ઓક્ટોબરમાં વાહનોના વેચાણમાં ઘટાડો, છતાં EV માર્કેટમાં જબરદસ્ત તેજી!
ઓક્ટોબર 2026માં દેશમાં કુલ 31.72 લાખ વાહનોનું રિટેલ વેચાણ થયું, જે વાર્ષિક ધોરણે 23.80% ઓછું છે. જોકે EV વેચાણમાં 44.88%નો વધારો થયો છે અને નવેમ્બરમાં દિવાળી-ધનતેરસની ખરીદીથી વેચાણ વધવાની અપેક્ષા છે.

India Auto Sales: દેશના ઓટો માર્કેટમાં ઓક્ટોબર 2026 દરમિયાન વાર્ષિક ધોરણે વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. FADAના આંકડા અનુસાર, ઓક્ટોબરમાં કુલ 31,72,466 વાહનોનું રિટેલ વેચાણ થયું હતું, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ 23.80% ઓછું છે. જોકે, સપ્ટેમ્બર 2026ની સરખામણીએ વેચાણમાં 25.05%નો વધારો થયો છે. FADA અનુસાર, વેચાણની દૃષ્ટિએ ઓક્ટોબર અત્યાર સુધીનો બીજો સૌથી સારો મહિનો રહ્યો છે. ADAનું કહેવું છે કે વાર્ષિક ઘટાડાને સીધી રીતે બજારમાં માંગ નબળી પડી હોવાનું માનવું યોગ્ય નથી. તેનું મુખ્ય કારણ આ વર્ષે તહેવારોની તારીખોમાં થયેલો ફેરફાર છે. ગયા વર્ષે નવરાત્રી અને દિવાળી ઓક્ટોબરમાં હતા, જ્યારે આ વર્ષે ધનતેરસ અને દિવાળી નવેમ્બરમાં છે.
ટૂ-વ્હીલર અને પેસેન્જર વાહનોના વેચાણમાં ઘટાડો
ઓક્ટોબરમાં ટૂ-વ્હીલરનું વેચાણ 23,21,419 યુનિટ રહ્યું હતું. ગયા વર્ષની સરખામણીએ તેમાં 28.35%નો ઘટાડો નોંધાયો છે. પેસેન્જર વ્હીકલ એટલે કે કાર અને SUVનું વેચાણ 5,07,768 યુનિટ રહ્યું, જે વાર્ષિક ધોરણે 14.23% ઓછું છે. જી તરફ, કેટલાક સેગમેન્ટમાં વૃદ્ધિ જોવા મળી હતી. કમર્શિયલ વાહનોનું વેચાણ 2.29% વધીને 1,15,140 યુનિટ થયું હતું. થ્રી-વ્હીલરનું વેચાણ 3.97% વધીને 1,41,420 યુનિટ રહ્યું હતું. ટ્રેક્ટરનું વેચાણ પણ 3.10% વધીને 79,285 યુનિટ થયું હતું. કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી મશીનરીના વેચાણમાં 22.07%નો વધારો નોંધાયો હતો.

