કેન્દ્ર સરકારનું પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ, ₹427.8 કરોડના ખર્ચે 7 પ્રોજેક્ટ શરૂ
કેન્દ્ર સરકારે પારાદીપ પોર્ટ પર ₹427.80 કરોડના 7 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શરૂ કર્યા છે. સાથે જ પોર્ટની ક્ષમતા અને કાર્યક્ષમતા વધારવા ₹1,580.36 કરોડના ત્રણ મશીનાઇઝેશન પ્રોજેક્ટ માટે કરાર થયા છે.

ઓડિશાના પારાદીપ પોર્ટની ક્ષમતા અને કાર્ગો હેન્ડલિંગ કાર્યક્ષમતા વધારવા મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ હાથ ધરાયો છે. કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ₹427.80 કરોડના 7 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે, જ્યારે ₹1,580.36 કરોડના ત્રણ મશીનાઇઝેશન પ્રોજેક્ટ માટે કરાર કરવામાં આવ્યા છે.
કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા વધારવાનો હેતુ
નવા પ્રોજેક્ટમાં નેવિગેશન, કનેક્ટિવિટી, સુરક્ષા, ટકાઉપણું અને અન્ય પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આ યોજનાઓનો હેતુ કાર્ગો લોડિંગ-અનલોડિંગની કાર્યક્ષમતા સુધારવા, જહાજોનો turnaround time ઘટાડવા અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરવાનો છે.
₹352 કરોડથી ઊંડા ડ્રાફ્ટની સુવિધા
મુખ્ય પ્રોજેક્ટમાં ₹352 કરોડના ખર્ચે 18.5 મીટર ઊંડા ડ્રાફ્ટની સુવિધાનો વિકાસ સામેલ છે. આ સુવિધાથી પારાદીપ પોર્ટના આંતરિક વિસ્તારમાં સંપૂર્ણ લોડેડ મોટા માલવાહક જહાજોને હેન્ડલ કરવાની ક્ષમતા વધશે.
500 મીટરનો ત્રણ લેનનો બ્રિજ
પોર્ટ વિસ્તારમાં આંતરિક કનેક્ટિવિટી અને ઓપરેશનલ કાર્યક્ષમતા સુધારવા 500 મીટર લાંબો ત્રણ લેનનો બ્રિજ પણ બનાવવામાં આવશે. મશીનાઇઝેશન અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પારાદીપ પોર્ટની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા વધુ મજબૂત થવાની અપેક્ષા છે.
Also Read

શું સરકારી યોજનાઓ માટે આધાર કાર્ડ હવે જરૂરી નથી? કેન્દ્રીય મંત્રીના નિવેદનથી ચર્ચા

વેણુગોપાલ ધૂત દેવાળિયા જાહેર! ₹12,668 કરોડના દેવામાં ફસાયા

8મું પગાર પંચ: રિપોર્ટ આવ્યા પછી તરત પગાર નહીં વધે, 5 તબક્કા અને ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત સમજો

Firecrackers Industry: ઘરે ₹7,000 કરોડનો ધમાકો, વિદેશમાં કેમ ફિક્કા ભારતીય ફટાકડા

ઓક્ટોબરમાં વાહનોના વેચાણમાં ઘટાડો, છતાં EV માર્કેટમાં જબરદસ્ત તેજી!

ઇન્ટરનેટ વગર પણ ચાલશે AI! ભારતે લોન્ચ કર્યા 3 સ્વદેશી મોડલ

દિવાળીની ઘરાકીમાં મોટો ઝટકો! મુંબઈના વેપારીઓના કરોડોના ડ્રાયફ્રુટ કોલ્ડસ્ટોરેજમાં અટવાયા, FDAની શરતી રાહત






