KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

MCX પર સોનું ₹1,41,939 અને ચાંદી ₹1,83,800 પર પહોંચી; વૈશ્વિક બજારમાં પણ બંને કિંમતી ધાતુઓમાં નરમાઈ, Comex પર સોનું 1.47% અને ચાંદી 1.73% ઘટી; અમેરિકાના રોજગાર આંકડા બાદ કિંમતી ધાતુઓની આગામી ચાલ નક્કી થશે.

desk@kuberanowPublished On : 6 Nov 2026
Gold Silver 6.png
AI Generated Image

અમેરિકામાં મધ્યવર્તિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ભવ્ય વિજય અને ડોનાલ્ડ ટ્રમ્પના કારમા પરાજયથી અમેરિકા-ઈરાન યુદ્ધ ખતમ થવાની આશાથી ગુરુવારે સોના-ચાંદીના ભાવમાં મોટો ઊછાળો આવ્યો હતો, પરંતુ મજબૂત ડોલર અને ઊંચા ભાવે નફાકારક વેચવાલીના કારણે શુક્રવારે 6 નવેમ્બરે બંને કિંમતી ધાતુઓના કારોબારની શરૂઆતમાં નરમાઈ જોવા મળી.


શુક્રવારે 6 નવેમ્બરે 12.00 કલાકે આ સમાચાર લખાય છે ત્યારે વૈશ્વિક બજાર Comex પર સોના વાયદાનો ભાવ 60.30 ડોલર એટલે કે 1.47 ટકા ઘટીને પ્રતિ ઔંસ 4,053.20 જ્યારે ચાંદી વાયદાનો ભાવ 0.906 ડોલર એટલે કે 1.73 ટકા ઘટીને પ્રતિ ઔંસ 51.470ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. ઘરેલુ બજાર MCX પર સોના વાયદાનો ભાવ 1.50 ટકાની નરમાઈ સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,41,939 જ્યારે ચાંદી વાદયાનો ભાવ 1.78 ટકા તૂટીને પ્રતિ કિલો રૂ. 1,83,800.00ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.


ધનતેરસે સોનાનો ભાવ ઘટ્યો

ધનતેરસના દિવસે સોનાના વાયદાના ભાવની શરૂઆત નરમાઈથી થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 1,934ના ઘટાડા સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,42,161ના સ્તરે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,44,095 હતો. જોકે, આ સમાચાર લખાય છે ત્યારે સોનાનો ભાવ 1.50 ટકા વધીને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,41,939ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના વાયદાના ભાવ આ વર્ષે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,80,779ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા.


ચાંદીના ભાવમાં નરમાઈ

ચાંદીના વાયદાના ભાવની શરૂઆત પણ નરમાઈ સાથે થઈ હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 1,641ના ઘટાડા સાથે પ્રતિ કિલો રૂ. 1,85,499ના સ્તરે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ કિલો રૂ. 1,87,140 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 1.78 ટકાની નરમાઈ સાથે પ્રતિ કિલો રૂ. 1,83,800ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,048ના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો.


GodlSilver Info.png


વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. Comex પર સોનું પ્રતિ ઔંસ 4,098.50 ડોલરના સ્તરે ખૂલ્યું હતું. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 4,113.50 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે સોનું 60.30 ડોલર એટલે કે 1.47 ટકાના ઘટાડા સાથે પ્રતિ ઔંસ 4,053.20ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. સોનાના ભાવે આ વર્ષે પ્રતિ ઔંસ 5,586.20 ડોલરનું સર્વોચ્ચ સ્તર સ્પર્શ કર્યું હતું.


Comex પર ચાંદીના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 51.72 ડોલરના સ્તરે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 52.37 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટનો ભાવ 0.906 ડોલર એટલે કે 1.73 ટકા ઘટીને પ્રતિ ઔંસ 51.470 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદી વાયદો આ વર્ષે પ્રતિ ઔંસ 121.79 ડોલરનું સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.


