KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Stockal Cyber Fraudથી ખળભળાટ : રોકાણકારોના કરોડો ડૂબ્યા! Apple-Nvidia વેચી ચીની કંપનીના શેર ખરીદાયા

30 ભારતીય રોકાણકારોની મંજૂરી વિના અમેરિકન શેર વેચીને Nasdaq-listed ચીની કંપનીના લાખો શેર ખરીદાયાનો આરોપ; રૂ.100 કરોડથી વધુના નુકસાનનો દાવો, સાયબર સુરક્ષા પર ગંભીર સવાલો, બેંગ્લુરુમાં FIR નોંધાઈ

kuberanow deskPublished On : 4 Nov 2026
Stokal.png
AI Generated Image

અમેરિકન શૅરબજારમાં રોકાણ કરનારા ભારતીય રોકાણકારોની સામે સાયબર સુરક્ષા સાથે સંકળાયેલો એક ગંભીર કેસ સામે આવ્યો છે. બેંગ્લુરુની ફિનટેક કંપની Stockal Securitiesના પ્લેટફોર્મ સાથે સંકળાયેલા અંદાજે 30 રોકાણકારોએ આરોપ મૂક્યો કે તેમના ટ્રેડિંગ એકાઉન્ટમાંથી મંજૂરી વિના એપલ, એનવીડિયા, ટેસ્લા અને અમેઝોન જેવી મોટી અમેરિકન કંપનીઓના શૅર વેચી દેવાયા. એટલું જ નહીં આ શૅરોને વેચીને મળેલી રકમમાંથી એક ચીની કંપનીના લાખો શૅર ખરીદી લેવાયા. રોકાણકારોનો દાવો છે કે આ સમગ્ર ઘટનામાં રૂ.100 કરોડથી વધુનું નુકસાન થયું છે. આ કેસ સામે આવ્યા પછી રોકાણકારોએ નિયામકીય એજન્સીઓને ફરિયાદ કરવામાં આવી છે અને બેંગ્લુરુમાં FIR પણ નોંધાઈ છે.


અમેરિકન કંપનીના સ્ટોક વેચી ચીનની કંપનીમાં રોકાણ

મીડિયા રિપોર્ટ મુજબ 15 ઓક્ટોબર 2026ના રોજ Stockalના અનેક રોકાણકારોના એકાઉન્ટમાં ગેરકાયદે ટ્રેડિંગની ઘટના સામે આવી હતી. રોકાણકારોએ આરોપ છે કે તેમના પોર્ટફોલિયોમાંથી અમેરિકન કંપનીઓના શૅર તેમની મંજૂરી વિના વેચી દેવાયા. આ શૅર વેચવાથી મળેલી બધી રકમથી Zhibao Technology Inc. નામની કંપનીના શૅર ખરીદવામાં આવ્યા. આ અમેરિકાના નાસ્ડેક એક્સચેન્જ પર લિસ્ટેડ ચીની કંપની છે. એક અસરગ્રસ્ત રોકાણકારના જણાવ્યા મુજબ તેના અંદાજે 3.36 લાખ ડોલરના અમેરિકન શેર વેચીને Zhibao Technology Inc.ના 3 લાખ શેર ખરીદવામાં આવ્યા તેની સરેરાશ કિંમત 1.05 ડોલર પ્રતિ શૅર હતી. ત્યાર પછી 23 ઓક્ટોબરે કંપનીના શૅર ગગડીને 0.42 ડોલર પર આવી ગયા. રોકાણકારે આસમગ્ર ઘટનાક્રમમાં અંદાજે 4.26 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ મૂકવામાં આવ્યો છે. અન્ય એક રોકાણકારે દાવો કર્યો કે તેના અંદાજે 31 લાખ ડોલર એટલે કે લગભગ 29 કરોડ રૂપિયાના શૅર માત્ર બે મિનિટમાં વેચી દેવાયા. ત્યાર પછી 15 મિનિટની અંદર Zhibao Technology Inc.ના 30.5 લાખ શૅર ખરીદવામાં આવ્યા.


