KuberaNowLogo
Tuesday, 17/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ખાદ્ય તેલની આયાતમાં જોરદાર ઉછાળો! ખર્ચ પહેલીવાર ₹2 લાખ કરોડને પાર

2025-26માં આયાત 6% વધીને 1.69 કરોડ ટન થઈ; આયાત ખર્ચમાં 24%નો વધારો, ક્રૂડ પામ ઓઈલની ખરીદી વધી; કુલ ખાદ્ય તેલની આયાત 1.69 કરોડ ટનના સ્તરે પહોંચી

kuberanow deskPublished On : 17 Nov 2026
EdibleOil.png
AI Generated Image

ભારતની ખાદ્ય તેલની આયાત વર્ષ 2025-26 (નવેમ્બર-ઓક્ટોબર)માં છ ટકા વધીને 1.69 કરોડ ટન થઈ ગઈ છે, જેથી તેનો આયાત ખર્ચ 24 ટકા વધીને વિક્રમી રૂ. 2 લાખ કરોડને પાર થઈ ગયો છે તેમ ઉદ્યોગ સંગઠન સોલ્વેન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA)એ જણાવ્યું હતું. SEAએ નિવેદનમાં કહ્યું કે ઓઈલ વર્ષ 2024-25માં ખાદ્ય તેલની આયાત 1.60 કરોડ ટન રહી હતી અને તેના પર અંદાજે રૂ.1,61,126 કરોડનો ખર્ચ થયો હતો. બિન ખાદ્ય તેલો સહિત કુલ વનસ્પતિ તેલોની આયાત પણ પાંચ ટકા વધીને 1.72 કરોડ ટન થઈ હતી, જે એક વર્ષ પહેલાં 1.63 કરોડ ટન હતી.


ભારત ઘરેલૂ પૂરવઠા અને માગ વચ્ચે અંતર પૂરું કરવા માટે 1990ના દાયકાથી ખાદ્ય તેલોની આયતા કરી રહ્યું છે. એસઈએ મુજબ પાછલા 20 વર્ષમાં ખાદ્ય તેલોની આયાતનું પ્રમાણ 2.8 ગણુ વધ્યું છે, જ્યારે તેના પર થનારો ખર્ચ અંદાજે 15 ગણો વધી ગયો છે.


SEAએ જણાવ્યું કે, ઓઈલ વર્ષ 2025-26માં રિફાઈન્ડ ખાદ્ય તેલોની આયાત ઘટીને 8.2 લાખ ટન રહી ગઈ, જે તેનાથી પાછલા વર્ષે 17.4 લાખ ટન હતી. કુલ આયાતમાં તેની ભાગીદારી પણ 11 ટકાથી ઘટીને પાંચ ટકા રહી ગઈ. તેનું મુખ્ય કારણ ઈન્ડોનેશિયા અને મલેશિયાથી રિફાઈન્ડ પામોલીનની લગભગ નહીવત જેટલી આયાત હતી. આ સમયમાં મુખ્ય રૂપે નેપાળથી રિફાઈન્ડ સોયાબીન ઓઈલની આયાત થઈ, જેમાં ઉલ્લેખનીય વૃદ્ધિ નોંધાઈ હતી.


ક્રૂડ ખાદ્ય તેલોની આયાત પણ વધી

બીજીબાજુ ક્રૂડ ખાદ્ય તેલોની આયાત 1.42 કરોડ ટનથી વધીને 1.61 કરોડ ટન થઈ ગઈ. કુલ આયાતમાં તેની ભાગીદારી પણ 89 ટકાથી વધીને 95 ટકા થઈ ગઈ. તેનું મુખ્ય કારણ રિફાઈન્ડ પામોલીનના સ્થળે ક્રૂડ પામ તેલની વધુ ખરીદી રહી. પામ તેલની આયાત 75.8 લાખ ટનથી વધીને 82.3 લાખ ટન થઈ હતી જ્યારે સોયાબીન અને સૂરજમુખી જેવા નરમ તેલોની ભાગીદારી 53 ટકાથી ઘટીને 51 ટકા રહી હતી.


SEA મુજબ એક નવેમ્બરે બંદરો પર ખાદ્ય તેલોનો ભંડાર અસ્થાયી અંદાજ મુજબ 13.5 લાખ ટન હતો. બીજીબાજુ કારખાના, ડેપો, વિતરકો અને રિટેલ વિક્રેતાઓ પાસે વર્તમાન ભંડાર 9.5 લાખ ટન રહેવાનો અંદાજ છે. આ રીતે એક નવેમ્બરે ખાદ્ય તેલનો કુલ ભંડાર 23.1 લાખ ટન હતો, જે એક ઓક્ટોબરના 20.7 લાખ ટનની સરખામણીમાં 2.3 લાખ ટન વધુ છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn