોર્ટિંગ ફરજિયાત
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ ડિજિટલ પેમેન્ટની સુરક્ષા મજબૂત બનાવવા નોન-બેંક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો માટે નવી સંકલિત માર્ગદર્શિકા જાહેર કરી છે.

RBI 6 Hour Reporting Rule: દેશમાં UPI, મોબાઇલ બેંકિંગ અને અન્ય ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ સતત વધી રહ્યો છે. તેની સાથે સાયબર હુમલા, ડિજિટલ છેતરપિંડી અને પેમેન્ટ સિસ્ટમમાં ટેક્નિકલ ખામીઓનું જોખમ પણ મહત્ત્વનો મુદ્દો બન્યો છે. આવી સ્થિતિમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ પેમેન્ટ સિસ્ટમની સુરક્ષા મજબૂત બનાવવા મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. સાયબર હુમલો, સિસ્ટમ આઉટેજ કે સેટલમેન્ટમાં વિલંબ જેવી ઘટના સામે આવે તો સંબંધિત કંપનીએ તેની જાણ RBIને માત્ર 6 કલાકની અંદર કરવાની રહેશે.
RBIનો 6 કલાકનો નિયમ શું છે?
રિઝર્વ બેંકે નોન-બેંક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો (PSO) માટે સાયબર સુરક્ષા અને ડિજિટલ પેમેન્ટ સંબંધિત નવી સંકલિત માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોને કોઈપણ મહત્ત્વપૂર્ણ અસામાન્ય ઘટનાની જાણ RBIને નિર્ધારિત ફોર્મેટમાં 6 કલાકની અંદર કરવા જણાવવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ સમયમર્યાદા ઘટના બની ત્યારથી નહીં, પરંતુ કંપનીને તેની જાણ થઈ ત્યારથી ગણવામાં આવશે. આ નિયમ હેઠળ કંપનીઓએ સાયબર હુમલાની સાથે સિસ્ટમ બંધ પડવી, આંતરિક છેતરપિંડી અને સેટલમેન્ટમાં વિલંબ જેવી ઘટનાઓની પણ જાણ કરવાની રહેશે.
CERT-Inને પણ સાયબર સુરક્ષા ઘટનાની જાણ કરવી પડશે
RBIની માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોએ સાયબર સુરક્ષા સંબંધિત ઘટનાઓની જાણ CERT-Inને પણ કરવાની રહેશે. CERT-In એટલે ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, જે દેશમાં સાયબર સુરક્ષા સંબંધિત ઘટનાઓના પ્રતિસાદ અને સંકલન માટેની રાષ્ટ્રીય સંસ્થા છે. આ વ્યવસ્થાનો હેતુ પેમેન્ટ સિસ્ટમમાં જોવા મળતી સાયબર સુરક્ષા સમસ્યાઓ અંગે સંબંધિત સત્તાવાળાઓને સમયસર માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે. RBI અને CERT-Inને રિપોર્ટ કરવાની જવાબદારી સાથે કંપનીઓએ ઘટનાની ગંભીરતા, અસર અને તેના મૂળ કારણની તપાસ પણ કરવી પડશે.
આ પણ વાંચો: લોન ન ચૂકવાય તો રિકવરી એજન્ટ વાહન જપ્ત ન કરી શકે: અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો
Also Read

MS Dhoni IPL Retirement: એમએસ ધોનીએ IPLને કહ્યું અલવિદા, ચેન્નાઈ સુપર કિંગ્સે સોંપી મોટી જવાબદારી

WAVES Film Bazaar 2026: ગોવામાં 20મી નવેમ્બરથી ફિલ્મ બિઝનેસનો મહાકુંભ,ભારતીય ફિલ્મોને મળશે ગ્લોબલ માર્કેટમાં તક

Ramayana Box Office: વીક-ડેમાં કમાણી ઘટી, છતાં ભારતમાં ₹800 કરોડની નજીક ‘રામાયણ’

Budget 2027-28: LPGથી કાચા માલ સુધી ટેક્સ ઘટાડવાની માંગ, મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઓ દ્વારા નાણામંત્રી સમક્ષ મૂક્યા પ્રસ્તાવ!

NHAI New System: વીમા વગરના વાહનચાલકો સાવધાન, NHAIની નવી સિસ્ટમ કરશે ઓળખ

IRCTC Kerala Tour: અમદાવાદથી કેરળની 7 દિવસની સફર ₹59,000માં, ફ્લાઇટ સાથે હાઉસબોટમાં રોકાણ

UPIની રેકોર્ડબ્રેક છલાંગ! એક જ દિવસમાં ₹1.36 લાખ કરોડના વ્યવહાર