રોકાણકારોને થયું જંગી નુકસાન

આ કેસમાં ચીનની કંપની Zhibao Technology Inc.નું નામ વિશેષરૂપે સામે આવ્યું છે. ચીનની આ ડિજિટલ ઈન્સ્યોરન્સ ટેક્નોલોજી કંપની છે, જેના શૅર અણેરિકન સ્ટોક એક્સચેન્જ નાસ્ડેક પર કારોબાર કરે છે.મોટી અમેરિકન કંપનીઓના શૅર વેચીને આ કંપનીના શૅર ખરીદવાનો આરોપ એટલા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે Zhibaoના શૅરોમાં કારોબાર અપેક્ષાકૃત ઓછો હોય છે. આવા શેરોમાં મોટા પ્રમાણમાં ખરીદ-વેચાણ થતા ભાવમાં તિવ્ર ઉતાર-ચઢાવ આવી શકે છે. અહીં રોકાણકારો સાથે કથિત રીતે એવું જ થયું છે. તેમના પોર્ટફોલિયોમાં હયાત મોટી કંપનીના શૅરો વેચીને એક જ ઓછા કારોબારવાળા શૅરોમાં મોટી રકમ લગાવી દેવાઈ. Zhibaoના શૅર ખરીદ મૂલ્યથી અંદાજે 60 ટકા નીચે આવી ગયા તો રોકાણકારોનું નુકસાન વધી ગયું. જોકે, Zhibaoના શૅરોમાં ઘટાડો અને કથિત ગેરકાયદે ખરીદ-વેચાણ વચ્ચે સંબંધની સંપૂર્ણ તપાસ હજુ બાકી છે.


આ કૌભાંડ સમજવા માટે Stockalનું કામકાજ સમજવું જરૂરી

ભારતીય રોકાણકારો Stockal Securities મારફત અમેરિકન શૅરબજારમાં રોકાણ કરે છે. Stockal Securities ભારતમાં સેબીમાં રજિસ્ટર્ડ બ્રોકિંગ કંપની છે. તેનું પ્લેટફોર્મ ભારતીય રોકાણકારોને અમેરિકન શૅરો અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)માં રોકાણની સુવિધા આપે છે.


ભારતીય રોકાણકારોના યુએસમાં રોકાણમાં અલગ અલગ કંપનીઓની ભૂમિકા હોય છે. Stockal Securities ભારતીય રોકાણકારોને પ્લેટફોર્મ અનેટ્રેડિંગ ઈન્ટરફેસ પૂરાં પાડે છે. આ સિવાય Borderless Investing સ્ટોકલની પેરેન્ટ કંપની છે અને રોકાણ પ્લેટફોર્મના સંચાલન સાથે સંકળાયેલી છે. DriveWealth અમેરિકાની બ્રોકરેજ અને ક્લિયરિંગ કંપની છે. તે અમેરિકન બજારમાં ટ્રેડિંગ કરવા અને રોકાણકારોના શૅરોની કસ્ટડી સંબંધિત સેવાઓ આપે છે.


સરળ ભાષામાં કહીએ તો રોકાણકારો ભારતમાં સ્ટોકલના પ્લેટફોર્મ પર શૅર ખરીદવા અને વેચવાના નિર્દેશ આપે છે, જ્યારે અમેરિકન બજારમાં ટ્રેડિંગ અને કસ્ટડીની વ્યવસ્થા તેના પાર્ટનર મારફત થાય છે. આ કારણે આ કેસમાં માત્ર એક કંપની નહીં પરંતુ સંપૂર્ણ ટ્રેડિંગ વ્યવસ્થાની સુરક્ષા અને નિરીક્ષણ પર સવાલ ઊઠી રહ્યા છે.


ગેરકાયદે શૅર ટ્રેડિંગમાં અનેક સવાલ ઉઠ્યા

આ સમગ્ર કેસમાં હજુ સૌથી મોટો સવાલ એ છે કે અંતે રોકાણકારોના એકાઉન્ટ સુધી ગેરકાયદે પહોંચ કોણે અને કેવી રીતે બનાવી? શું સ્ટોકલની સિસ્ટમમાં કોઈ સુરક્ષા ખામી હતી કે રોકાણકારોના લોગિન ક્રેડેન્શિયલ ચોરાયા હતા? સ્ટોકલની પેરેન્ટ કંપની બોર્ડરલેસે પ્રારંભિક તપાસના આધારે ફિશિંગ અથવા સોશિયલ એન્જિનિયરિંગ મારફત રોકાણકારોના ઈ-મેલ એકાઉન્ટ અને લોગિન ક્રેડેન્શિયલ પર અસર થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે, કંપનીએ કહ્યું કે, અત્યાર સુધી તેને પોતાના પ્લેટફોર્મમાં ઘૂસણખોરીના કોઈ પુરાવા નથી મળ્યા. બીજીબાજુ DriveWealthએ એક અસરગ્રસ્ત રોકાણકારને મોકલેલા પત્રમાં કહ્યું કે ગેરકાયદે પ્રવૃત્તિ સ્ટોકલના ઈન્ટરફેસ મારફત થઈ અને તેની સિસ્ટમમાંથી શરૂ નથી થઈ.


