IPOમાં રોકાણકારોએ નહીં... આ લોકોએ કમાયા કરોડો! જાણો કોણ છે અસલી વિજેતા
ભારતીય IPO માર્કેટમાં તેજી વચ્ચે કંપનીઓ અને રોકાણકારોની સાથે Investment Banksની કમાણીમાં પણ મોટો વધારો થયો છે. 2026માં IPO, FPO અને SME ઈશ્યૂ મેનેજ કરીને આ ક્ષેત્રે કરોડોની ફી આવક મેળવી છે.

શેરબજારમાં IPOનો ક્રેઝ સતત વધી રહ્યો છે. કંપનીઓ કરોડો રૂપિયા ભેગા કરવા માટે IPO લાવી રહી છે અને રોકાણકારો નવા શેર માટે અરજી કરી રહ્યા છે. પરંતુ IPOની આ દોડમાં એક વર્ગ એવો પણ છે જે કંપનીનું લિસ્ટિંગ કે રોકાણકારોને શેર મળ્યો કે નહીં તેની ચિંતા કર્યા વગર કમાણી કરી રહ્યો છે. આ વર્ગ છે Investment Banks.
IPOમાં કમાણીનો મોટો હિસ્સો Investment Banksનો
IPO ભરવો કે નહીં, IPO લાગ્યો કે નહીં અને લિસ્ટિંગ ગેઈન મળ્યો કે નહીં આ બાબતોને લઈને સામાન્ય રોકાણકારો સતત ચર્ચા કરતા રહે છે. જો IPOનું લિસ્ટિંગ ઊંચા ભાવે થાય અને શેર ન મળે તો ઘણા રોકાણકારો નિરાશ પણ થાય છે. પરંતુ બીજી તરફ Investment Banks IPO પ્રક્રિયા સંભાળીને ફી દ્વારા આવક મેળવે છે. IPO લાવવા માટે Investment Banks સામાન્ય રીતે 0.5 ટકાથી 7 ટકા સુધીની ફી ચાર્જ કરે છે.
2026માં IPO માર્કેટથી હજારો કરોડની ફી આવક
ભારતીય IPO માર્કેટમાં તેજી વચ્ચે 2026નું વર્ષ Investment Banks માટે મહત્વપૂર્ણ રહ્યું છે. 2026માં સપ્ટેમ્બર સુધીમાં 81 Mainboard IPO માટે Investment Banksને મળેલી ફીની આવક લગભગ ₹2,274 કરોડ સુધી પહોંચી છે. આ IPOનું કુલ કદ લગભગ ₹1.05 લાખ કરોડ છે. આ ઉપરાંત Investment Banks SME IPO અને Follow-on Public Offer (FPO) પણ મેનેજ કરે છે. 2026ના સપ્ટેમ્બર સુધીમાં કુલ 107 લીડર મેનેજરોએ Mainboard અને SMEના 377 IPO અને FPO મેનેજ કર્યા છે. આ ઈશ્યૂની કુલ સાઈઝ ₹8,13,587 કરોડ રહી છે. જો માત્ર 1 ટકા ફીને આધારે ગણતરી કરવામાં આવે તો પણ આ રકમ ₹8,135 કરોડથી વધુ થાય છે.

