Gold Silver Price : સોના અને ચાંદી આજે ફરી ચમક્યા, જાણો કેટલો છે ભાવ?
અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 65 ઘટીને રૂ. 15407, 22 કેરેટનો ભાવ રૂ. 60 ઘટીને રૂ. 14,124 અને 18 કેરેટનો ભાવ રૂ. 49 ઘટીને રૂ. 11,557 થયો

સોના (Gold) અને ચાંદી (Silver)ના ભાવમાં મંગળવારે સવારે ફરી એક વખત તેજી જોવા મળી છે. સપ્તાહની શરૂઆતમાં બંને કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો આવ્યો હતો. જોકે, મંગળવારે બજારમાં સુધારો જોવા મળ્યોછે. આંતરરાષ્ટરીય બજારમાં એટલે કે Comex પર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો જ્યારે ચાંદીની ચમક જળવાઈ રહી હતી. ઘરેલુ બજારમાં MCX પર સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. જોકે, રીટેલ બજારમાં મંગળવારે શરૂઆતમાં સોનાના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ ગોલ્ડ પ્રતિ ગ્રામ રૂ. 15,535,22 કેરેટ ગોલ્ડ પ્રતિગ્રામ રૂ. 14,240 અને 18 કેરેટ ગોલ્ડ પ્રતિ ગ્રામ રૂ. 11,651ના ભાવે વેચાઈ રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીમાં ચમક, સોનામાં નરમાઈ
આંતરરાષ્ટ્રીય બજાર Comexના મંગળવાર સવારના આંકડા જોઈએ તો સોનામાં 0.7 ટકાની નરમાઈ જોવા મળી છે. સોનાનો ભાવ પ્રિત ઔંસ 4473.50 ડોલરે પહોંચી ગયો છે. ચાંદીનો ભાવ 1.01 ટકા ઉછળ્યો છે. ચાંદી પ્રતિ ઔંસ 67.425 ડોલર પર ટ્રેડ થતી જોવા મળી હતી. બીજીબાજુ ઘરેલુ બજારમાં સોના અને ચાંદી બંનેમાં ચમક જોવા મળી છે. MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ અંદાજે રૂ. 1.53 લાખની આજુબાજુ ટ્રેડ થતો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ ઊછળીને પ્રતિ કિલો રૂ. 2.40 લાખની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે.
સોના-ચાંદીમાં ખરીદી પહેલાં ચેક કરો ભાવ
ભારતમાં સોના અને ચાંદીમાં તેજી જોવા મળતા રિટેલ બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યા છે. ગૂડ રિટર્ન્સ મુજબ 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂ. 15,535, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂ. 14,240 અને 18 કેરેટ સોનાનો ભાવ રૂ. 11,651 છે. 7 સપ્ટેમ્બરની સરખામણીમાં મંગળવારે સોનાના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. સોનામાં અનુક્રમે 24 કેરેટમાં રૂ. 186, 22 કેરેટમાં રૂ. 110 અને 18 કેરેટમાં રૂ. 90નો ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં પણ રિટેલ બજારમાં સોનાનો ભાવ આંશિક ઘટ્યો છે. અમદાવાદમાં 24 કેરેટનો ભાવ રૂ. 65 ઘટીને રૂ. 15407, 22 કેરેટનો ભાવ રૂ. 60 ઘટીને રૂ. 14,124 અને 18 કેરેટનો ભાવ રૂ. 49 ઘટીને રૂ. 11,557 થયો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

વિક્રમ સંવત 2082નું છેલ્લું ટ્રેડિંગ સેશન : સેન્સેક્સ 81,028 અને નિફ્ટી 25,030 પર બંધ

ધનતેરસે NSEનો ધમાકો! માર્કેટ કેપ ₹5,000 કરોડ ડોલરને પાર

Diwali Stock Picks: સંવત 2083 માટે 5 બ્રોકરેજના પસંદગીના શેર, જાણો કોના પર કેટલો ટાર્ગેટ

બ્રોકરેજની રેસમાં ઉલટફેર: Angel Oneએ Zerodhaને પાછળ છોડી બીજું સ્થાન મેળવ્યું, Groww ટોચ પર

SEBI New Rule: એપ્રિલ 2027થી મ્યુચ્યુઅલ ફંડ સેટલમેન્ટ નિયમો બદલાશે, રોકાણકારો પર શું અસર?

વૈશ્વિક બજારોમાં બ્લેક ફ્રાઇડે: જાપાન-કોરિયા ધડામ, શું ભારતીય રોકાણકારોએ ડરવું જોઈએ?

સેન્સેક્સએ 80,000ની સપાટી બનાવી, નિફ્ટી50 24,600ની ઉપર






