KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

જાણો, ફિલ્મમેકિંગમાં પ્રોડક્શન હાઉસની ભૂમિકા અને તેનું જટિલ બિઝનેસ મોડેલ

ફિલ્મમેકિંગની પાછળ એક જટિલ બિઝનેસ મોડેલ કાર્યરત છે, જ્યાં ફિલ્મ પ્રોડક્શન હાઉસિસ થિયેટરિકલ રિલીઝ, ઓટીટી/સેટેલાઇટ રાઇટ્સ, મ્યુઝિક અને બ્રાન્ડ ઇન્ટિગ્રેશન જેવા અનેક સ્ત્રોતોમાંથી આવક મેળવે છે, જ્યારે કલાકારોની ફી, શૂટિંગ, પોસ્ટ-પ્રોડક્શન અને માર્કેટિંગ પર ખર્ચ કરીને નફાકારકતા માટે સંઘર્ષ કરે છે.

desk@kuberanowPublished On : 13 Oct 2026
Production House
Production House and Business ModelAI Generated Image

ફિલ્મના સેટ પર એક અલગ જ પ્રકારનો અવાજ સંભળાતો હોય છે, ઉતાવળપણું, સાધનોનો અવાજ અને એક જ વાર્તાને પડદા પર જીવંત કરવા પ્રયત્નશીલ લોકોની મહેનત. કલ્પનામાંથી જન્મ લેતી ફિલ્મની વાર્તા પ્રકાશ, અવાજ, કલાકારો સહિતના લોકોની મદદથી ફિલ્મમાં પરિણમે છે, પરંતુ આ સર્જનાત્મક પ્રક્રિયાની પાછળ એક જટિલ બિઝનેસ મોડેલ કાર્યરત છે, જ્યાં ભારતીય ફિલ્મ પ્રોડક્શન હાઉસિસ થિયેટરિકલ રિલીઝ, OTT/સેટેલાઇટ રાઇટ્સ, મ્યુઝિક અને બ્રાન્ડ ઇન્ટિગ્રેશન જેવા અનેક સ્ત્રોતોમાંથી આવક મેળવે છે, જ્યારે કલાકારોની ફી, શૂટિંગ, પોસ્ટ-પ્રોડક્શન અને માર્કેટિંગ પર ખર્ચ કરીને નફાકારકતા માટે સંઘર્ષ કરે છે, બોલિવૂડની ચમકદાર વાર્તાઓથી લઈને પ્રાદેશિક સિનેમાની વાસ્તવિક રજૂઆત સુધી વિસ્તરેલા આ ઇકોસિસ્ટમમાં દરેક ફિલ્મનું બજેટ, આવક અને જોખમનું સમીકરણ અલગ હોય છે.


ફિલ્મમેકિંગમાં પ્રોડક્શન હાઉસની ભૂમિકા

પ્રોડક્શન હાઉસ માત્ર નાણાં પૂરાં પાડતું નથી. તે ફિલ્મને પ્રારંભિક વિચારથી લઈને તૈયાર ઉત્પાદન સુધી માર્ગદર્શન આપે છે. ફિલ્મ માટે ફાઇનાન્સની વ્યવસ્થા, ડિરેક્ટર, કલાકારો અને મુખ્ય ટેકનિકલ ટીમની પસંદગી કરવી, લોકેશન, શેડ્યૂલ, સાધનો અને અન્ય લોજિસ્ટિક્સનું સંચાલન કરવું, પોસ્ટ-પ્રોડક્શન પર દેખરેખ રાખવી, માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુશન દ્વારા ફિલ્મને દર્શકો સુધી પહોંચાડવાની રણનીતિ ઘડવા સહિતની મુખ્ય જવાબદારીઓ હોય છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પ્રોડક્શન હાઉસિસ મુખ્યત્વે થિયેટરિકલ રિલીઝ, ઓટીટી/સેટેલાઇટ રાઇટ્સ, મ્યુઝિક અને બ્રાન્ડ ઇન્ટિગ્રેશન જેવા અનેક સ્ત્રોતોમાંથી કમાણી કરે છે, જ્યારે ખર્ચમાં કલાકારોની ફી, શૂટિંગ, પોસ્ટ-પ્રોડક્શન અને માર્કેટિંગનો સમાવેશ થાય છે.

