કાશ્મીરી અખરોટની નવી સિઝન શરૂ, 20% વધુ પાકથી ભાવ સ્થિર રહેવાની આશા
કાશ્મીરી અખરોટની નવી સિઝન શરૂ થઈ છે. વાશી એપીએમસીમાં મુહૂર્તના સોદા પ્રતિ કિલો ₹700થી ₹1,200ના ભાવે થયા છે. આ વર્ષે કાશ્મીરમાં અખરોટનો પાક ગત સિઝનની સરખામણીએ 20% વધુ રહેવાની ધારણા છે, જેના કારણે ભાવ પર દબાણ ઓછું રહેવાની શક્યતા છે.

ઓમેગા-3થી ભરપૂર અને આરોગ્ય માટે લાભદાયી ગણાતા કાશ્મીરી અખરોટની નવી સિઝન શરૂ થઈ ગઈ છે. મુંબઈના વાશી APMC બજારમાં નવી સિઝનના અખરોટના મુહૂર્ત સોદા પ્રતિ કિલો ₹700થી ₹1,200ના ભાવે થયા છે. આ વર્ષે કાશ્મીરમાં અખરોટનો પાક ગત સિઝનની સરખામણીએ લગભગ 20% વધુ રહેવાની ધારણા હોવાથી ભાવ સ્થિર રહેવાની આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
કાશ્મીરના વિવિધ વિસ્તારોમાંથી આવક શરૂ
મુંબઈ ડ્રાયફ્રૂટ એસોસિએશનના ખજાનચી અને વાશી એપીએમસીના સુકામેવાના વેપારી રાજેન્દ્ર શાહના જણાવ્યા અનુસાર, ઉરી, કુપવાડા, કોકરનાગ અને લોલાબ જેવા વિસ્તારોમાંથી અખરોટની આવક શરૂ થઈ ગઈ છે. જ્યારે સાઉથ કાશ્મીરના વિસ્તારોમાંથી આવક આગામી 15 દિવસ બાદ શરૂ થવાની શક્યતા છે.
કાશ્મીરમાં ભાવ ₹650થી ₹1,150 પ્રતિ કિલો
કુપવાડાના અખરોટના હોલસેલ વેપારી હાજી નસરૂલ્લાહ ખાનના જણાવ્યા અનુસાર, કાશ્મીરમાં હાલ અખરોટના સોદા પ્રતિ કિલો ₹650થી ₹1,150ના ભાવે થઈ રહ્યા છે. પરિવહન અને અન્ય ખર્ચ ઉમેરાયા બાદ દેશના વિવિધ રાજ્યોમાં અખરોટના ભાવ થોડા વધારે રહે છે.
અખરોટ ઉત્પાદનમાં કાશ્મીર અગ્રેસર
ભારતમાં વાર્ષિક લગભગ 3.2 લાખ ટન અખરોટનું ઉત્પાદન થાય છે, જેમાંથી 95%થી વધુ ઉત્પાદન જમ્મુ-કાશ્મીરમાં થાય છે. દેશમાં કુલ 1.09 લાખ હેક્ટર વિસ્તારમાં અખરોટની ખેતી થાય છે, જેમાંથી લગભગ 89 હજાર હેક્ટર વિસ્તાર જમ્મુ-કાશ્મીરમાં છે.
આ પણ વાંચો: બાપ્પાને 24 કેરેટ સોનાના વરખવાળા મોદકનો પ્રસાદ, કિંમત જાણી ચોંકી જશો
ચીલીના અખરોટની વધતી સ્પર્ધા
ભારતીય બજારમાં ચીલીના અખરોટનું પ્રમાણ પણ વધી રહ્યું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, ચીલીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી થતી હોવાથી ત્યાંના અખરોટનો રંગ અને ગુણવત્તામાં અલગ લક્ષણ જોવા મળે છે. બીજી તરફ કાશ્મીરમાં હજુ પણ હવામાન અને વરસાદ આધારિત કુદરતી ખેતી પર આધાર વધુ છે, જેના કારણે ઉત્પાદન દર વર્ષે બદલાતું રહે છે.
Also Read

શું સરકારી યોજનાઓ માટે આધાર કાર્ડ હવે જરૂરી નથી? કેન્દ્રીય મંત્રીના નિવેદનથી ચર્ચા

વેણુગોપાલ ધૂત દેવાળિયા જાહેર! ₹12,668 કરોડના દેવામાં ફસાયા

8મું પગાર પંચ: રિપોર્ટ આવ્યા પછી તરત પગાર નહીં વધે, 5 તબક્કા અને ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત સમજો

Firecrackers Industry: ઘરે ₹7,000 કરોડનો ધમાકો, વિદેશમાં કેમ ફિક્કા ભારતીય ફટાકડા

ઓક્ટોબરમાં વાહનોના વેચાણમાં ઘટાડો, છતાં EV માર્કેટમાં જબરદસ્ત તેજી!

ઇન્ટરનેટ વગર પણ ચાલશે AI! ભારતે લોન્ચ કર્યા 3 સ્વદેશી મોડલ

દિવાળીની ઘરાકીમાં મોટો ઝટકો! મુંબઈના વેપારીઓના કરોડોના ડ્રાયફ્રુટ કોલ્ડસ્ટોરેજમાં અટવાયા, FDAની શરતી રાહત






