KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

વેણુગોપાલ ધૂત દેવાળિયા જાહેર! ₹12,668 કરોડના દેવામાં ફસાયા

SBIની અરજી પર NCLTનો મોટો નિર્ણય, સિલિગુડી પ્રોજેક્ટથી ₹600 કરોડ ચૂકવવાની યોજના ફગાવાઈ, વ્યક્તિગત ગેરેન્ટીના કારણે ધૂત સામે દેવાળિયા પ્રક્રિયા શરૂ, ખાનગી સંપત્તિઓ હવે ટ્રસ્ટીના નિયંત્રણમાં

kuberanow deskPublished On : 6 Nov 2026
Videocon.png
AI Generated Image

મુંબઈમાં નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT)એ 5 નવેમ્બર 2026ના રોજ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની અરજી પર વીડિયોકોનના પૂર્વ પ્રમોટર વેણુગોપાલ ધૂતને દેવાળિયા જાહેર કરી દીધા. વર્ષ 1980થી 2000ના દાયકામાં વીડિયોકોન જૂથના પ્રમોટર વેણુગોપાલ ધૂતની ગણતરી દેશના અગ્રણી ધનિકોમાં થતી હતી, પરંતુ હવે વીડિયોકોન જૂથ અને ધૂત બંને રસાતાળ જતા રહ્યા છે. એક સમયે રૂ. 50,000 કરોડના ઔદ્યોગિક સામ્રાજ્યનું નેતૃત્વ કરનારા અને જેમના બનાવેલા ટીવી અને ફ્રીજ દેશના કરોડો ઘરોની ઓળખ બન્યા તે વેણુગોપાલ ધૂતને હવે દેવાળિયા જાહેર કરવામાં આવ્યા છે.


ધૂતનો પ્લાન ભવિષ્યની મંજૂરીઓ-અનિશ્ચિત કમાણી પર હતો

વેણુગોપાલ ધૂત વીડિયો કોન ઈન્ડસ્ટ્રીઝના દેવાં માટે અપાયેલી પોતાની વ્યક્તિગત ગેરેન્ટના કારણે મુસીબતમાં ફસાઈ ગયા. બેન્કો અને નાણાકીય સંસ્થાઓનું તેમના પર રૂ. 12,668 કરોડનું જંગી દેવું છે. લોનની ચૂકવણી માટે ધૂતે લેણદારોને 36 મહિનામાં રૂ. 600 કરોડ ચૂકવવા માટે એક યોજના બનાવી હતી. તેમનો દાવો હતો કે આ રકમ પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં પ્રસ્તાવિત એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાંથી એકત્ર કરાશે. જોકે, લેણદારો અને ટ્રિબ્યુનલે આ પ્રસ્તાવને નકારી કાઢ્યો, કારણ કે તેમાં કોઈ રોકડ ચૂકવણી સામેલ નહોતી અને સંપૂર્ણ પ્લાન ભવિષ્યની મંજૂરીઓ તથા અનિશ્ચિત કમાણીના ભરોસે ટકેલો હતો.


ધૂતના વ્યક્તિગત નાણાકીય અધિકારો પર પ્રતિબંધ

એનસીએલટીના આ નિર્ણય પછી વેણુગોપાલ ધૂતના વ્યક્તિગત નાણાકીય અધિકારો પર પ્રતિબંધ મૂકી દેવાયા છે. આદેશ મુજબ ધૂતે આગામી સાત દિવસની અંદર તેમની સંપૂર્ણ નાણાકીય સ્થિતિ, બેન્ક ખાતા અને ચલ-અચલ સંપત્તિઓની લિખિત વિગતો ટ્રસ્ટીઓને સોંપવી પડશે. તેમની બધી ખાનગી સંપત્તિઓ હવે દેવાળીયા ટ્રસ્ટીના નિયંત્રણમાં રહેશે, જેને વેચીને અથવા મેનેજ કરીને લેણદારોના રૂ. 12,668 કરોડના દેવાંની ભરપાઈ કરાશે.


