Opening Bell: શેરબજારમાં આજે રોકાણકારોને 'દિવાળી'! સેન્સેક્સ અને નિફ્ટી બમ્પર તેજી સાથે ખુલ્યા
ભારતીય શેરબજારમાં આજે ધૂમ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 1609.54 પોઈન્ટ અથવા 2.08% વધીને 78,910.94ના સ્તરે ખુલ્યો છે, જ્યારે નિફ્ટી 417.45 પોઈન્ટ અથવા 1.74% વધીને 24,378.05ના સ્તરે ખુલ્યો છે. ભારતીય શેરબજારમાં 4 નવેમ્બરના રોજ, FII (વિદેશી સંસ્થાકીય રોકાણકારો) દ્વારા કરવામાં આવેલી મજબૂત ખરીદી અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા સહિતના વિવિધ કારણોસર, બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત પાંચમા સત્રમાં વધારો જોવા મળ્યો હતો.

Opening Bell: ભારતીય શેરબજારમાં આજે ધૂમ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 1609.54 પોઈન્ટ અથવા 2.08% વધીને 78,910.94ના સ્તરે ખુલ્યો છે, જ્યારે નિફ્ટી 417.45 પોઈન્ટ અથવા 1.74% વધીને 24,378.05ના સ્તરે ખુલ્યો છે.
ભારતીય શેરબજારમાં 4 નવેમ્બરના રોજ, FII (વિદેશી સંસ્થાકીય રોકાણકારો) દ્વારા કરવામાં આવેલી મજબૂત ખરીદી અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા સહિતના વિવિધ કારણોસર, બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત પાંચમા સત્રમાં વધારો જોવા મળ્યો હતો.
ચાર નવેમ્બરના રોજ, BSE Sensex 383.55 પોઈન્ટ અથવા 0.5% વધીને 77,301.40 ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 149.75 પોઈન્ટ અથવા 0.63% વધીને 23,960.60 ના સ્તરે પહોંચ્યો હતો. આ દરમિયાન, 2,948 શેરોમાં વધારો થયો હતો, 1,260 શેરોમાં ઘટાડો નોંધાયો હતો અને 170 શેરો યથાવત રહ્યા હતા.
અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટ્સે કોંગ્રેસનાં બંને ગૃહમાં બહુમતી મેળવ્યા બાદ રાજકીય અનિશ્ચિતતા ઘટતાં વૉલ સ્ટ્રીટમાં ખરીદી જોવા મળી હતી. ડાઉ જોન્સ 1,569.40 પોઇન્ટ અથવા 3% વધીને 53,356.12 પર બંધ રહ્યો હતો. S&P 500માં 1.6% અને નાસ્ડેક કમ્પોઝિટમાં 1.4%નો વધારો નોંધાયો હતો. જોકે, AI સંબંધિત નિયમો કડક બનવાની ચિંતાએ ડેટા સેન્ટર સાથે જોડાયેલા શેરો પર દબાણ રાખ્યું હતું.
NIFTY 50: 24,350.95 (+1.63%)
Top Gainers:
1) Inter globe: +5.76%
2) Asian Paints: +4.83%
3) Shriram Finance: +4.37%
Top Losers:
1) ONGC: -1.22%
Active by volume:
1) HDFC Bank: +2.56%
2) ICICI Bank: +1.94%
3) Tata Steel: +0.68%
Active by value:
1) HDFC Bank: +2.58%
2) ICICI Bank: +1.76%
3) Interglobe: +6.46%
52 Week High:
1) Adani Ports SEZ: +1.19%
2) JSW Steel: +0.95%
3) Kotak Bank: +0.89%
NIFTY BANK: 56,863.95 (+1.70%)
Top Gainers:
1) AU Small Finance Bank: +3.28%
2) IDFC First Bank: +2.73%
3) Axis Bank: +2.59%
Top Losers:
1) Federal Bank: -0.48%
Active by volume:
1) YES Bank: +1.28%
2) HDFC Bank: +2.71%
3) ICICI Bank: +2.03%
Active by value:
1) HDFC Bank: +2.88%
2) ICICI Bank: +2.11%
3) SBI: +1.23%
52 Week High:
1) Kotak Bank: +0.93%
SENSEX: 78,713.84 (+1.82%)
Top Gainers:
1) InterGlobe: +5.59%
2) Asian Paints: +4.28%
3) Maruti Suzuki: +3.96%
Top Losers:
1) Bharti Airtel: -0.37%
Active by volume:
1) HDFC Bank: +2.41%
2) Tata Steel: +1.10%
3) ICICI Bank: +2.22%
Active by value:
1) HDFC Bank: +2.50%
2) ICICI Bank: +2.40%
3) Bajaj Finance: +4.09%
52 Week High:
1) Adani Ports SEZ: +0.98%
2) Kotak Bank: +0.39%
આ પણ વાંચો: Strait of Hormuzમાં ભારત સહિત ચાર દેશોનાં જહાજોને છૂટ, ટ્રાન્ઝિટ ફી અંગે ઈરાને શું કહ્યું
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

વિક્રમ સંવત 2082નું છેલ્લું ટ્રેડિંગ સેશન : સેન્સેક્સ 81,028 અને નિફ્ટી 25,030 પર બંધ

ધનતેરસે NSEનો ધમાકો! માર્કેટ કેપ ₹5,000 કરોડ ડોલરને પાર

Diwali Stock Picks: સંવત 2083 માટે 5 બ્રોકરેજના પસંદગીના શેર, જાણો કોના પર કેટલો ટાર્ગેટ

બ્રોકરેજની રેસમાં ઉલટફેર: Angel Oneએ Zerodhaને પાછળ છોડી બીજું સ્થાન મેળવ્યું, Groww ટોચ પર

SEBI New Rule: એપ્રિલ 2027થી મ્યુચ્યુઅલ ફંડ સેટલમેન્ટ નિયમો બદલાશે, રોકાણકારો પર શું અસર?

વૈશ્વિક બજારોમાં બ્લેક ફ્રાઇડે: જાપાન-કોરિયા ધડામ, શું ભારતીય રોકાણકારોએ ડરવું જોઈએ?

સેન્સેક્સએ 80,000ની સપાટી બનાવી, નિફ્ટી50 24,600ની ઉપર







