KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ONGCને મળી મોટી સફળતા : મહાનદી બેસિનમાં ગેસનો ભંડાર મળ્યો

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ને મહાનદી બેસિનના ડીપવોટર વિસ્તારમાં ગેસ એક્સપ્લોરેશન અભિયાનમાં મોટી સફળતા મળી

desk@kuberanowPublished On : 22 Sept 2026
ONGC Mahanadi
AI Generated Image

મુંબઈ : દેશી સરકારી ઓઈલ અને ગેસ કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ને ડીપવોટર એક્સપ્લોરેશનના મોરચા પર મોટી સફળતા મળી છે. કંપનીને મહાનદીના બેસિનના ઊંડા સમુદ્રી વિસ્તારમાં ગેસ મળ્યો છે. આ શોધ ONGCના વર્તમાન ડીપવોટર એક્સપ્લોરેશન અભિયાનના પહેલા કુવાથી મળી છે. કંપની મુજબ કુવામાંથી સારો ગેસ ફ્લો રેટ મળી રહ્યો છે અને રિઝર્વોયર પ્રેશર પણ મજબૂત બનેલું છે. એવામાં આ શોધ કંપની માટે મહત્વની માનવામાં આવે છે.


ONGCએ મહાનદી બેસિનના ડીપવોટર વિસ્તારમાં એમડીડબલ્યુ-28 કુવાના ડ્રિલિંગ સમયે ગેસ શોધ્યો છે. આ કંપની માટે વર્તમાન ડીપવોટર અભિયાનનો પહેલો કુવો છે. ONGC મુજબ મહાનદી બેસિનમાં આ ડીપવોટર અભિયાન 25 જુલાઈ 2026ના રોજ શરૂ કરાયું હતું.


18 સ્ટેમ્બરથી શરૂ કરાયું પરફોરેશન

ONGCએ જણાવ્યું કે, સબસરફેસ ડેટાની તપાસ તથા મૂલ્યાંકન પછી 18 સપ્ટેમ્બરે કુવામાં પરફોરેશન કરાયું હતું. ત્યાર પછી કુવામાંથી ગેસનો ફ્લો જોવા મળ્યો હતો. કંપની મુજબ ગેસનો રેટ સારો છે અને રિઝર્વોયર પ્રેશર પણ મજૂબત બન્યો છે. ઓપરેશન દરમિયાન ONGCના ચેરમેન અરુણ કુમાર સિંહ, ડાયરેક્ટ ટેક્નોલોજી એન્ડ ફીલ્ડ સર્વિસીસ વિક્રમ સિંહ અને ડાયરેક્ટર એક્સપ્લોરેશન ઓ.પી. સિંહાએ ડ્રિલશિપનો પ્રવાસ કર્યો હતો.


ONGC મુજબ મહાનદી બેસિનમાં મળેલા આ નવા ગેસની શોધ અને આજુબાજુની અન્ય શોધોને ભવિષ્યમાં સંયુક્ત સુવિધાઓ મારફત ડેવલપ કરી શકાય છે. તેના માટે પીએનજી રુલ્સ 2025 હેઠળ ઉપલબ્ધ વ્યવસ્થાનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી ડીપવોટરમાં વર્તમાન રિસોર્સને ઉત્પાદનમાં લાવવામાં મદદ મળી શકે છે. ONGC હવે ડીપ અને અલ્ટ્રા-ડીપ વોટર વિસ્તારોમાં પોતાની એક્સપ્લોરેશન પ્રવૃત્તિ આગળ વધારવાની તૈયારી કરી રહી છે. કંપનીનું ફોકસ દેશમાં નવા હાઈડ્રોકાર્બન રિસોર્સની શોધ કરવા અને ઘરેલૂ એનર્જી સપ્લાયને મજબૂત કરવા પર છે.


2027ના પહેલા ત્રિમાસિકમાં નેટ પ્રોફિટ રૂ. 17,034 કરોડ

ONGCના વર્તમાન ત્રિમાસિક પરિણામો પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2027ના પહેલા ત્રિમાસિકમાં ONGCનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વધીને 17,034 કરોડ રૂપિયા રહ્યો. પાછલા ત્રિમાસિક એટલે કે નાણાકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિકમાં કંપનીનો નેટ પ્રોફિટ 6,650 કરોડ રૂપિયા હતો. જૂન ત્રિમાસિકમાં કંપનીના ઓપરેશન્સથી રેવન્યૂ 29.3 ટકા ત્રિમાસિક આધાર પર વધીને 46,460 કરોડ રૂપિયા થઈ ગયો. પાછલા ત્રિમાસિકમાં આ આંકડો 35,928 કરોડ રૂપિયા હતો. તેનાથી કંપનીના ઓપરેશનલ દેખાવમાં મજબૂત સુધારો જોવા મળ્યો છે. પાછલા ત્રિમાસિકમાં ONGCનો EBITDA પણ બમણાથી વધુ વધારીને 28,355 કરોડ રૂપિયા થઈ ગયો. નાણાકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિકમાં તે 12,666 કરોડ રૂપિયા હતો. આ કારણે કંપનીનો EBITDA માર્જિન પણ 35.5 ટકાથી વધીને 61 ટકા થઈ ગયો.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

government schemes epic voter id replacing aadhaar payment

શું સરકારી યોજનાઓ માટે આધાર કાર્ડ હવે જરૂરી નથી? કેન્દ્રીય મંત્રીના નિવેદનથી ચર્ચા

Videocon.png

વેણુગોપાલ ધૂત દેવાળિયા જાહેર! ₹12,668 કરોડના દેવામાં ફસાયા

8th pay commission salary hike stages and fitment factor

8મું પગાર પંચ: રિપોર્ટ આવ્યા પછી તરત પગાર નહીં વધે, 5 તબક્કા અને ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત સમજો

Firecrackers Export

Firecrackers Industry: ઘરે ₹7,000 કરોડનો ધમાકો, વિદેશમાં કેમ ફિક્કા ભારતીય ફટાકડા

EV

ઓક્ટોબરમાં વાહનોના વેચાણમાં ઘટાડો, છતાં EV માર્કેટમાં જબરદસ્ત તેજી!

AI

ઇન્ટરનેટ વગર પણ ચાલશે AI! ભારતે લોન્ચ કર્યા 3 સ્વદેશી મોડલ

Mumbai Dry Fruit Stock

દિવાળીની ઘરાકીમાં મોટો ઝટકો! મુંબઈના વેપારીઓના કરોડોના ડ્રાયફ્રુટ કોલ્ડસ્ટોરેજમાં અટવાયા, FDAની શરતી રાહત

Diwali Travel

Diwali Travel: અજાણ્યા સાથીઓ સાથે રજાઓ માણવાનો વધતો ક્રેઝ, 65% બુકિંગ ગ્રુપ ટ્રાવેલની