Investment Banks IPOમાં શું કામ કરે છે?
જ્યારે કોઈ કંપની IPO લાવવાની તૈયારી કરે છે ત્યારે Investment Banks તેની સાથે જોડાય છે. તેઓ કંપનીનું વેલ્યુએશન નક્કી કરવામાં મદદ કરે છે, IPOની પ્રક્રિયાનું સંચાલન કરે છે, રોકાણકારો સુધી કંપનીની માહિતી પહોંચાડે છે અને શેર વેચાણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ સમગ્ર પ્રક્રિયા બદલ તેમને Lead Manager અથવા Book Running Lead Manager તરીકે ફી મળે છે.
NSE IPOમાં પણ મળી હતી મોટી ફી
NSEના ₹22,561 કરોડના IPOમાં 20 Book Running Lead Managers સામેલ હતા. આ તમામને 0.82 ટકા ફી અને કમિશન ચૂકવવામાં આવ્યું હતું. એટલે કે 20 કંપનીઓને મળીને કુલ ₹186.20 કરોડની ફી મળી હતી.
Investment Banking ક્ષેત્રમાં નવી કંપનીઓની એન્ટ્રી
IPO માર્કેટમાં વધતી તકને કારણે Investment Banking ક્ષેત્રમાં નવી કંપનીઓ પણ પ્રવેશી રહી છે. તાજેતરમાં Zerodhaએ Investment Banking ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. Edelweiss Wealth Management Servicesના ભૂતપૂર્વ CEO નીતિન જૈને Neo Wealth શરૂ કરીને લાઇસન્સ મેળવ્યું છે. આ ઉપરાંત Middle Eastની Investment કંપની Emirates NBD Capitalને પણ SEBI તરફથી Category-1 લાઇસન્સ મળ્યું છે.CAPRI Global Capital Markets, Neomile Capital Advisors અને InCred Capital Financial Services જેવી કંપનીઓ પણ આ ક્ષેત્રમાં પ્રવેશી છે. SEBIમાં કુલ 251 Merchant Banksનું રજિસ્ટ્રેશન છે અને હજુ 10 કંપનીઓ મંજૂરીની રાહ જોઈ રહી છે.
આ પણ વાંચો: મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
રોકાણકારો માટે શું સમજવું જરૂરી?
IPO માર્કેટમાં તેજીનો ફાયદો માત્ર કંપનીઓને ફંડ એકત્ર કરવામાં જ નથી મળતો. તેની સાથે Investment Banks, કાયદાકીય સલાહકારો, ફાઇનાન્સિયલ સર્વિસ કંપનીઓ અને સ્ટોક એક્સચેન્જ જેવી સમગ્ર માર્કેટ ઇકોસિસ્ટમને લાભ મળે છે. પરંતુ રોકાણકારો માટે સાવચેતી જરૂરી છે. દરેક IPO સફળ બને તે જરૂરી નથી. રોકાણ કરતા પહેલાં કંપનીનું બિઝનેસ મોડલ, વેલ્યુએશન, નફો, દેવું અને ભવિષ્યની વૃદ્ધિ ક્ષમતા સમજવી મહત્વપૂર્ણ છે. અત્યારે IPO માર્કેટમાં કંપનીઓથી લઈને Investment Banks સુધી દરેક માટે તક ઊભી થઈ છે. પરંતુ રોકાણકારો માટે સૌથી મહત્વની વાત માત્ર લિસ્ટિંગ ગેઈન નહીં, પરંતુ કંપનીના ફંડામેન્ટલ્સને સમજવાની છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

વિક્રમ સંવત 2082નું છેલ્લું ટ્રેડિંગ સેશન : સેન્સેક્સ 81,028 અને નિફ્ટી 25,030 પર બંધ

ધનતેરસે NSEનો ધમાકો! માર્કેટ કેપ ₹5,000 કરોડ ડોલરને પાર

Diwali Stock Picks: સંવત 2083 માટે 5 બ્રોકરેજના પસંદગીના શેર, જાણો કોના પર કેટલો ટાર્ગેટ

બ્રોકરેજની રેસમાં ઉલટફેર: Angel Oneએ Zerodhaને પાછળ છોડી બીજું સ્થાન મેળવ્યું, Groww ટોચ પર

SEBI New Rule: એપ્રિલ 2027થી મ્યુચ્યુઅલ ફંડ સેટલમેન્ટ નિયમો બદલાશે, રોકાણકારો પર શું અસર?

વૈશ્વિક બજારોમાં બ્લેક ફ્રાઇડે: જાપાન-કોરિયા ધડામ, શું ભારતીય રોકાણકારોએ ડરવું જોઈએ?

સેન્સેક્સએ 80,000ની સપાટી બનાવી, નિફ્ટી50 24,600ની ઉપર







