સાઉથ આફ્રિકાની કંપનીનું એક્વિઝિશન કરતાં સોલર ઇન્ડસ્ટ્રીઝનો શેર 14 ટકા ખાબક્યો
સોલર ઇન્ડસ્ટ્રીઝે સાઉથ આફ્રિકાની કંપની ઓમ્યિના હોલ્ડિંગ્સ ખરીદતા તેના શેરના ભાવમાં કડાકો બોલ્યો

અમદાવાદઃ સોલર ઇન્ડસ્ટ્રીઝનો શેર મંગળવારે 14 ટકા ખાબક્યો હતો. કંપની સાઉથ આફ્રિકા સ્થિત ઓમ્નિયા હોલ્ડિંગ્સને 12,951 કરોડમાં ખરીદવાની હોઈ તેના શેરના ભાવમાં ઘટાડો થયો છે. જો કે આ એક્વિઝિશન નિયમનતંત્રની મંજૂરીને આધીન છે. આ ટ્રાન્ઝેકશન્સમાં ઓમ્નિયાના 100 ટકા શેર ખરીદવામાં આવનારા છે.
મંગળવારે બીએસઇ પર તેનો શેર આ એક્વિઝિશનના પગલે લગભગ 14 ટકા તૂટીને 19,273 થઈ ગયો હતો. આમ તેણે લગભગ ત્રણ હજાર રૂપિયાનો ઘટાડો નોંધાવ્યો હતો. સોલરનો શેર ડિફેન્સ ઇન્ડેક્સમાં 12 ટકા વેઇટેજ ધરાવતો હોવાથી તેમાં આવેલા કડાકાથી તેનો શેર પણ નીચે આવ્યો હતો.
કંપની આ એક્વિઝિશન માટે પ્રતિ શેર રૂ. 134.5 એટલે કે 1.35 ડોલરની ચૂકવણી કરશે. આ એક્વિઝિશન 2027ના મધ્યાંતર સુધીમાં પૂરું થાય તેમ માનવામાં આવે છે. આ સોદો પૂરો થયા પછી ઓમ્નિયા જોહાનિસબર્ગ શેરબજાર અને એટુએક્સ માર્કેટમાંથી ડીલિસ્ટ થશે. કંપની 23 દેશોમાં હાજરી ધરાવે છે અને 3,500થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.
સોલર ઇન્ડસ્ટ્રીઝનું કહેવું છે કે આ એક્વિઝિશનના લીધે કંપનીના ગ્લોબલ એક્સ્પ્લોઝિવ્સ અને માઇનિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર તરીકેનું સ્થાન વધુ મજબૂત થશે. તેના લીધે કંપની આફ્રિકા અને અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં તેનું સ્થાન વધુ મજબૂત બનાવશે.
ગોલ્ડમેને સોલર ઇન્ડસ્ટ્રીઝ માટે રૂ. 26,550ના ટાર્ગેટ સાથે બાય રેટિંગ આપ્યું છે. આમ તેણે 25 ટકા ઉપર ભાવ આપ્યો છે. બ્રોકરેજે જણાવ્યું હતું કે આ એક્વિઝિશનના લીધે સોલર સાઉથ આફ્રિકામાં સૌથી મોટી કંપની બની જશે. તેના પગલે કોમર્સિયલ અને બ્લાસ્ટિંગ સોલ્યુશન્સમાં અગ્રણી કંપની બનશે. તેની સાથે કંપની બ્લાસ્ટિંગ સોલ્યુશન્સ અને કોમર્સિયલ એક્સ્પ્લોઝિવ્સ માટે વૈશ્વિક પ્લેટફોર્મ બનાવશે. બ્લૂમબર્ગના ડેટા મુજબ સોલર ઇન્ડસ્ટ્રીઝ માટે 18માંથી 15 વિશ્લેષકોએ બાય રેટિંગ આપ્યું છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

વિક્રમ સંવત 2082નું છેલ્લું ટ્રેડિંગ સેશન : સેન્સેક્સ 81,028 અને નિફ્ટી 25,030 પર બંધ

ધનતેરસે NSEનો ધમાકો! માર્કેટ કેપ ₹5,000 કરોડ ડોલરને પાર

Diwali Stock Picks: સંવત 2083 માટે 5 બ્રોકરેજના પસંદગીના શેર, જાણો કોના પર કેટલો ટાર્ગેટ

બ્રોકરેજની રેસમાં ઉલટફેર: Angel Oneએ Zerodhaને પાછળ છોડી બીજું સ્થાન મેળવ્યું, Groww ટોચ પર

SEBI New Rule: એપ્રિલ 2027થી મ્યુચ્યુઅલ ફંડ સેટલમેન્ટ નિયમો બદલાશે, રોકાણકારો પર શું અસર?

વૈશ્વિક બજારોમાં બ્લેક ફ્રાઇડે: જાપાન-કોરિયા ધડામ, શું ભારતીય રોકાણકારોએ ડરવું જોઈએ?

સેન્સેક્સએ 80,000ની સપાટી બનાવી, નિફ્ટી50 24,600ની ઉપર






