KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Suzlonનો આંધ્ર પ્રદેશમાં ₹10,000 કરોડના રોકાણનો પ્લાન, 4,000 યુવાનો માટે રોજગારીની તક

Suzlon Group આંધ્ર પ્રદેશમાં 2030 સુધી વધારાની 5 GW રિન્યુએબલ એનર્જી ક્ષમતા ઊભી કરવાની યોજના ધરાવે છે. રાજ્યના વિન્ડ એનર્જી સેક્ટરમાં આશરે ₹10,000 કરોડના રોકાણ અને 4,000 સીધી-પરોક્ષ નોકરીઓ સર્જાવાની અપેક્ષા છે.

desk@kuberanowPublished On : 25 Aug 2026
Suzlon
Suzlon આંધ્રમાં કરશે ₹10,000 કરોડનું રોકાણAI GENERATED IMAGE

રિન્યુએબલ એનર્જી કંપની Suzlon Group આંધ્ર પ્રદેશમાં પોતાના વિન્ડ એનર્જી બિઝનેસનું મોટું વિસ્તરણ કરવાની તૈયારીમાં છે. કંપનીએ 2030 સુધી રાજ્યમાં વધારાની 5 GW રિન્યુએબલ એનર્જી ક્ષમતા ઊભી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ વિસ્તરણ સાથે વિન્ડ એનર્જી ક્ષેત્રમાં આશરે ₹10,000 કરોડનું રોકાણ અને લગભગ 4,000 સીધી તથા પરોક્ષ નોકરીઓ સર્જાવાની અપેક્ષા છે.


રાયદુર્ગમાં 1,325 MWના નવા વિન્ડ પ્રોજેક્ટ

કંપનીના જણાવ્યા મુજબ અનંતપુર જિલ્લાના રાયદુર્ગ વિધાનસભા વિસ્તારમાં 1,325 MWના નવા વિન્ડ પ્રોજેક્ટ વિકસાવવાની યોજના છે. આ પ્રોજેક્ટમાં Tata Power અને Waaree Energy જેવી ક્લીન એનર્જી કંપનીઓ સાથે કામ કરવાની વાત પણ કરવામાં આવી છે.


રાજ્યમાં પહેલેથી 1,700 MWથી વધુ ક્ષમતા

Suzlonની આંધ્ર પ્રદેશમાં પહેલેથી 1,700 MWથી વધુ વિન્ડ એનર્જી ક્ષમતા સ્થાપિત છે. નવી યોજનાઓ આ હાલના નેટવર્કને વધુ વિસ્તૃત કરશે.કંપની અનંતપુરને રાજ્યમાં પોતાના મહત્વના ઓપરેશનલ અને મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર તરીકે વિકસાવી ચૂકી છે.


અત્યાર સુધી ₹12,000 કરોડનું રોકાણ

Suzlonએ 2004માં આંધ્ર પ્રદેશમાં કામગીરી શરૂ કરી હતી અને ત્યારથી રાજ્યમાં આશરે ₹12,000 કરોડનું રોકાણ કર્યું હોવાનું કંપનીએ જણાવ્યું છે. કુડેરુ મંડલના ઇપ્પુરુ ખાતે કંપનીનો rotor blade manufacturing plant પણ કાર્યરત છે. હવે Huliker ગામમાં નવા S144 wind blades સાથે ઉત્પાદન ક્ષમતામાં વધુ વધારો કરવાની તૈયારી છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

government schemes epic voter id replacing aadhaar payment

શું સરકારી યોજનાઓ માટે આધાર કાર્ડ હવે જરૂરી નથી? કેન્દ્રીય મંત્રીના નિવેદનથી ચર્ચા

Videocon.png

વેણુગોપાલ ધૂત દેવાળિયા જાહેર! ₹12,668 કરોડના દેવામાં ફસાયા

8th pay commission salary hike stages and fitment factor

8મું પગાર પંચ: રિપોર્ટ આવ્યા પછી તરત પગાર નહીં વધે, 5 તબક્કા અને ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત સમજો

Firecrackers Export

Firecrackers Industry: ઘરે ₹7,000 કરોડનો ધમાકો, વિદેશમાં કેમ ફિક્કા ભારતીય ફટાકડા

EV

ઓક્ટોબરમાં વાહનોના વેચાણમાં ઘટાડો, છતાં EV માર્કેટમાં જબરદસ્ત તેજી!

AI

ઇન્ટરનેટ વગર પણ ચાલશે AI! ભારતે લોન્ચ કર્યા 3 સ્વદેશી મોડલ

Mumbai Dry Fruit Stock

દિવાળીની ઘરાકીમાં મોટો ઝટકો! મુંબઈના વેપારીઓના કરોડોના ડ્રાયફ્રુટ કોલ્ડસ્ટોરેજમાં અટવાયા, FDAની શરતી રાહત

Diwali Travel

Diwali Travel: અજાણ્યા સાથીઓ સાથે રજાઓ માણવાનો વધતો ક્રેઝ, 65% બુકિંગ ગ્રુપ ટ્રાવેલની