KuberaNowLogo
Tuesday, 17/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

UPIની રેકોર્ડબ્રેક છલાંગ! એક જ દિવસમાં ₹1.36 લાખ કરોડના વ્યવહાર

ઓક્ટોબરમાં UPI ટ્રાન્ઝેક્શનની કુલ કિંમત પહેલીવાર ₹30 લાખ કરોડને પાર કરીને ₹31.53 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી છે. દૈનિક સરેરાશ ટ્રાન્ઝેક્શન પણ પહેલીવાર ₹1 લાખ કરોડને પાર થયું છે અને નવેમ્બરમાં વધુ તેજીની શક્યતા છે.

Kuberanow DeskPublished On : 17 Nov 2026
UPI Hits Record
UPI Hits RecordAI Generated Image

ભારતમાં ડિજિટલ પેમેન્ટનો વધતો ઉપયોગ હવે નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ઓક્ટોબર 2026માં Unified Payments Interface (UPI) દ્વારા થયેલા ટ્રાન્ઝેક્શનનું કુલ મૂલ્ય પહેલીવાર ₹30 લાખ કરોડને પાર કરીને ₹31.53 લાખ કરોડ થયું છે. NPCIના આંકડા મુજબ, આ દરમિયાન ટ્રાન્ઝેક્શનની સંખ્યા પણ અત્યાર સુધીની સૌથી ઊંચી રહી હતી.


ઓક્ટોબરમાં 25.47 અબજ UPI ટ્રાન્ઝેક્શન

ઓક્ટોબરમાં UPI દ્વારા કુલ 2,547 કરોડ એટલે કે 25.47 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા. ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીએ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં 23%નો વધારો થયો છે, જ્યારે ટ્રાન્ઝેક્શનના કુલ મૂલ્યમાં 16%નો વધારો નોંધાયો છે. ઓક્ટોબરનો ₹31.53 લાખ કરોડનો આંકડો મે 2026માં નોંધાયેલા અગાઉના ₹29.90 લાખ કરોડના રેકોર્ડ કરતાં પણ વધુ રહ્યો છે. તહેવારોની ખરીદી, ઓનલાઈન સેલ્સ અને દૈનિક ડિજિટલ પેમેન્ટને ટ્રાન્ઝેક્શન વધવા પાછળના મુખ્ય કારણો તરીકે દર્શાવવામાં આવ્યા છે.


દૈનિક સરેરાશ પણ ₹1 લાખ કરોડને પાર

ઓક્ટોબરમાં UPIના દૈનિક સરેરાશ ટ્રાન્ઝેક્શન મૂલ્યે પણ પહેલીવાર ₹1 લાખ કરોડનો આંકડો પાર કર્યો. સપ્ટેમ્બરમાં UPI દ્વારા દરરોજ સરેરાશ 80.2 કરોડ ટ્રાન્ઝેક્શન, જેનું મૂલ્ય ₹97,913 કરોડ હતું. ઓક્ટોબરમાં દૈનિક સરેરાશ ટ્રાન્ઝેક્શન વધીને 82.2 કરોડ થયા હતા, જ્યારે દૈનિક સરેરાશ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય વધીને ₹1,01,707 કરોડ થયું હતું.


દિવાળી પહેલાં UPIનો દૈનિક રેકોર્ડ

દિવાળીના તહેવાર દરમિયાન પણ UPIનો ભારે ઉપયોગ થયો હતો. 7 નવેમ્બર, દિવાળીના એક દિવસ પહેલાં, UPI પર અત્યાર સુધીનો દૈનિક રેકોર્ડ નોંધાયો હતો. આ દિવસે કુલ 97.58 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેનું કુલ મૂલ્ય ₹1,36,118 કરોડ હતું. દિવાળીના દિવસે, એટલે કે 8 નવેમ્બરે, NPCI મુજબ UPI દ્વારા 91.69 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા અને તેનું કુલ મૂલ્ય ₹90,029.43 કરોડ રહ્યું હતું.


આ પણ વાંચો: આયુષ્માન કાર્ડ ખોવાઈ ગયું? ઘરે બેઠા આ રીતે ફરીથી કરો ડાઉનલોડ

આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

MS Dhoni Retirement

MS Dhoni IPL Retirement: એમએસ ધોનીએ IPLને કહ્યું અલવિદા, ચેન્નાઈ સુપર કિંગ્સે સોંપી મોટી જવાબદારી

WAVES Film Bazaar 2026

WAVES Film Bazaar 2026: ગોવામાં 20મી નવેમ્બરથી ફિલ્મ બિઝનેસનો મહાકુંભ,ભારતીય ફિલ્મોને મળશે ગ્લોબલ માર્કેટમાં તક

Ramayana Film

Ramayana Box Office: વીક-ડેમાં કમાણી ઘટી, છતાં ભારતમાં ₹800 કરોડની નજીક ‘રામાયણ’

Budget 2027-28

Budget 2027-28: LPGથી કાચા માલ સુધી ટેક્સ ઘટાડવાની માંગ, મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઓ દ્વારા નાણામંત્રી સમક્ષ મૂક્યા પ્રસ્તાવ!

NHAI New System

NHAI New System: વીમા વગરના વાહનચાલકો સાવધાન, NHAIની નવી સિસ્ટમ કરશે ઓળખ

IRCTC Tourism

IRCTC Kerala Tour: અમદાવાદથી કેરળની 7 દિવસની સફર ₹59,000માં, ફ્લાઇટ સાથે હાઉસબોટમાં રોકાણ

RBI Action

RBIની મોટી કાર્યવાહી: 49 NBFCના લાઇસન્સ રદ, 14 સંસ્થાઓએ સ્વેચ્છાએ નોંધણી પરત કરી

Box Office Collection

Box Office Collection 2026: ₹12,534 કરોડની કમાણી, ‘રામાયણ’ના જોરે ભારતીય સિનેમા નવા રેકોર્ડની નજીક