WAVES Film Bazaar 2026: ગોવામાં 20મી નવેમ્બરથી ફિલ્મ બિઝનેસનો મહાકુંભ,ભારતીય ફિલ્મોને મળશે ગ્લોબલ માર્કેટમાં તક
ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે મહત્ત્વપૂર્ણ WAVES Film Bazaarની 20મી આવૃત્તિ 20થી 24 નવેમ્બર, 2026 દરમિયાન ગોવામાં યોજાશે. આ કાર્યક્રમમાં ફિલ્મ નિર્માતાઓને આંતરરાષ્ટ્રીય પ્રોડ્યુસર્સ, રોકાણકારો અને ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે જોડાવાની તક મળશે.

WAVES Film Bazaar 2026: ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી ઓળખ અપાવવા માટે ગોવામાં ફરી એકવાર ફિલ્મ બિઝનેસનો મોટો મંચ તૈયાર થઈ રહ્યો છે. WAVES Film Bazaar 2026ની 20મી આવૃત્તિ 20મીથી 24મી નવેમ્બર દરમિયાન ગોવાના તાજ સિદાદે દે ગોવા હોરાઇઝન ખાતે યોજાશે. આ આયોજન 57મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) સાથે કરવામાં આવશે. ફિલ્મ નિર્માતાઓ માટે આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સહયોગ, રોકાણ અને ફિલ્મ વિતરણની મોટી તક ઊભી કરશે.
ફિલ્મમેકર્સને આંતરરાષ્ટ્રીય રોકાણકારો સાથે જોડાવાની તક
WAVES Film Bazaarમાં કો-પ્રોડક્શન માર્કેટ મહત્ત્વપૂર્ણ આકર્ષણ રહેશે. અહીં પસંદગીની ફીચર ફિલ્મો અને ડોક્યુમેન્ટરીના નિર્માતાઓને આંતરરાષ્ટ્રીય પ્રોડ્યુસર્સ અને ફાઇનાન્સર્સ સાથે જોડવામાં આવશે. આ ઉપરાંત, NFDC Screenwriters' Lab દ્વારા નવા લેખકોને માર્ગદર્શન મળશે. Work-in-Progress Labમાં ફિલ્મ નિર્માતાઓ પોતાના અધૂરા પ્રોજેક્ટ્સને વધુ સારા બનાવવા નિષ્ણાતોના સૂચનો મેળવી શકશે.
ફિલ્મોના વેચાણ અને ડિસ્ટ્રિબ્યુશન માટે ખાસ પ્લેટફોર્મ
કાર્યક્રમમાં Viewing Room, Market Screenings અને Producers' Lab જેવી પ્રવૃત્તિઓ યોજાશે. તેના માધ્યમથી ફિલ્મમેકર્સને સંભવિત ખરીદદારો અને ડિસ્ટ્રિબ્યુટર્સ સુધી પહોંચવાની તક મળશે. Knowledge Seriesમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો બદલાતા ટ્રેન્ડ્સ, ફિલ્મ વિતરણ, બિઝનેસ મોડલ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી જેવા વિષયો પર ચર્ચા કરશે.
વર્ષ 2007થી શરૂ થયેલી ફિલ્મ બજારની સફર
નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC)એ વર્ષ 2007માં દક્ષિણ એશિયાની વાર્તાઓને પ્રોત્સાહન આપવા ફિલ્મ બજારની શરૂઆત કરી હતી.
આ પ્લેટફોર્મે 'ધ લંચબોક્સ', 'શિપ ઓફ થિસિયસ', 'કોર્ટ', 'ન્યૂટન', 'મંટો' અને 'ગર્લ્સ વિલ બી ગર્લ્સ' જેવી ફિલ્મોની સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. NFDCએ અત્યાર સુધીમાં 21 પ્રાદેશિક ભાષાઓની 300થી વધુ ફિલ્મોને નાણાકીય સહાય પણ પૂરી પાડી છે.
ભારતીય સિનેમાને વૈશ્વિક ઓળખ અપાવવાનો પ્રયાસ
Also Read

MS Dhoni IPL Retirement: એમએસ ધોનીએ IPLને કહ્યું અલવિદા, ચેન્નાઈ સુપર કિંગ્સે સોંપી મોટી જવાબદારી

Ramayana Box Office: વીક-ડેમાં કમાણી ઘટી, છતાં ભારતમાં ₹800 કરોડની નજીક ‘રામાયણ’

Budget 2027-28: LPGથી કાચા માલ સુધી ટેક્સ ઘટાડવાની માંગ, મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઓ દ્વારા નાણામંત્રી સમક્ષ મૂક્યા પ્રસ્તાવ!

NHAI New System: વીમા વગરના વાહનચાલકો સાવધાન, NHAIની નવી સિસ્ટમ કરશે ઓળખ

IRCTC Kerala Tour: અમદાવાદથી કેરળની 7 દિવસની સફર ₹59,000માં, ફ્લાઇટ સાથે હાઉસબોટમાં રોકાણ

UPIની રેકોર્ડબ્રેક છલાંગ! એક જ દિવસમાં ₹1.36 લાખ કરોડના વ્યવહાર

RBIની મોટી કાર્યવાહી: 49 NBFCના લાઇસન્સ રદ, 14 સંસ્થાઓએ સ્વેચ્છાએ નોંધણી પરત કરી





