BSE Bankex Futuresને USની લીલી ઝંડી, ભારતીય બેન્કિંગ સેક્ટરમાં અમેરિકન રોકાણકારોની એન્ટ્રી
CFTCની મંજૂરી બાદ અમેરિકામાં BSE Bankex Futures ઓફર કરવાનો માર્ગ ખુલ્યો; HDFC Bankથી SBI સુધી 14 મોટી બેન્કોના પ્રદર્શન સાથે જોડાવાની તક, વિદેશી ભાગીદારી વધવાથી BSEના ડેરિવેટિવ કારોબાર અને લિક્વિડિટીને ફાયદાની આશા

ભારતીય શૅરબજારમાં BSE માટે નવી સંભાવનાઓનો દરવાજો ખૂલી ગયો છે. દેશના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જને અમેરિકાની મંજૂરી મળી છે, જેથી તેનો કારોબાર ભારતીય બજારથી બહાર સુધી પહોંચી શકે છે. હવે અમેરિકન રોકાણકારો પણ BSEના બેન્કેક્સ ફ્યુચર્સ મારફત ભારતના બેન્કિંગ સેક્ટરમાં નાણાં લગાવી શકશે. હવે ભારતીય બેન્કિંગ સેક્ટરમાં રોકાણ કરવા માટે અમેરિકન રોકાણકારો પાસે એક નવો રસ્તો હશે. તેનાથી BSEના ડેરિવેટિવ કારોબારને પણ આગામી સમયમાં ફાયદો મળી શકે છે.
BSEના Bankex Futuresને મળી મંજૂરી
BSEના Bankex ઈન્ડેક્સ વાયદા કોન્ટ્રાક્ટને અમેરિકન રેગ્યુલેટરી Commodity Futures Trading Commision (CFTC)થી મંજૂરી મળી છે. આ પહેલી તક છે જ્યારે કોઈ ભારતીય સેક્ટોરલ ઈન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટને અમેરિકામાં ઓફર અને વેચવાની મંજૂરી મળી છે. CFTCએ 45 દિવસની સમીક્ષા પ્રક્રિયા પૂરી કર્યા પછી આ કોન્ટ્રાક્ટને મંજૂરી આપી હતી. સમીક્ષામાં તેને અમેરિકન કોમોડિટી એક્સચેન્જ એક્ટ માટે જરૂરી નિયમોને અનુરૂપ જણાયા. તેનો અર્થ એ છે કે હવે BSE અમેરિકન રોકાણકારોને Bankex Futuresની સુવિધા આપી શકશે. જોકે, તેના માટે ભારત અને અમેરિકાના લાગુ નિયમોનું પાલન કરવું પડશે.
એક કોન્ટ્રાક્ટથી 14 બેન્કોમાં રોકાણની તક
હવે સવાલ એ છે કે અમેરિકન રોકાણકારોને Bankex Futuresમાં આટલો રસ શા માટે જોવા મળ્યો છે? હકીકતમાં આ ઈન્ડેક્સની વિશેષતા એ છે કે તેના મારફત રોકાણકારોને એક સાથે દેશની અનેક મોટી બેન્કોના પ્રદર્શન સાથે જોડાવાની તક મળે છે. Bankexમાંહાલ 14 બેન્કોનો સમાવેશ થાય છે. તેમાં HDFC બેન્ક, ICICI બેન્ક, SBI, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, બેન્ક ઓફ વડોદરા, કેનેરા બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, ફેડરલ બેન્ક, યશ બેન્ક, IDFC ફર્સ્ટ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, યુનિયન બેન્ક અને AU સ્મોલ ફાઈનાન્સ બેન્કનો સમાવેશ થાય છે. આ સુવિધાના પગલે અમેરિકન રોકાણકારોને અલગ અલગ 14 બેન્કોના શૅર ખરીદવાની જરૂર નહીં પડે. તે Bankex Futures મારફત સંપૂર્ણ બેન્કિંગ સેક્ટરની દિશા પર તેની પોઝિશન લઈ શકે છે. આ સિવાય મોટા રોકાણકાર તેનો ઉપયોગ પોતાના વર્તમાન રોકાણને બજારના ઘટાડાથી બચાવવા એટલે કે હેજિંગ માટે પણ કરી શકે છે.
આ મંજૂરીનું સૌથી રસપ્રદ પાસુ BSEના બિઝનેસ મોડેલ સાથે જોડાયેલું છે. સ્ટોક એકસ્ચેન્જની કમાણીમાં ટ્રેડિંગ પ્રવૃત્તિ અને ટ્રાન્ઝેક્શનથી મળનારી આવકની મહત્વની ભૂમિકા હોય છે.અમેરિકન રોકાણકારોની એન્ટ્રી પછી Bankex Futuresમાં ખરીદ-વેચાણ વધે તો તેનાથી કોન્ટ્રાક્ટનું ટ્રેડિંગ વોલ્યુમ વધી શકે છે. વધુ કારોબારનો અર્થ BSE માટે ટ્રાન્ઝેક્શન આધારિત કમાણી વધવાની સંભાવના છે. આ સિવાય, વિદેશી રોકાણકારોની ભાગીદારીથી Bankex Futuresની લિક્વિડિટી વધુ સારી થઈ શકે છે. એટલે કે રોકાણકારો માટે આ કોન્ટ્રાક્ટને ખરીદવા અને વેચવા સરળ બની શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

સ્પેનની કંપની સાથે મોટી ડીલ થતાં Sigma Advancedના શેરમાં 5%ની અપર સર્કિટ, એક વર્ષમાં 360 ટકા રિટર્ન

2 વર્ષ બાદ ભારતીય બજારમાં FIIની ધમાકેદાર વાપસી: HDFC બેંક સહિત આ 10 શેરો પર જેફરીઝ તેજીમાં

Closing Bell: ક્રૂડમાં ઘટાડો, રિયલ્ટી અને બેન્કિંગમાં લેવાલીથી સેન્સેક્સ અને નિફ્ટી ઉછળ્યાં

Stock Market closing | 17 November: BSE Sensex 427થી વધુ પોઇન્ટ ઉચકાયો, ઓટો, રિયલ્ટી, બેન્કો ઝળકી

NSEની માર્કેટ કેપ ₹5 લાખ કરોડને પાર! LICને પાછળ છોડી 10મા ક્રમે

અમેરિકાએ એડવાન્સ AI ચિપ્સના રિમોટ એક્સેસ પર પ્રતિબંધ મૂકતા ચાઇનીઝ AI કંપનીઓના શેરોમાં કડાકો

Tata Sonsના લિસ્ટિંગ પર RBI મક્કમ! Tata Chemicalsનો શેર 8% ઊછળ્યો, રોકાણકારોની આશા વધી





