વિસ્તરણના અહેવાલોના પગલે કંપની સિમ્ફનીનો શેર 14 ટકા ઉચકાયો
સિમ્ફની તેનો પોર્ટફોલિયો ત્રણ નવી કેટેગરીમાં વિસ્તારી રહી છે. આ કેટેગરી છે રૂમ એર કંડિશનર અને બ્રશલેસ ડાયરેક્ટ કરંટ (બીએલડીસી) સીલિંગ ફેન્સ અને એર પ્યુરિફાયર્સ.

મુંબઈઃ ગુજરાતની કંપની સિમ્ફનીનો શેર મંગળવારે 14 ટકા ઉચકાયો હતો. કંપનીએ જણાવ્યું હતું કે દેશમાં તેનો પોર્ટફોલિયો ત્રણ નવા કેટેગરીમાં વિસ્તારી રહી છે. આ કેટેગરી છે રૂમ એર કંડિશનર અને બ્રશલેસ ડાયરેક્ટ કરંટ (બીએલડીસી) સીલિંગ ફેન્સ અને એર પ્યુરિફાયર્સ. કંપનીએ છ ઓગસ્ટ 2024ના રોજ નોંધાવેલા 18.9 ટકાના ઉછાળા પછી પહેલી વખત તેણે આટલો મોટો ઉછાળો નોંધાવ્યો છે.
ઓપનિંગ જ ઊંચા મથાળે
કંપનીનો શેર ગઇકાલના બંધ 574.60 રૂપિયા સામે 585.05 પર ખૂલ્યો હતો, તેણે લગભગ 14 ટકા વધી 652.25ની ટોચ બનાવી હતી અને આ લખાયુ ત્યારે તે 612 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. કંપની લાંબા ગાળાની વિકાસની સંભાવનાને ધ્યાનમાં રાખીને કન્ઝ્યુમર ડ્યુરેબલ કેટેગરી દ્વારા વ્યાપક માર્કેટને એક્સેસ કરવાનું ધ્યેય ધરાવે છે.
આંતરિક સંસાધનોમાંથી ફંડિંગ
સિમ્ફનીના પોર્ટફોલિયો વિસ્તરણનું આંતરિક સંસાધનોમાંથી ફંડિંગ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે એસેટ-લાઇટ મોડેલમાં તે હાલમાં ઇન-હાઉસ ઉત્પાદન ક્ષમતામાં કોઈ નવા રોકાણનું આયોજન ધરાવતી નથી. કંપની સિલેક્ટિવ રેન્જ, માર્કેટ્સ અને ચેનલ્સમાં તેને લાવશે. નાણાકીય વર્ષ 2026-27ના ત્રીજા ક્વાર્ટરથી તેનો પ્રારંભ કરવામાં આવશે. તેની ઝડપ અને વ્યાપનો આધાર ગ્રાહક પ્રતિસાદ અને અમલીકરણના આધારે હશે.
ભવિષ્ય પર નજર
વિવિધ બ્રોકરેજીસ ફર્મનું માનવું છે કે સિમ્ફનીનું BLDC ફેન્સમાં વિસ્તરણ બતાવે છે કે કંપની ટાવર અને કિચન રેન્જથી આગળ વધી છે. જ્યારે એર પ્યોરિફાયર ઘણી નાની કેટેગરી છે અને તેમા તે વર્ષો સુધી ખાસ કશું કરી શકે તેવી સંભાવના નથી.
બ્રોકરેજીસે ઉમેર્યુ હતું કે આરઇસી સેગમેન્ટ સાથે કંપની સંકળાયેલી છે અને આ સેગમેન્ટ ટોચની કંપનીઓમાં વિભાજીત છે. આ સેક્ટરમાં કંપની હવે તેનો હિસ્સો કેવી રીતે વધારી શકશે તેના પર નજર ફેલાયેલી છે. કંપનીએ એસેટ-લાઇટ મોડેલ પર ફોકસ કર્યુ હોવાથી તે દેવુ કરે તેવી સંભાવના ઘણી ઓછી છે. જો કે કંપની પાસે પ્રાઇસિંગ પાવર ન હોવાથી તેના માર્જિન પર પોઝિટિવ કે નેગેટિવ અસર અંગે કશું કહી શકાય તેમ નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

વિક્રમ સંવત 2082નું છેલ્લું ટ્રેડિંગ સેશન : સેન્સેક્સ 81,028 અને નિફ્ટી 25,030 પર બંધ

ધનતેરસે NSEનો ધમાકો! માર્કેટ કેપ ₹5,000 કરોડ ડોલરને પાર

Diwali Stock Picks: સંવત 2083 માટે 5 બ્રોકરેજના પસંદગીના શેર, જાણો કોના પર કેટલો ટાર્ગેટ

બ્રોકરેજની રેસમાં ઉલટફેર: Angel Oneએ Zerodhaને પાછળ છોડી બીજું સ્થાન મેળવ્યું, Groww ટોચ પર

SEBI New Rule: એપ્રિલ 2027થી મ્યુચ્યુઅલ ફંડ સેટલમેન્ટ નિયમો બદલાશે, રોકાણકારો પર શું અસર?

વૈશ્વિક બજારોમાં બ્લેક ફ્રાઇડે: જાપાન-કોરિયા ધડામ, શું ભારતીય રોકાણકારોએ ડરવું જોઈએ?

સેન્સેક્સએ 80,000ની સપાટી બનાવી, નિફ્ટી50 24,600ની ઉપર






