Stoke Market : દિવાળી પહેલાં શેરબજારમાં ધમાકો! BSEનું માર્કેટ કેપ વિક્રમી ₹500 લાખ કરોડને પાર!
BSE માર્કેટ કેપે રચ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ 2,008 પોઈન્ટ અને નિફ્ટી 576 પોઈન્ટ ઊછળ્યા, FIIની ₹7,284 કરોડની ખરીદીથી બજારમાં તેજી, સતત છઠ્ઠા સત્રમાં તેજી, લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં એક જ સત્રમાં અંદાજે ₹7 લાખ કરોડનો વધારો

ભારતીય શૅરબજારમાં દિવાળી પહેલાં તહેવારનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. બેન્ચમાર્ક ઈન્ડેક્સે સતત છઠ્ઠા સત્રમાં તેજી સાથે કારોબાર કર્યો છે. તોફાની તેજીમાં નાણાકીય સર્વિસીસના શૅર સૌથી આગળ છે. ઘરેલુ બજારોમાં ઉત્સાહ ભરનારા ટ્રિગર્સમાં અમેરિકન મિડ ટર્મ ચૂંટણીના પરિણામ મહત્વના રહ્યા છે. કારણ કે આ ચૂંટણી પરિણામો પછી હાઉસ અને સેનેટ બંનેમાં ડેમોક્રેટિક પાર્ટીની પકડ મજબૂત બની છે, જેથી ક્રૂડ ઓઈલના ભાવમાં તિવ્ર કડાકો બોલાયો છે. બીજીબાજુ વિદેશી રોકાણકારોની ખરીદીથી પણ બજારને ટેકો મળ્યો છે. રોકાણકારોની જંગી ખરીદીના પગલે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ વિક્રમી સ્તરે પહોંચી ગયું છે. BSEનું માર્કેટ કેપ પહેલી વખત રૂ. 500 લાખ કરોડને પાર નીકળી ગયું છે.
બજારમાં તહેવારોની અસર, ઈન્ડેક્સમાં ઊછાળો
ગુરુવારે BSEનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ સવારે તેજી સાથે ખૂલ્યો હતો. સારા વૈશ્વિક સંકેતોના પગલે સેન્સેક્સ સતત છઠ્ઠા કારોબારી સત્રમાં તેજી સાથે બંધ આવ્યો હતો. સેન્સેક્સ 2,008 પોઈન્ટ વધીને 79,310.01ના સ્તરે બંધ આવ્યો હતો. તેનો પાછલો બંધ 77,301.40 હતો. એ જ રીતે નિફ્ટી-50 પણ 576 પોઈન્ટ એટલે કે 2.40 ટકાની તેજી સાથે 24,536ના સ્તરે બંધ આવ્યો હતો. તેનો પાછલો બંધ 23,960 હતો. સેન્સેક્સે 1 ડિસેમ્બર 2025ના રોજ 86,159ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી જ્યારે નિફ્ટી 50 જાન્યુઆરી 5, 2026ના રોજ 26,328.55ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.
ભારતીય અર્થતંત્ર માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સતત મજબૂત થઈ રહી છે. એવામાં શૅરબજારમાં તેજીનો સિલસિલો આગળ પણ ચાલુ રહેવાની આશા છે. તેમણે કહ્યું કે, બજાર માટે સૌથી મોટી પોઝિટિવ વાત બ્રેન્ટ ક્રૂડના ભાવમાં આવેલો 10 ટકાનો જંગી કડાકો છે. બજારની તેજમાં BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પહેલી વખત રૂ. 500 લાખ કરોડને પાર નીકળી ગઈ. શરૂઆતના સત્રમાં તે 501 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગઈ હતી. પાછલા સત્રમાં ક્લોઝિંગ પછી આ આંકડો રૂ. 494.4 લાખ કરોડ હતો. એટલે કે બજારની તેજીમાં અંદાજે રૂ. 7 લાખ કરોડનો વધારો નોંધાયો છે.