નવેમ્બરમાં દિવાળીથી વેચાણ વધવાની અપેક્ષા
આ વર્ષે દિવાળી નવેમ્બરમાં હોવાથી તહેવારો દરમિયાન થતી વાહનોની ખરીદીનો મોટો હિસ્સો નવેમ્બરના વેચાણના આંકડામાં જોવા મળી શકે છે. ખાસ કરીને ગ્રામ્ય બજારમાં તહેવારોની ખરીદી હજુ બાકી હોવાનું FADAના આંકડા દર્શાવે છે. ક્ટોબરમાં ગ્રામ્ય વિસ્તારોમાં ટૂ-વ્હીલરનું વેચાણ 33.97% ઘટ્યું હતું, જ્યારે શહેરી વિસ્તારોમાં 20.77%નો ઘટાડો નોંધાયો હતો. FADAના અધ્યક્ષ સાઈ ગિરિધરના જણાવ્યા અનુસાર, નવેમ્બરમાં ધનતેરસ 6 નવેમ્બરે અને દિવાળી 8 નવેમ્બરે હોવાથી ગ્રામ્ય અને ઉત્તર ભારતના બજારોમાંથી વેચાણને મજબૂત સહારો મળવાની આશા છે.
EV વેચાણે બનાવ્યો નવો રેકોર્ડ
એક તરફ કુલ વાહનોના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે, તો બીજી તરફ Electric Vehicle સેગમેન્ટે મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. ઓક્ટોબરમાં EVનું વેચાણ આશરે 3.55 લાખ યુનિટના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. ગયા વર્ષની સરખામણીએ તેમાં 44.88%નો વધારો થયો છે. લ વાહનોના વેચાણમાં EVનો હિસ્સો આશરે 11.5% રહ્યો હતો, જ્યારે ગયા વર્ષે આ હિસ્સો લગભગ 6% હતો. FADA અનુસાર, પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ, EVની સુધરેલી રેન્જ અને પરંપરાગત પેટ્રોલ-ડીઝલ મોડલની સરખામણીએ કિંમતમાં ઘટેલો તફાવત EVની માંગ વધવાના મુખ્ય કારણોમાં સામેલ છે. -વ્હીલર સેગમેન્ટમાં પણ EVનો હિસ્સો આશરે 63% સુધી પહોંચ્યો છે.
ડીલરો પાસે 43-45 દિવસનો સ્ટોક
પેસેન્જર વ્હીકલ કંપનીઓ પાસે ડીલર સ્તરે આશરે 43થી 45 દિવસનો સ્ટોક છે. આ સ્તર સપ્ટેમ્બરના સ્તર જેટલું જ છે. FADAને આશા છે કે દિવાળીની ખરીદી બાદ ડિસેમ્બરના અંત સુધીમાં આ સ્ટોક ઘટીને આશરે 30 દિવસના સ્તરે આવી શકે છે. ADAના સર્વે અનુસાર, 51.65% ડીલરોને નવેમ્બરમાં વેચાણ વધવાની અપેક્ષા છે. આગામી ત્રણ મહિનાને લઈને 50.41% ડીલરો બજારમાં વૃદ્ધિની આશા રાખે છે. હવે નવેમ્બરના વેચાણના આંકડા મહત્વપૂર્ણ રહેશે, કારણ કે તેનાથી ઓક્ટોબરમાં ટળેલી તહેવારોની માંગ કેટલી હદે બજારમાં પરત ફરી તે સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: ઇન્ટરનેટ વગર પણ ચાલશે AI! ભારતે લોન્ચ કર્યા 3 સ્વદેશી મોડલ
આ પણ જુઓ :
Also Read

શું સરકારી યોજનાઓ માટે આધાર કાર્ડ હવે જરૂરી નથી? કેન્દ્રીય મંત્રીના નિવેદનથી ચર્ચા

વેણુગોપાલ ધૂત દેવાળિયા જાહેર! ₹12,668 કરોડના દેવામાં ફસાયા

8મું પગાર પંચ: રિપોર્ટ આવ્યા પછી તરત પગાર નહીં વધે, 5 તબક્કા અને ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત સમજો

Firecrackers Industry: ઘરે ₹7,000 કરોડનો ધમાકો, વિદેશમાં કેમ ફિક્કા ભારતીય ફટાકડા

ઇન્ટરનેટ વગર પણ ચાલશે AI! ભારતે લોન્ચ કર્યા 3 સ્વદેશી મોડલ

દિવાળીની ઘરાકીમાં મોટો ઝટકો! મુંબઈના વેપારીઓના કરોડોના ડ્રાયફ્રુટ કોલ્ડસ્ટોરેજમાં અટવાયા, FDAની શરતી રાહત

Diwali Travel: અજાણ્યા સાથીઓ સાથે રજાઓ માણવાનો વધતો ક્રેઝ, 65% બુકિંગ ગ્રુપ ટ્રાવેલની







