IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી
IPO લિસ્ટિંગ બાદ Hero Motors, SS Retail અને Jindal Supremeના શેરમાં તેજી જોવા મળી છે. ત્રણેય કંપનીઓના શેરમાં લિસ્ટિંગ પછી રોકાણકારોનું ધ્યાન કેન્દ્રિત થયું છે.

શેરબજારમાં એકસાથે લિસ્ટ થયેલા ત્રણ મેઈનબોર્ડ IPO — Hero Motors, SS Retail અને Jindal Supreme —ના શેરમાં લિસ્ટિંગ પછી તેજી જોવા મળી છે. ત્રણેય કંપનીઓના શેરમાં બુધવારે લિસ્ટિંગ બાદ ગુરુવારે પણ ખરીદીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જેમાં કેટલાક શેરમાં 17% સુધીનો ઉછાળો નોંધાયો હતો.
Hero Motorsના શેરમાં 16%થી વધુ તેજી
Hero Motorsનો શેર IPO કિંમત ₹84 સામે NSE પર ₹82ના ભાવે લિસ્ટ થયો હતો, જે 2.38%ના ઘટાડા સાથેની શરૂઆત હતી. જોકે, બાદમાં શેરમાં તેજી આવી હતી અને તે ₹98.40ના ભાવે બંધ થયો હતો. કંપનીનો IPO કુલ 6.66 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. લિસ્ટિંગના બીજા દિવસે સવારે લગભગ 9:30 વાગ્યે Hero Motorsનો શેર અગાઉના બંધ ભાવની સરખામણીમાં 16.70% વધીને ₹114.79 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
SS Retailને લિસ્ટિંગ બાદ મજબૂત પ્રતિસાદ
SS Retailના શેરે લિસ્ટિંગ સમયે સૌથી મોટો ઉછાળો નોંધાવ્યો હતો. કંપનીનો IPO ભાવ ₹424 હતો, જ્યારે NSE પર શેર ₹624ના ભાવે લિસ્ટ થયો હતો, એટલે કે 47.17%ના પ્રીમિયમ સાથે શરૂઆત થઈ હતી. SS Retailનો IPO કુલ 107.41 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. લિસ્ટિંગ બાદ બીજા દિવસે શેરમાં 17.03%નો વધારો જોવા મળ્યો હતો.
Jindal Supremeના શેરમાં અપર સર્કિટ
Jindal Supremeનો IPO ભાવ ₹93 હતો અને NSE પર તેનો શેર ₹120ના ભાવે લિસ્ટ થયો હતો. એટલે કે લિસ્ટિંગ સમયે શેરમાં 29.03%નો વધારો નોંધાયો હતો. કંપનીનો IPO 177.03 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. લિસ્ટિંગના બીજા દિવસે શેર ₹126ના બંધ ભાવથી વધીને 5%ના અપર સર્કિટ સાથે ₹132.30 પર પહોંચ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન: ભૂકંપ આવતાં જ આપમેળે લાગશે બ્રેક!
આ પણ જુઓ :
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

વિક્રમ સંવત 2082નું છેલ્લું ટ્રેડિંગ સેશન : સેન્સેક્સ 81,028 અને નિફ્ટી 25,030 પર બંધ

ધનતેરસે NSEનો ધમાકો! માર્કેટ કેપ ₹5,000 કરોડ ડોલરને પાર

Diwali Stock Picks: સંવત 2083 માટે 5 બ્રોકરેજના પસંદગીના શેર, જાણો કોના પર કેટલો ટાર્ગેટ

બ્રોકરેજની રેસમાં ઉલટફેર: Angel Oneએ Zerodhaને પાછળ છોડી બીજું સ્થાન મેળવ્યું, Groww ટોચ પર

SEBI New Rule: એપ્રિલ 2027થી મ્યુચ્યુઅલ ફંડ સેટલમેન્ટ નિયમો બદલાશે, રોકાણકારો પર શું અસર?

વૈશ્વિક બજારોમાં બ્લેક ફ્રાઇડે: જાપાન-કોરિયા ધડામ, શું ભારતીય રોકાણકારોએ ડરવું જોઈએ?

સેન્સેક્સએ 80,000ની સપાટી બનાવી, નિફ્ટી50 24,600ની ઉપર







