KuberaNowLogo
Tuesday, 17/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

COP31માં ભારતની મહત્ત્વની પહેલ: LeadIT 3.0ના ત્રીજા તબક્કાની શરૂઆત, ઉદ્યોગોમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા નવી યોજના

ભારતે COP31 ક્લાઇમેટ કોન્ફરન્સમાં LeadIT 3.0ના ત્રીજા તબક્કાની શરૂઆત કરી છે. આ પહેલ હેઠળ 2027થી 2030 દરમિયાન સ્ટીલ, સિમેન્ટ અને ટ્રાન્સપોર્ટ જેવા ઉદ્યોગોમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા, નવી ટેકનોલોજી અપનાવવા અને રોકાણ વધારવા પર ધ્યાન અપાશે.

Kuberanow DeskPublished On : 17 Nov 2026
India Launches LeadIT 3.0

India Launches LeadIT 3.0: ભારતે વૈશ્વિક સ્તરે ઔદ્યોગિક પ્રદૂષણ ઘટાડવાની દિશામાં મહત્ત્વની પહેલ કરી છે. તુર્કિયેના અંતાલ્યામાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની COP31 ક્લાઇમેટ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે Leadership Group for Industry Transition (LeadIT 3.0)ના ત્રીજા તબક્કાની શરૂઆતની જાહેરાત કરી છે. આ પહેલનો હેતુ સ્ટીલ, સિમેન્ટ અને ટ્રાન્સપોર્ટ જેવા ઉદ્યોગોને ઓછા કાર્બન ઉત્સર્જનવાળી ટેકનોલોજી તરફ આગળ વધારવાનો છે.


ભારત અને સ્વીડનની ભાગીદારીને નવી દિશા

17મી નવેમ્બરે યોજાયેલી ઇન્ડસ્ટ્રી લીડર્સ રાઉન્ડટેબલ બેઠકની સહ-અધ્યક્ષતા ભૂપેન્દ્ર યાદવ અને સ્વીડનના ક્લાઇમેટ એન્ડ એન્ટરપ્રાઇઝ મંત્રાલયના રાજ્ય સચિવ હેલેના ડાયરસને કરી હતી. ભારત અને સ્વીડને 2019માં LeadITની શરૂઆત કરી હતી. હાલમાં આ પહેલ સાથે 20 દેશો અને 33 કંપનીઓ જોડાયેલી છે. નવા સભ્ય તરીકે બ્રાઝિલનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે.


2027થી 2030 દરમિયાન ત્રણ બાબતો પર ધ્યાન

LeadIT 3.0નો ત્રીજો તબક્કો વર્ષ 2027થી 2030 દરમિયાન અમલમાં રહેશે. તેમાં ઔદ્યોગિક પ્રોજેક્ટ્સનો વિસ્તાર કરવા અને રોકાણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે ત્રણ પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે. તેમાં નવી ટેકનોલોજીનો વિકાસ અને ઉપયોગ, રોકાણ માટે મૂડી એકત્ર કરવી તથા જોખમ ઘટાડવું અને ઉદ્યોગોને જરૂરી તાલીમ તથા નીતિગત સહાય પૂરી પાડવાનો સમાવેશ થાય છે.


સ્ટીલ અને સિમેન્ટ ક્ષેત્રમાં 11 પ્રોજેક્ટ્સ

LeadITના બીજા તબક્કામાં ભારત-સ્વીડન ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન પાર્ટનરશિપ હેઠળ સ્ટીલ અને સિમેન્ટ ક્ષેત્રના 11 પ્રારંભિક પ્રોજેક્ટ્સ આગળ વધારવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ્સમાં હાઇડ્રોજનથી લોખંડનું ઉત્પાદન, ઔદ્યોગિક ગરમી માટે વીજળીનો ઉપયોગ, કાર્બન કેપ્ચર, સિમેન્ટમાં ક્લિંકરના વિકલ્પો અને ઔદ્યોગિક સામગ્રીના રિસાયક્લિંગનો સમાવેશ થાય છે. સિમેન્ટની માંગ ઘટાડવા માટે AIના ઉપયોગ પર પણ કામ કરવામાં આવ્યું છે.


ભારતે કાર્બન ઉત્સર્જનમાં કેટલી પ્રગતિ કરી?

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે 'ભારતે 2005થી 2022 દરમિયાન ઉત્સર્જનની તીવ્રતામાં 37.38%નો ઘટાડો કર્યો છે.દેશની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતામાં બિન-અશ્મિભૂત ઊર્જાસ્રોતોનો હિસ્સો 50 ટકા સુધી પહોંચ્યો છે. આ લક્ષ્ય ભારતે નિર્ધારિત સમય કરતાં પાંચ વર્ષ પહેલાં હાંસલ કર્યું છે. ભારતનો વધારાનો વન કાર્બન સિંક લગભગ 2.44 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ સુધી પહોંચ્યો.'


હવે જાહેરાતો નહીં, વાસ્તવિક પ્રોજેક્ટ્સ પર ભાર

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn