ESDS સોફ્ટવેર સોલ્યુશન શેર પ્રાઇસમાં સળંગ બીજા દિવસે લોઅર સર્કિટ
ESDS સોફ્ટવેર સોલ્યુશન શેર પ્રાઇસ રૂ. 429ના લિસ્ટિંગ પ્રાઇસ સાથે ચાર ગણો વધ્યો હતો

ESDS Software Soluntion Share Price: ESDS સોફ્ટવેર સોલ્યુશન શેર પ્રાઇસમાં સળંગ બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. આ શેર તેના રૂ. 429ના લિસ્ટિંગ પ્રાઇસથી કેટલાક દિવસોમાં ચાર ગણો વધી ગયો હતો, પણ હવે તેમા સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે પણ આ શેરમાં પાંચ ટકાની લોઅર સર્કિટ લાગી હતી. કંપનીના નબળા ત્રિમાસિક પરિણામની અસર તેના શેરના ભાવ પર પણ જોવા મળી છે.
કંપનીની જુન ક્વાર્ટરની આવક અગાઉના ક્વાર્ટરની તુલનાએ 20 ટકા ઘટી છે. જ્યારે ચોખ્ખા નફામાં 56 ટકા ઘટાડો થયો છે. ESDS સોફ્ટવેર સોલ્યુશન્સમાં સોમવારે સળંગ બીજા દિવસે પાંચ ટકાની લોઅર સર્કિટ લાગી હતી, આ પહેલા અગાઉના દિવસે પણ તેમાં લોઅર સર્કિટ લાગી હતી. તેનો ચોખ્ખો નફો અગાઉના સમાન સમયગાળાના 56.7 ટકાથી ઘટીને 29 કરોડ રૂપિયા થયો હતો. જ્યારે બ્રોકિંગને તે રૂ. 250 કરોડ થવાનો અંદાજ હતો.
ઓસ્ટ્રેલિયાના ડીલમાં વિલંબ
ગયા સપ્તાહે પરિણામની થયેલી બેઠકમાં કંપનીના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટરમાં એક વખત મળનારી આવક કંપનીની સહાયક કંપનીમાં નોંધાઈ હતી. બજારને ઓસ્ટ્રેલિયાના ડીલમાંથી આવકની આશા હતી. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં થનારી ડીલ દોઢ મહિનો આગળ ખેંચાઈ ગઈ છે. હવે આ ડીલની આવક નાણાકીય વર્ષ 2026-27ના ત્રીજા ક્વાર્ટરમાં આવવાની આશા છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહથી તેનો પ્રારંભ થઈ શકે છે.
આવક અંદાજ ઘટાડાયો
બ્રોકરેજીસ હાઉસે નાણાકીય વર્ષ 2026-27 માટે કંપનીની આવકનો અંદાજ ઘટાડ્યો છે. આ અંદાજ ઘટાડીને રૂ. 1,876 કરોડ કરવામાં આવ્યો છે. આ પહેલા આ અંદાજ રૂ. 2,263 કરોડ રૂપિયા હતો. કંપનીના મેનેજમેન્ટે વર્તમાન કે આગામી વર્ષ માટે કોઈ નિર્દેશ આપ્યા નથી. નાણાકીય વર્ષ 2025-26માં કંપનીને લગભગ 20 ટકા આવક અને નફામાં એક વખત મળનારા ઘટકોનું પ્રદાન હતું. કંપનીએ આઇપીઓ દરમિયાન તેની વિગત આપી ન હતી. થોડા દિવસ પહેલાં જ કંપનીને રેટિંગ આપવાનું શરૂ કરીને શેરને લેવાનું રેટિંગ આપ્યું હતું. હવે આ રેટિંગ ઘટાડીને વેચવાનું કરી દીધું છે. જો કે બ્રોકરેજે શેરનું મૂલ્ય રૂ. 1,550 પર જાળવી રાખ્યું છે. સોમવારે કંપનીનો શેર પાંચ ટકાના ક્રેશ સાથે રૂ. 1,669.80 પર બંધ આવ્યો હતો.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

વિક્રમ સંવત 2082નું છેલ્લું ટ્રેડિંગ સેશન : સેન્સેક્સ 81,028 અને નિફ્ટી 25,030 પર બંધ

ધનતેરસે NSEનો ધમાકો! માર્કેટ કેપ ₹5,000 કરોડ ડોલરને પાર

Diwali Stock Picks: સંવત 2083 માટે 5 બ્રોકરેજના પસંદગીના શેર, જાણો કોના પર કેટલો ટાર્ગેટ

બ્રોકરેજની રેસમાં ઉલટફેર: Angel Oneએ Zerodhaને પાછળ છોડી બીજું સ્થાન મેળવ્યું, Groww ટોચ પર

SEBI New Rule: એપ્રિલ 2027થી મ્યુચ્યુઅલ ફંડ સેટલમેન્ટ નિયમો બદલાશે, રોકાણકારો પર શું અસર?

વૈશ્વિક બજારોમાં બ્લેક ફ્રાઇડે: જાપાન-કોરિયા ધડામ, શું ભારતીય રોકાણકારોએ ડરવું જોઈએ?

સેન્સેક્સએ 80,000ની સપાટી બનાવી, નિફ્ટી50 24,600ની ઉપર