વીડિયોકોનનું સામ્રાજ્ય તૂટ્યું

વીડિયોકોન જૂથ એક સમયે ટીવી, ફ્રીજ, એસી જેવા ઉત્પાદનો બનાવવામાં સૌથી વિશ્વસનીય માનવામાં આવતું હતું. જૂથના ચેરમેન વેણુગોપાલ ધૂતે તેમના કારોબારને વધારવા માટે બેન્કો પાસેથી અમર્યાદિત દેવાં લેવાનું શરૂ કર્યું. તેમણએ આફ્રિકન દેશ મોઝામ્બિકમાં ઓઈલ બ્લોક ખરીદવા માટે હજારો કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. પરંતુ આ પ્રોજેક્ટ નિષ્ફળ થઈ ગયો. ટેલિકોમ સેક્ટરમાં પણ તેઓ સફળ થઈ શક્યા નહીં. જૂથે એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ જેવી બેન્કો પાસેથી અંદાજે રૂ. 40,000 કરોડની લોન લીધી હતી. તેમાંથી એસબીઆઈના દેવાં માટે ધૂતે પર્સનલ ગેરેન્ટી આપી હતી.


2018માં શરૂ થઈ દેવાળીયા પ્રક્રિયા

એસબીઆઈની અરજી પર 6 જૂન 2018માં એનસીએલટીએ વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝને કોર્પોરેટ ઈનસોલવન્સી રિઝોલ્યુન પ્રોસેસમાં મોકલી હતી. 8 જૂન 2021ના રોજ ટ્રિબ્યુનલે ટ્વીન સ્ટાર ટેક્નોલોજી દ્વારા જૂથની કંપનીઓ માટે રજૂ કરાયેલી સમાધાન યોજનાને મંજૂરી આપી હતી. 8 એપ્રિલ 2026ના રોજ એનસીએલટીએ દેવાંના બદલામાં અપાયેલી વ્યક્તિગત ગેરેન્ટીના પગલે વેણુગોપાલ ધૂત વિરુદ્ધ વ્યક્તિગત દેવાળીયા સમાધાન પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.


ધૂતનો પ્રસ્તાવ અવ્યવહારુ : NCLT

ધૂતે સિલિગુડી પ્રોજેક્ટના ભરોસે 36 મહિનામાં રૂ. 600 કરોડ પાછા આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે મંજૂરીઓ અને ભવિષ્યના રોકડ પ્રવાહ પર નિર્ભર હતો. 17 જુલાઈ 2026ના રોજ એનસીએલટીએ આ યોજનાને અવ્યવહારિક માનીને નકારી કાઢી હતી અને સમાધાન પ્રક્રિયા સમાપ્ત કરી દીધી હતી. 24 સપ્ટેમ્બરે એસબીઆઈએ રૂ. 12,668 કરોડના લેણાંને આધાર બનાવી ધૂતને દેવાળિયા જાહેર કરવા માટે ઔપચારિક અરજી દાખલ કરી હતી. 5 નવેમ્બરે મુંબઈ એનસીએલટીએ અરજી સ્વીકાર કરતા વેણુગોપાલ ધૂતને સત્તાવાર રૂપે દેવાળિયા જાહેર કર્યા.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

government schemes epic voter id replacing aadhaar payment

શું સરકારી યોજનાઓ માટે આધાર કાર્ડ હવે જરૂરી નથી? કેન્દ્રીય મંત્રીના નિવેદનથી ચર્ચા

8th pay commission salary hike stages and fitment factor

8મું પગાર પંચ: રિપોર્ટ આવ્યા પછી તરત પગાર નહીં વધે, 5 તબક્કા અને ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત સમજો

Firecrackers Export

Firecrackers Industry: ઘરે ₹7,000 કરોડનો ધમાકો, વિદેશમાં કેમ ફિક્કા ભારતીય ફટાકડા

EV

ઓક્ટોબરમાં વાહનોના વેચાણમાં ઘટાડો, છતાં EV માર્કેટમાં જબરદસ્ત તેજી!

AI

ઇન્ટરનેટ વગર પણ ચાલશે AI! ભારતે લોન્ચ કર્યા 3 સ્વદેશી મોડલ

Mumbai Dry Fruit Stock

દિવાળીની ઘરાકીમાં મોટો ઝટકો! મુંબઈના વેપારીઓના કરોડોના ડ્રાયફ્રુટ કોલ્ડસ્ટોરેજમાં અટવાયા, FDAની શરતી રાહત

Diwali Travel

Diwali Travel: અજાણ્યા સાથીઓ સાથે રજાઓ માણવાનો વધતો ક્રેઝ, 65% બુકિંગ ગ્રુપ ટ્રાવેલની

India Visa Rules

ભારતની Visa System થશે સરળ! કેટેગરી 13થી ઘટાડી 9 કરવાની તૈયારી