દિવાળીની ઘરાકીમાં મોટો ઝટકો! મુંબઈના વેપારીઓના કરોડોના ડ્રાયફ્રુટ કોલ્ડસ્ટોરેજમાં અટવાયા, FDAની શરતી રાહત
દિવાળીની ઘરાકી વચ્ચે મુંબઈના વેપારીઓનો કરોડો રૂપિયાનો ડ્રાયફ્રુટ સ્ટોક કોલ્ડસ્ટોરેજમાં અટવાઈ જતાં વેપારને મોટો ફટકો પડ્યો છે.એક સપ્તાહ બાદ FDAએ શરતી પરવાનગી આપતાં વેપારીઓને આંશિક રાહત મળી છે, પરંતુ માલ છોડાવવાની પ્રક્રિયામાં હજુ 2થી 3 દિવસ લાગી શકે છે.

મુંબઈમાં દિવાળીની ખરીદી વચ્ચે ડ્રાયફ્રુટના વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. મોટા કોલ્ડસ્ટોરેજ પર FDAની કાર્યવાહી બાદ કરોડો રૂપિયાનો ડ્રાયફ્રુટ, નટ્સ અને વિદેશી બેરીનો સ્ટોક એક સપ્તાહ સુધી અટવાઈ ગયો હતો. આ સ્થિતિને કારણે નવી મુંબઈની APMCમાં દિવાળીના સમયનો ડ્રાયફ્રુટ વેપાર 30થી 40 ટકા ઘટવાની ચર્ચા છે. હવે FDA તરફથી વચગાળાની શરતી રાહત મળતાં વેપારીઓને થોડો વેપાર ફરી શરૂ થવાની આશા છે.
મુંબઈના ડ્રાયફ્રુટનો 60% સ્ટોક એક જ કોલ્ડસ્ટોરેજમાં
વાશી APMCના એક ડ્રાયફ્રુટ વેપારીના જણાવ્યા મુજબ, સાવલા કોલ્ડસ્ટોરેજની ક્ષમતા 25થી 30 હજાર ટન છે અને મુંબઈના ડ્રાયફ્રુટનો આશરે 60% સ્ટોક અહીં રાખવામાં આવે છે. વેપારીઓએ દિવાળીની માંગને ધ્યાનમાં રાખીને છેલ્લા બે મહિનાથી સ્ટોક એકત્રિત કર્યો હતો. પરંતુ તહેવારોની ઘરાકી શરૂ થઈ ત્યારે જ સ્ટોક કોલ્ડસ્ટોરેજમાં અટવાઈ જતાં વેપારીઓને મુશ્કેલી અને નુકસાનનો સામનો કરવો પડ્યો.
કોર્પોરેટ ગિફ્ટના ઓર્ડર પણ કેન્સલ થયા
એક સપ્તાહ સુધી માલ ઉપલબ્ધ ન થતાં કોર્પોરેટ ગિફ્ટના વેપારીઓને પણ અસર થઈ છે. APMCમાં ટોચના 10 કોર્પોરેટ ગિફ્ટનો વેપાર કરતા વેપારીઓના આશરે ₹5 કરોડના ઓર્ડર કેન્સલ થયાનો અંદાજ છે. વેપારીઓનું કહેવું છે કે દિવાળીના પીક સીઝનમાં માલ સમયસર ન મળવાથી ઓર્ડર પૂરા કરવામાં મુશ્કેલી પડી હતી.
FDAની શરતી મંજૂરી બાદ હવે કેવી રીતે મળશે માલ?
વેપારીઓની વારંવારની રજૂઆત બાદ FDA અધિકારીઓએ સ્થિતિને ધ્યાનમાં લઈને વચગાળાની રાહતનો આદેશ આપ્યો છે. જોકે, તમામ વેપારીઓને તરત જ માલ છોડાવવાની મંજૂરી નહીં મળે. જે વેપારી સામે હજુ સુધી કોઈ તપાસ શરૂ થઈ નથી, તેમના સ્ટોકને નિર્ધારિત પ્રક્રિયા બાદ છોડવાની પરવાનગી મળશે. તેના માટે વેપારીએ પહેલાં ચલણ બનાવીને કોલ્ડસ્ટોરેજને આપવું પડશે. ત્યારબાદ કોલ્ડસ્ટોરેજના અધિકારી FDAને જાણ કરશે. FDA અધિકારી માલની તપાસ કરવા સ્થળ પર આવશે. માલની ચકાસણી થયા બાદ જ તેનો કબજો વેપારીને આપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં 2થી 3 દિવસનો સમય લાગી શકે છે.
પેરીશેબલ માલની ગુણવત્તા અંગે વેપારીઓની ચિંતા
વેપારીઓએ જણાવ્યું કે પેરીશેબલ ગુડ્સની ગુણવત્તા સમય જતાં ખરાબ થવાની શક્યતા હોવાથી FDA પ્રશાસનને પણ વેપારીઓના નુકસાનની સ્થિતિ સમજાઈ છે. વેપારીઓ હવે પ્રક્રિયા વધુ ઝડપી બને અને અટવાયેલો માલ સમયસર બજારમાં આવી શકે તે માટે પ્રશાસનના સહકારની અપેક્ષા રાખી રહ્યા છે.
આ પણ જુઓ :
Also Read

શું સરકારી યોજનાઓ માટે આધાર કાર્ડ હવે જરૂરી નથી? કેન્દ્રીય મંત્રીના નિવેદનથી ચર્ચા

વેણુગોપાલ ધૂત દેવાળિયા જાહેર! ₹12,668 કરોડના દેવામાં ફસાયા

8મું પગાર પંચ: રિપોર્ટ આવ્યા પછી તરત પગાર નહીં વધે, 5 તબક્કા અને ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત સમજો

Firecrackers Industry: ઘરે ₹7,000 કરોડનો ધમાકો, વિદેશમાં કેમ ફિક્કા ભારતીય ફટાકડા

ઓક્ટોબરમાં વાહનોના વેચાણમાં ઘટાડો, છતાં EV માર્કેટમાં જબરદસ્ત તેજી!

ઇન્ટરનેટ વગર પણ ચાલશે AI! ભારતે લોન્ચ કર્યા 3 સ્વદેશી મોડલ

Diwali Travel: અજાણ્યા સાથીઓ સાથે રજાઓ માણવાનો વધતો ક્રેઝ, 65% બુકિંગ ગ્રુપ ટ્રાવેલની







