KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ચીની AIથી સાયબર હુમલાનો નવો ખેલ! નાની NBFCsમાંથી ₹300 કરોડની ઉચાપત

નબળી સાયબર સુરક્ષા ધરાવતી NBFCs બની સાયબર ગુનેગારોનું નિશાન, 150થી વધુ ફરિયાદો અને FIR નોંધાઈ; સાયબર હુમલા પહેલાં 10-12 દિવસ સુધી NBFCની સિસ્ટમનો અભ્યાસ; પેમેન્ટ, ID અને કોડની ખામીઓ શોધીને હુમલો, CERT-Inએ સાયબર સુરક્ષા મજબૂત કરવાની આપી સલાહ

desk@kuberanowPublished On : 29 Oct 2026
Cyber Attack NBFC
AI Generated Image

ભારતમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધવાની સાથે સાયબર ગુનેગારોનું પ્રમાણ પણ વધ્યું છે. સાયબર ગુનેગારો અત્યાર સુધી લોકોને નિશાન બનાવી છેતરપિંડી કરતા હતા, પરંતુ હવે દેશી નાની નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ (NBFC) પર સાયબર ગુનેગારોએ મોટો હુમલો કર્યો છે. છેલ્લા દોઢથી બે મહિનામાં સાયબર ફ્રોડ મારફત લગભગ રૂ. 300 કરોડની છેતરપિંડી કરાઈ છે. બીજીબાજુ આ કેસોમાં અત્યાર સુધીમાં અંદાજે 150થી વધુ ફરિયાદો અને એફઆઈઆર નોંધાઈ ચૂક્યાં છે. મીડિયા રિપોર્ટ મુજબ અગાઉ પણ આ પ્રકારના હુમલા થતા રહ્યા છે, પરંતુ છેલ્લા દોઢ મહિનામાંતેમાં વધારો થયો છે. સાથે જ આ બધા હુમલાઓ પાછળ કોઈ ચાઈનીઝ એઆઈ ટૂલનો હાથ હોવાનું પણ સામે આવ્યું છે.


સૌથી વધુ મુંબઈમાં સાયરબર છેતરપિંડી

મીડિયા રિપોર્ટ મુજબ સાયબર ગૂનેગારો એવી NBFCsને નિશાન બનાવી રહ્યા છે, જેનું ટર્નઓવર રૂ. 1,000 કરોડ અથવા તેનાથી ઓછું હોય છે, કારણ કે તેમની સાયબર સુરક્ષા ઘણી નબળી હોય છે. બેન્કિંગ રેગ્યુલેટર પાસે 15 ઓક્ટોબર સુધીમાં કુલ 8,502 NBFCs રજિસ્ટર્ડ છે. NBFCsમાં અત્યાર સુધીમાં નોંધાયેલી સૌથી વધુ ફરિયાદો મુંબઈ, દિલ્હી અને ચેન્નઈ સહિત અન્ય શહેરોમાં નોંધાઈ છે.


ચાઈનીઝ AIનો થઈ રહ્યો છે ઉપયોગ

સાયબર સુરક્ષા એજન્સીઓને તેમની તપાસમાં જણાયું કે, આ હુમલાઓ પાછળ ચીનના હેકિંગ પ્લેટફોર્મ ‘સાયબરસ્ટ્રાઈક’ અને આર્ટેક્સ જેવા AI ટૂલકિટ્સનો હાથ છે. આ સિવાય ડીપસીક, ક્વેન, કિમિ અને જીએલએમ જેવા ચીની ઓપન-સોર્સ મોડેલ્સનો ઉપયોગ કરીને ભારત જ નહીં જાપાન અને દક્ષિણ કોરિયામાં પણ નાણાકીય સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી રહી છે.


મીડિયા રિપોર્ટમાં એક અધિકારીએ જણાવ્યું કે, નાની NBFCs તેમની સુરક્ષા વ્યવ્સથા કેવી હોવી જોઈએ અને ક્યારે ક્યારે તેનું ઓડિટ થવું જોઈએ તે જાણતી નથી હોતી. આ કારણે તેમની સિસ્ટમ ખૂબ જ નબળી પડી જાય છે. સાયબર ગુનેગારો કોઈપણ NBFCને નિશાન બનાવતા પહેલા 10-12 દિવસ સુધી તેના કામકાજની સંપૂર્ણ સમીક્ષા કરે છે. તેઓ જૂએ છે કે પેમેન્ટ કેવી રીતે થાય છે, કયા IDs અપ્રૂવ્ડ છે અને કોડમાં શું ખામીઓ છે.


NBFCs માટે એડવાઈઝરી જાહેર

દેશની અગ્રણી સાયબર સુરક્ષા એજન્સી CERT-Inએ ચેતવણી આપી છે કે આ એઆઈ ટૂલ્સના કારણે સિસ્ટમમાં ઘૂસણખોરી થવાથી નુકસાન થવાનો સમય દિવસોથી ઘટીને હવે કેટલાક કલાકોનો થઈ ગયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે જે ભારતીય કંપનીઓ પર હુમલા થયા છે, તેમણે પોતાના ગ્રાહકોને તુરંત સાવધકરવા જોઈએ, જેથી તેઓ કોઈપણ પ્રકારના ફિશિંગ કોલ્સથી બચી શકે. એજન્સીઓએ બધી સંસ્થાઓને તેમની સાયબર સુરક્ષા તુરંત મજબૂત કરવાની સલાહ આપી છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

government schemes epic voter id replacing aadhaar payment

શું સરકારી યોજનાઓ માટે આધાર કાર્ડ હવે જરૂરી નથી? કેન્દ્રીય મંત્રીના નિવેદનથી ચર્ચા

Videocon.png

વેણુગોપાલ ધૂત દેવાળિયા જાહેર! ₹12,668 કરોડના દેવામાં ફસાયા

8th pay commission salary hike stages and fitment factor

8મું પગાર પંચ: રિપોર્ટ આવ્યા પછી તરત પગાર નહીં વધે, 5 તબક્કા અને ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત સમજો

Firecrackers Export

Firecrackers Industry: ઘરે ₹7,000 કરોડનો ધમાકો, વિદેશમાં કેમ ફિક્કા ભારતીય ફટાકડા

EV

ઓક્ટોબરમાં વાહનોના વેચાણમાં ઘટાડો, છતાં EV માર્કેટમાં જબરદસ્ત તેજી!

AI

ઇન્ટરનેટ વગર પણ ચાલશે AI! ભારતે લોન્ચ કર્યા 3 સ્વદેશી મોડલ

Mumbai Dry Fruit Stock

દિવાળીની ઘરાકીમાં મોટો ઝટકો! મુંબઈના વેપારીઓના કરોડોના ડ્રાયફ્રુટ કોલ્ડસ્ટોરેજમાં અટવાયા, FDAની શરતી રાહત

Diwali Travel

Diwali Travel: અજાણ્યા સાથીઓ સાથે રજાઓ માણવાનો વધતો ક્રેઝ, 65% બુકિંગ ગ્રુપ ટ્રાવેલની