અમેરિકા પર નવી મુશ્કેલી! Microsoft Outage અને ફ્લાઈટ બાદ હવે બેન્કિંગ સેવાઓમાં ખામી
JPMorgan Chase, Bank of America, Wells Fargo સહિતની ડિજિટલ બેન્કિંગ સેવાઓમાં ટેકનિકલ ખામી; અનેક મોટી બેન્કોના ગ્રાહકો લોગિન, બેલેન્સ ચેક અને ફંડ ટ્રાન્સફર કરી શક્યા નહીં; બેન્કોએ સાયબર હુમલાની આશંકા ફગાવી

અમેરિકનો માટે નવેમ્બર મહિનો ભારે હાલાકીવાળો રહ્યો છે. અમેરિકા સહિત દુનિયાભરમાં માઈક્રોસોફ્ટ આઉટેજ અને ત્યાર પછી ફ્લાઈટ્સના કામકાજ ખોરવાઈ જતાં કરોડો ડોલરનું નુકસાન થયું છે. અમેરિકા હજુ આ સમસ્યાઓમાંથી બેઠું થયું નથી ત્યાં હવે બેન્કોની સેવાઓમાં ટેકનિકલ ખામીએ કામકાજ ખોરવી નાંખ્યું છે. અમેરિકામાં સોમવારે અનેક અગ્રણી બેન્કોની ડિજિટલ બેન્કિંગ સેવાઓમાં ટેકનિકલ ખામી સામે આવી હતી. જેપી મોર્ગન ચેઝ, બેન્ક ઓફ અમેરિકા, યુએસ બેન્ક, વેલ્સફાર્ગો અને કેપિટલ વન સહિત અનેક મોટી બેન્કોના ગ્રાહકોએ ઓનલાઈન બેન્કિંગ, મોબાઈલ એપ અને ટ્રાન્ઝેક્શનમાં મુશ્કેલીની ફરિયાદો કરી હતી. આઉટેજ ટ્રેકિંગ પ્લેટફોર્મ ડાઉનડિટેક્ટર પર આ બેન્કોની સેવાઓમાં ટેકનિકલ ખામીની ફરિયાદોમાં અચાનક વધારો થયો. આ સિવાય Truist અને ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ Zelleના યુઝર્સે પણ સેવાઓના ઉપયોગમાં સમસ્યા આવવાની માહિતી આપી હતી.
ગ્રાહકોને બેન્ક ખાતામાં લોગિન કરવા, બેલેન્સ ચેક કરવા, નાણાં ટ્રાન્સફર કરવા અને પેમેન્ટ પૂરું કરવામાં મુશ્કેલી પડી રહી હતી. જોકે, જેપી મોર્ગન ચેઝે સ્પષ્ટ કર્યું કે, ટેકનિકલ સમસ્યાના કારણે કેટલાક ટ્રાન્ઝેક્શન સામાન્યથી વધુ સમય લઈ રહ્યા છે, પરંતુ ગ્રાહકોએ તેમના ખાતા અને ફંડ સુધી પહોંચ બની ગઈ છે. એટલે કે ગ્રાહક સેવાઓથી કપાયા નથી, પરંતુ સેવાઓ કેટલીક ધીમી થઈ છે.
જેપી મોર્ગને ટેકનિકલ ખામીની પુષ્ટી કરી
જેપી મોર્ગન ચેઝના પ્રવક્તાએ કહ્યું કે, ટેકનિકલ સમસ્યાના કારણે કેટલાક ટ્રાન્ઝેક્શન પૂરું થવામાં સામાન્યથી વધુ સમય લાગી રહ્યો છે. તેઓ સમસ્યાને વહેલી તકે દૂર કરવા માટે કામ કરી રહ્યા છે. બેન્કોએ સાયબર સુરક્ષા સંબંધિત કોઈ ઘટનાની આશંકાને નકારી કાઢી છે. આ અવરોધ કોઈ સાયબર હુમલા સંબંધિત નહોતો તેમ જણાવાયું હતું. ડાઉનડિટેક્ટરના આંકડા મુજબ સોમવારે બપોરે 2.00 (અમેરિકન સમય મુજબ) લગભગ 4,800 યુઝર્સે જેપી મોર્ગન ચેઝની સેવાઓમાં મુશ્કેલીની ફરિયાદ નોંધાવી હતી.ટ્રેક કરવામાં આવતી બેન્કોમાં આ સૌથી વધુ ફરિયાદો હતી.
જેપી મોર્ગન ચેઝના ગ્રાહકોએ ઓલાઈન ખાતામાં લોગિન કરવા, બેલેન્સ જોવા અને બેન્ક ટ્રાન્સફર તથા વાયર ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી પડવાની માહિતી આપી હતી. કેટલાક ગ્રાહકોને એવા પણ સંદેશા અપાયા હતા કે કેટલીક સેવાઓ ઉપલબ્ધ નથી અને સમસ્યાને દૂર કરવાનું કામ ચાલુ છે.
બેન્ક ઓફ અમેરિકા અને વેલ્સ ફાર્ગોના ગ્રાહકો પર પણ અસર
બેન્ક ઓફ અમેરિકાના ગ્રાહકોને એટીએમ, ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ સેવાઓમાં મુશ્કેલીની ફરિયાદો કરી હતી. બીજીબાજુ યુએસ બેન્કના યુઝર્સને ઓનલાઈન એકાઉન્ટ અને મોબાઈલ એપનો ઉપયોગ કરવાની સાથે ફંડ ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી પડી હતી. વેલ્સ ફાર્ગોના ગ્રાહકોને લોગિન, ખાતાનું બેલેન્સ જોવા અને ટ્રાન્ઝેક્શન પૂરા કરવામાં મુશ્કેલી પડી હતી. કેપિટલ વન અને Truistના ગ્રાહકો તરફથી પણ બેન્કિંગ સેવાઓ સુધી પહોંચવામાં મુશ્કેલીની ફરિયાદો વધી હતી.
Zelleનું નેટવર્ક સામાન્ય રૂપે કામ કરતું હોવાનો કંપનીનો દાવો
Zelleએ કહ્યું કે, તેનું નેટવર્ક સામાન્યરૂપે કામ કરી રહ્યું છે. બેન્કિંગ સેવાઓમાં આવેલી મુશ્કેલીઓની અસર ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ Zelleના યુઝર્સની ફરિયાદોમાં પણ જોવા મળી હતી,પરંતુ બેન્કે કહ્યું કે તેનું નેટવર્ક સામાન્ય રૂપે કામ કરી રહ્યું છે. Zelle મુજબ, કેટલાક ગ્રાહકોને તેમની સંબંધિત બેન્કોમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે પેમેન્ટમાં વિલંબ અથવા અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
કંપનીએ સ્પષ્ટ કર્યું કે, ગ્રાહકો Zelleનો ઉપયોગ બધી સહભાગી બેન્કો અને ક્રેડિટ યુનિયનોના માધ્યમથી કરે છે. તેમના ખાતા અને ફંડ સંબંધિત બેન્ક અથવા ક્રેડિટ યુનિયનો પાસે જ રહે છે. Zelleના અલગથી કોઈ ગ્રાહક ખાતા નથી અને કંપની ગ્રાહકોના નાણાં પણ પોતાની પાસે રાખથી નથી. Zelleનું નેટવર્ક સંચાલન કરતી કંપની અર્લી વોર્નિંગ સર્વિસીસની માલિકી અનેક નાણાકીય સંસ્થાનો પાસે છે, જેમાં બેન્ક ઓફ અમેરિકા, કેપિટલ વન, જેપી મોર્ગન ચેઝ, પીએનસી બેન્ક, ટ્રુઈસ્ટ, યુએસ બેન્ક અને વેલ્સ ફાર્ગોનો સમાવેશ થાય છે.
માઈક્રોસોફ્ટ આઉટેજ અને ફ્લાઈટ કેન્સલેશન પછી બેન્કિંગ સેવાઓમાં ખામી
અમેરિકામાં બેન્કોની સેવાઓમાં આ અવરોધો એવા સમયે આવ્યા છે જ્યારે થોડા દિવસ પહેલાં જ અમેરિકામાં માઈક્રોસોફ્ટની સેવાઓમાં આઉટેજ આવ્યું હતું અને મોટાભાગની કંપનીઓ તથા વ્યક્તિગત યુઝર્સ પણ કામકાજ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા. માઈક્રોસોફ્ટને આ ખામી દૂર કરવામાં 24 કલાકથી વધુ સમય લાગ્યો હતો. અમેરિકનો આ અવરોધોમાંથી બહાર આવે ત્યાં સુધીમાં ત્યાં મોટાપાયા પર ફ્લાઈટ્સના કામકાજ ખોરવાઈ ગયા હતા. એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ ખોરવાઈ જતાં 8,000 જેટલી ફ્લાઈટ્સ અને 17000થી વધુ ફ્લાઈટ્સ વિલંબમાં મુકાઈ હતી, પરિણામે લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, બેન્કિંગ સેવાઓમાં આવેલી આ સમસ્યાની ઘટનાઓ સાથે કોઈ સંબંધ હોવાના કોઈ પુરવા મળ્યા નથી.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

COP31માં ભારતની મહત્ત્વની પહેલ: LeadIT 3.0ના ત્રીજા તબક્કાની શરૂઆત, ઉદ્યોગોમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા નવી યોજના

IMAX પર ‘The Odyssey’નો જાદુ! આવકમાં 64%નો ઉછાળો, કંપનીએ નોંધાવ્યાં ઐતિહાસિક પરિણામો

SpaceXના Starshipએ રચ્યો નવો ઇતિહાસ, 22 કલાકની ઉડાન બાદ લોન્ચ ટાવર પર સફળ વાપસી

Nvidiaમાં Jensen Huangની વાપસી માટે જનસમર્થન, 80 હજારથી વધુ લોકોએ કરી સહી

OpenAI નું 'ChatGPT Wallet' ફીચર, હવે AI એજન્ટ કરશે તમારા માટે ઓનલાઈન ખરીદી

Nvidia Ownership: હુઆંગ સૌથી મોટા શેરહોલ્ડર નથી! જાણો BlackRock–Vanguard પાસે કેટલો હિસ્સો

Microsoft Outage : સર્વર ડાઉન થયાના 16 કલાકે પણ કોઈ ઉકેલ નહીં