સોનામાં શોર્ટ કવરિંગ જોવા મળ્યું

ટેકનિકલરૂપે બજારમાં શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. ઓપન ઈન્ટરેસ્ટ 2.35 ટકા ઘટીને 15,716 કોન્ટ્રાક્ટ રહ્યો હતો, જ્યારે ભાવમાં 861 રૂપિયાનો વધારો થયો. સોનામાં હાલમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 1,42,930નો સપોર્ટ મળી રહ્યો છે. તેનાથી નીચે ભાવ ગગડીને પ્રતિ 10 ગ્રામ રૂ.1,41,760ના સ્તર સુધી જઈ શકે છે. ઉપરની તરફ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,45,690 પર પ્રતિકારક સ્તર છે. આ સ્તરથી ઉપર ટકતા સોનું રૂ. 1,47,280ના સ્તર સુધી ઉછળી શકે છે.


ચાંદીમાં લોન્ગ અનવાઈન્ડિંગ

ટેકનિકલ રૂપે ચાંદીમાં લોન્ગ અનવાઈન્ડિંગ જોવા મળી રહ્યું છે. ઓપન ઈન્ટરેસ્ટ 2.58 ટકા ઘટીને 16,701 કોન્ટ્રાક્ટ થઈ ગયો જ્યારે ભાવમાં 595 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. ચાંદીને હાલમાં પ્રતિ કિલો રૂ.1,84,230ના સ્તરે સપોર્ટ મળ્યો છે. આ સ્તરની નીચે ભાવ ગગડીને પ્રતિ કિલો રૂ. 1,81,330ના સ્તર સુધી જઈ શકે છે. ચાંદીમાં ઉપરની તરફ પ્રતિ કિલો રૂ. 1,90,500 પ્રતિકારક સ્તર છે. તેનાથી ઉપર ભાવ ટકી રહેતા ચાંદીમાં રિકવરી વધી શકે છે અને ભાવ પ્રતિ કિલો રૂ. 1,93,850 સુધી પહોંચી શકે છે.


અમેરિકાના રોજગારના આંકડા જાહેર થતા પહેલા ડોલરમાં મામૂલી મજબૂતી આવતા શુક્રવારે 6 નવેમ્બરે પ્રારંભિક કારોબારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સપ્તાહની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં 5 ટકાથી વધુની તેજી આવી હતી. અમેરિકન ટ્રેઝરી બોન્ડ પર યીલ્ડમાં ઘટાડો અને ડોલરની નરમાઈથી સોનાને ટેકો મળી રહ્યો હતો. જોકે, શુક્રવારે સવારે આ ટેકો નબળો પડી ગયો. હવે રોકાણકારોની નજર શુક્રવાર સાંજે 7.00 કલાકે જાહેર થનારા અમેરિકન રોજગારના આંકડા પર છે. રોજગાર અને પગાર વૃદ્ધિના આંકડા મજૂબત રહેશે તો વ્યાજ દર વધવાની આશંકા વધુ ગંભીર બની શકે છે. તેનાથી સોનાના ભાવમાં ઘટાડો વધી શકે છે.


આ પણ વાંચો

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Gold Price Hike

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

dhanteras 2026 gold buying shubh muhurat

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

gold silver rate today dhanteras

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો

CrudeOill

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

Godl Silver.png

Gold Silver Price Today: અમેરિકામાં ટ્રમ્પની હારની અસર! સોનું ₹2,546 અને ચાંદી ₹2,365 થયા મોંઘાં

Crudeoil

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર

 Government Caps Rice-Based Ethanol Production

ખાંડ પછી ચોખાનો વારો! સરકારે Ethanol ઉત્પાદન માટે ચોખાના ઉપયોગ પર મર્યાદા નક્કી કરી

Gold Silverrr.png

Gold Silver Price Today : ધનતેરસ પહેલાં સોનું ફરી ચમક્યું! MCX પર ₹1.42 લાખને પાર