FIIની જંગી ખરીદી
ભારતીય શૅરબજારમાં બુધવારે 4 નવેમ્બરના સત્રમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો એટલે કે FIIsએ અંદાજે રૂ. 7,284 કરોડની શુદ્ધ ખરીદી કરી હતી. વિદેશી રોકાણકારો તરફથ ફરીથી ખરીદી શરૂ થવી એ ઘરેલુ બજાર માટે રાહતની વાત છે. આગામી દિવસોમાં પણ વિદેશી રોકાણ ચાલુ રહે તો તેનાથી શૅરબજારમાં વર્તમાન રિકવરીને વધુ મજબૂતી મળી શકે છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો
ઘરેલુ બજારોને ટેકો આપવાનું કામ ક્રૂડ ઓઈલના ભાવમાં તિવ્ર ઘટાડાએ કર્યું છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ આસપ્તાહે અંદાજે 16 ટકા જેટલા ગગડીને પ્રતિ બેલ 94 ડોલરની નીચે આવી ગયા છે, જે બે મહિનાનું નીચલું સ્તર પણ છે. માત્ર પાછલા સેશનમાં ક્રૂડના ભાવ અંદાજે 9 ટકા ગગડી ગયા હતા. અમેરિકાની મિડ ટર્મ ચૂંટણીમાં પ્રમુખ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકની હારથી પશ્ચિમ એશિયામાં શાંતિની આશા વધી ગઈ છે. ક્રૂડ ઓઈલના ભાવમાં આ ઘટાડો અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલુ સંઘર્ષ ખતમ થવાની આશાથી આવી છે. આ સંઘર્ષ અને તેના કારણે ક્રૂડ ઓઈલના ઊંચા ભાવે અમેરિકાની મધ્યવર્તિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના પરાજયમાં મહત્વની ભૂમિકા ભજવી છે. એવામાં હવે બંને દેશો વચ્ચે તણાવ ઘટી જવાની અને સમજૂતીની સંભાવના વધી ગઈ છે.
વૈશ્વિક બજારમાં તેજી, ઘરેલૂ બજારોને ટેકો
અમેરિકન શૅર બજાર બુધવારે મોટી લીડ સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજમાં 3 ટકાની તેજી આવી હતી. બીજીબાજુ એસએન્ડપી 500 ઈન્ડેક્સ 1.58 ટકા અને નાસ્ડેક કમ્પોઝિટ 0.91 ટકા વધ્યા હતા. હકીકતમાં મિડ ટર્મ ચૂંટણી પછી ડેમોક્રેટિકટ પાર્ટી સેનેટ અને હાઉસમાં મજબૂત થઈ ગઈ છે. તેના કારણે પ્રમુખ ટ્રમ્પની શક્તિઓ પર નિયંત્રણની અપેક્ષાએ બજારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

વિક્રમ સંવત 2082નું છેલ્લું ટ્રેડિંગ સેશન : સેન્સેક્સ 81,028 અને નિફ્ટી 25,030 પર બંધ

ધનતેરસે NSEનો ધમાકો! માર્કેટ કેપ ₹5,000 કરોડ ડોલરને પાર

Diwali Stock Picks: સંવત 2083 માટે 5 બ્રોકરેજના પસંદગીના શેર, જાણો કોના પર કેટલો ટાર્ગેટ

બ્રોકરેજની રેસમાં ઉલટફેર: Angel Oneએ Zerodhaને પાછળ છોડી બીજું સ્થાન મેળવ્યું, Groww ટોચ પર

SEBI New Rule: એપ્રિલ 2027થી મ્યુચ્યુઅલ ફંડ સેટલમેન્ટ નિયમો બદલાશે, રોકાણકારો પર શું અસર?

વૈશ્વિક બજારોમાં બ્લેક ફ્રાઇડે: જાપાન-કોરિયા ધડામ, શું ભારતીય રોકાણકારોએ ડરવું જોઈએ?

સેન્સેક્સએ 80,000ની સપાટી બનાવી, નિફ્ટી50 24,600ની ઉપર