 

Production House


 

આવકના મુખ્ય સ્ત્રોતો

ફિલ્મ પ્રોડક્શન કંપનીઓની આવક માત્ર બોક્સ ઓફિસ સુધી મર્યાદિત નથી; તેઓ અનેક ચેનલોમાંથી રેવેન્યૂ જનરેટ કરે છે. જેમકે,


થિયેટરિકલ રિલીઝ (બોક્સ ઓફિસ): ટિકિટ વેચાણમાંથી મળતી કમાણી સૌથી મોટો હિસ્સો ધરાવે છે, જે કુલ આવકનો 65–70% ભાગ હોઈ શકે છે. પ્રોડ્યુસરોને સામાન્ય રીતે નેટ બોક્સ ઓફિસ કલેક્શનનો 40–50% હિસ્સો મળે છે (બાકીનો હિસ્સો એક્ઝિબિટર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સને જાય છે).

 

ઓટીટી અને ડિજિટલ રાઇટ્સ: નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર જેવા પ્લેટફોર્મ્સને સ્ટ્રીમિંગ રાઇટ્સ વેચવાથી મોટી કમાણી થાય છે; છેલ્લા ત્રણ વર્ષમાં આ સ્ત્રોતનું મહત્વ ખૂબ વધ્યું છે.

 

સેટેલાઇટ/ટીવી રાઇટ્સ: ટીવી ચેનલ્સને ફિલ્મ પ્રસારિત કરવાના અધિકાર વેચવાથી આવક મળે છે; આ રાઇટ્સ ઘણીવાર ફિલ્મ રિલીઝ પહેલાં જ વેચાઈ જાય છે.

 

મ્યુઝિક અને સાઉન્ડટ્રેક રાઇટ્સ: ફિલ્મનું મ્યુઝિક આલ્બમ, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ અને રિંગટોન લાઇસન્સિંગમાંથી પણ કમાણી થાય છે.

 

બ્રાન્ડ ઇન્ટિગ્રેશન અને ઇન-ફિલ્મ એડવર્ટાઇઝમેન્ટ: ફિલ્મની સ્ટોરીમાં બ્રાન્ડ્સના પ્રોડક્ટ્સ કે લોગો દર્શાવવા બદલ પ્રોડક્શન હાઉસ ફી લે છે; આ આવકનો નાનો પણ મહત્વપૂર્ણ હિસ્સો છે.

 

ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ: વિદેશી બજારોમાં થિયેટરિકલ અને ડિજિટલ રાઇટ્સ વેચવાથી પણ આવક મળે છે, ખાસ કરીને દિગ્ગજ કલાકારોની ફિલ્મો માટે.

 

મર્ચેન્ડાઇઝિંગ: ફિલ્મ સાથે સંબંધિત ટી-શર્ટ, એક્સેસરીઝ, ગેમ્સ વગેરે વેચવાથી પણ આવક મળે છે, પરંતુ આ હજુ ભારતમાં મર્યાદિત છે.

 

ખર્ચ

ફિલ્મ બનાવવાનો ખર્ચ મુખ્યત્વે કલાકારો અને ટેક્નિશિયન્સની ફી, લીડ એક્ટર્સ, સપોર્ટિંગ કાસ્ટ, ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર, સ્ક્રિપ્ટ ડેવલપમેન્ટ, લોકેશન સ્કાઉટિંગ, કાસ્ટિંગ, કેમેરા, લાઇટિંગ, સાઉન્ડ ઇક્વિપમેન્ટ ભાડે લેવા, લોકેશન પરમિટ્સ, ક્રૂ મેમ્બર્સનો ખર્ચ, એડિટિંગ, વીએફએક્સ, સાઉન્ડ ડિઝાઇન, માર્કેટિંગ અને પ્રમોશનમાં ટ્રેલર લોન્ચ, પ્રેસ કોન્ફરન્સ, સોશિયલ મીડિયા કેમ્પેઇન, પોસ્ટર્સ, એડવર્ટાઇઝમેન્ટ વગેરે પર ખર્ચ કરવામાં આવે છે. ઉપરાંત, વીમો, લીગલ ફી સહિત અનિશ્ચિત ખર્ચ માટેનું બજેટ અગાઉથી ફાળવી રાખવું પડે છે.

 

Production House



બિઝનેસ મોડેલ અને જોખમો (રિસ્ક)


રેવેન્યૂ શેરિંગ મોડેલ: થિયેટરિકલ આવક એક્ઝિબિટર્સ (30–38%), ડિસ્ટ્રિબ્યુટર્સ (15–20%) અને પ્રોડ્યુસર્સ (40–50%) વચ્ચે વહેંચાય છે.

 

મિનિમમ ગેરંટી ડીલ્સ: ઘણીવાર ડિસ્ટ્રિબ્યુટર્સ પ્રોડ્યુસરને ફિલ્મ રિલીઝ પહેલાં જ નક્કી રકમ ચૂકવે છે; આ રકમ બજેટનો મોટો હિસ્સો કવર કરે છે.

 

OTT અને સેટેલાઇટ ડીલ્સ: આ ડીલ્સ ઘણીવાર ફિલ્મ રિલીઝ પહેલાં જ ફાઇનલ થઈ જાય છે, જેનાથી પ્રોડ્યુસરને જોખમ ઘટે છે.

 

જોખમો: બોક્સ ઓફિસ પર ફિલ્મ ફ્લોપ થવાનું જોખમ, પાયરેસી, બજેટ ઓવરરન, અને અનિશ્ચિત માંગને કારણે નાણાકીય નુકસાન થઈ શકે છે.

 

ટેક્સ

GST: ફિલ્મ પ્રોડક્શન સર્વિસિસ પર GST લાગુ પડે છે; ઓટીટી પ્લેટફોર્મ્સ પર પણ GST ચૂકવવો પડે છે.

 

સરકારી પ્રોત્સાહનો: કેન્દ્ર અને રાજ્ય સરકારો ફિલ્મ શૂટિંગ માટે સિંગલ-વિન્ડો ક્લિયરન્સ, ટેક્સ રિબેટ અને ફિલ્મ ફંડ્સ જેવી સુવિધાઓ પૂરી પાડે છે.

 

ઉદાહરણ તરીકે જો ₹100 કરોડમાં ફિલ્મ બનાવવામાં આવી હોય તો પ્રોડક્શન અને માર્કેટિંગનો ખર્ચ ઉમેરી દેવામાં આવે છે. જેમાં થિયેટરિકલ આવક (બોક્સ ઓફિસ) પર ₹150 કરોડ (ગ્રોસ)ની કમાણી થાય છે. ટેક્સ ભર્યા બાદ નેટ કલેક્શન ₹120 કરોડ થાય છે, જેના પર પ્રોડ્યુસર, ડિસ્ટ્રિબ્યુટર અને થિયેટર માલિક વચ્ચે વહેંચણી થાય છે. આ આવક ₹84 કરોડ પ્રોડ્યુસરનો હિસ્સો (45%) એટલે કે ₹54 કરોડ, ₹30 કરોડ ઓટીટી/સેટેલાઇટ/મ્યુઝિક રાઈટ્સ પાછળ ખર્ચવામાં આવે છે. જો અન્ય આવક સ્ત્રોતો ઓછા હોય તો નુકસાન ₹16 કરોડ જેટલું રહે છે.

 

ફિલ્મ ઉદ્યોગમાં માત્ર બોક્સ ઓફિસનું ગ્રોસ કલેક્શન જોઈને નફો-નુકસાન નક્કી નથી થતો; પ્રોડ્યુસરનો હિસ્સો, ટેક્સ, માર્કેટિંગ ખર્ચ અને અન્ય રેવેન્યૂ સ્ત્રોતો પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

 

આ પણ વાંચો: મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

government schemes epic voter id replacing aadhaar payment

શું સરકારી યોજનાઓ માટે આધાર કાર્ડ હવે જરૂરી નથી? કેન્દ્રીય મંત્રીના નિવેદનથી ચર્ચા

Videocon.png

વેણુગોપાલ ધૂત દેવાળિયા જાહેર! ₹12,668 કરોડના દેવામાં ફસાયા

8th pay commission salary hike stages and fitment factor

8મું પગાર પંચ: રિપોર્ટ આવ્યા પછી તરત પગાર નહીં વધે, 5 તબક્કા અને ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત સમજો

Firecrackers Export

Firecrackers Industry: ઘરે ₹7,000 કરોડનો ધમાકો, વિદેશમાં કેમ ફિક્કા ભારતીય ફટાકડા

EV

ઓક્ટોબરમાં વાહનોના વેચાણમાં ઘટાડો, છતાં EV માર્કેટમાં જબરદસ્ત તેજી!

AI

ઇન્ટરનેટ વગર પણ ચાલશે AI! ભારતે લોન્ચ કર્યા 3 સ્વદેશી મોડલ

Mumbai Dry Fruit Stock

દિવાળીની ઘરાકીમાં મોટો ઝટકો! મુંબઈના વેપારીઓના કરોડોના ડ્રાયફ્રુટ કોલ્ડસ્ટોરેજમાં અટવાયા, FDAની શરતી રાહત

Diwali Travel

Diwali Travel: અજાણ્યા સાથીઓ સાથે રજાઓ માણવાનો વધતો ક્રેઝ, 65% બુકિંગ ગ્રુપ ટ્રાવેલની