રોકાણકારોને કોઈ એલર્ટ નહીં મળવા અંગે પણ અસમંજસ

આ કેસમાં મંજૂરિ વિના શૅર વેચવામાં આવ્ય તે આરોપ ગંભીર હોવાની સાથે એ બાબત પણ ચિંતાજનક છે કે રોકાણકારોને કોઈ એલર્ટ જ ના મળી. રોકાણકારોનું કહેવું છે કે આટલી મોટી ખરીદ-વેચાણના સમયે ટ્રાન્ઝેક્શન એલર્ટ અને વેરિફિકેશનની તક પણ મળી નહીં. એક રોકાણકારના જણાવ્યા મુજબ સામાન્ય રીતે તેના અધિકૃત ટ્રેડ પછી ઈમેલથી પુષ્ટી મળતી હતી, પરંતુ 15 ઓક્ટોબરે થયેલા મોટા ટ્રાન્ઝેક્શન માટે તેને કોઈ અલગ અલગ સૂચના મળી નહીં. એવામાં સવાલ ઉઠે છે કે શું આટલા મોટા ટ્રાન્ઝેક્શન માટે વધારાના વેરિફિકેશનની વ્યવસ્થા હતી? શું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનને ઓળખવા માટે કોઈ વધારાની નિરીક્ષણ વ્યવસ્થા હતી?


30 ભારતીય રોકાણકારો બન્યા ભોગ

રિપોર્ટ મુજબ અંદાજે 30 ભારતીય રોકાણકારોએ ગેરકાયદે ટ્રેડિંગની ફરિયાદ નોંધાવી છે. રૂ. 100 કરોડથી વધુના નુકસાનનો પ્રારંભિક અંદાજ સામે આવ્યો છે. જોકે, બોર્ડરલેસે 26 એકાઉન્ટ આ ઘટનાનો શિકાર બન્યા હોવાની વાત માની છે જ્યારે તેમાંથી 13માં ટ્રાન્ઝેક્શનની વાત સ્વીકારવામાં આવી છે. આ કેસમાં એક રોકાણકારે SEBI અને અમેરિકન સિક્યોરિટી એક્સચેન્જ (SEC)ને ફરિયાદ કરી છે. અન્ય રોકાણકારે બેંગ્લુરુમાં FIR નોંધાવી છે. FIRમાં સ્ટોકલ સિક્યોરિટીઝ, બોર્ડરલેસની સંબંધિત કંપનીઓ, ડ્રાઈવવેલ્થ અને HDFC સિક્યોરિટીઝના નામ સામેલ હોવાનો રિપોર્ટ છે. HDFC સિક્યોરિટીઝનું કહેવું છે કે સ્ટોકલ સાથે તેની ભાગીદારી જુલાઈ 2024માં પૂરી થઈ ગઈ હતી. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ FIRમાં તેનું નામ આરોપી તરીકે નથી.


આ પણ જૂઓ :

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

government schemes epic voter id replacing aadhaar payment

શું સરકારી યોજનાઓ માટે આધાર કાર્ડ હવે જરૂરી નથી? કેન્દ્રીય મંત્રીના નિવેદનથી ચર્ચા

Videocon.png

વેણુગોપાલ ધૂત દેવાળિયા જાહેર! ₹12,668 કરોડના દેવામાં ફસાયા

8th pay commission salary hike stages and fitment factor

8મું પગાર પંચ: રિપોર્ટ આવ્યા પછી તરત પગાર નહીં વધે, 5 તબક્કા અને ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત સમજો

Firecrackers Export

Firecrackers Industry: ઘરે ₹7,000 કરોડનો ધમાકો, વિદેશમાં કેમ ફિક્કા ભારતીય ફટાકડા

EV

ઓક્ટોબરમાં વાહનોના વેચાણમાં ઘટાડો, છતાં EV માર્કેટમાં જબરદસ્ત તેજી!

AI

ઇન્ટરનેટ વગર પણ ચાલશે AI! ભારતે લોન્ચ કર્યા 3 સ્વદેશી મોડલ

Mumbai Dry Fruit Stock

દિવાળીની ઘરાકીમાં મોટો ઝટકો! મુંબઈના વેપારીઓના કરોડોના ડ્રાયફ્રુટ કોલ્ડસ્ટોરેજમાં અટવાયા, FDAની શરતી રાહત

Diwali Travel

Diwali Travel: અજાણ્યા સાથીઓ સાથે રજાઓ માણવાનો વધતો ક્રેઝ, 65% બુકિંગ ગ્રુપ ટ્રાવેલની