KuberaNowLogo
Tuesday, 17/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Expert Speaks : ચાંદીમાં 60%નો કડાકો! હવે વધુ તૂટશે કે આવશે રિકવરી?

મજબૂત ડોલર, ઊંચી બોન્ડ યીલ્ડ અને ઔદ્યોગિક માગમાં નરમાઈથી ચાંદી પર દબાણ; AI અને સોલાર સેક્ટરની માગ અંગે ચિંતા વચ્ચે Comexમાં $40 અને MCXમાં ₹1.55 લાખનું સ્તર મહત્વનું

kuberanow deskPublished On : 16 Nov 2026
Expert Speaks Jigar Trivedi.jpeg

આંતરરાષ્ટ્રીય બજારમાં વિક્રમી ઊંચા સ્તરેથી ચાંદીના ભાવમાં અંદાજે 60 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો છે. તેની પાછળ મજબૂત અમેરિકન ડોલર, અમેરિકન બોન્ડની ઊંચી યીલ્ડ, ETFથી રોકાણના આઉટફ્લો અને ઔદ્યોગિક માગમાં નરમાઈ જેવા અનેક કારણ છે.


વિશેષરૂપે AI સેક્ટરના વિકાસની ગતિમાં આવેલી સુસ્તી અને સોલાર સેક્ટરની માગ અંગે ચિંતાઓએ ચાંદીના ભાવ પર દબાણ વધાર્યું છે.


ચાંદીના ભાવ ઊંચાસ્તરે પહોંચવાથી ઘરેણાંના વપરાશ પર અસર થઈછે. આ સિવાય, મોંઘી ચાંદીના વિકલ્પ તરીકે કેટલાક ઔદ્યોગિક ક્ષેત્રોમાં અન્ય ધાતુઓના ઉપયોગને પ્રોત્સાહન મળ્યું છે.


નજીકના સમયમાં ચાંદીનું આઉટલૂક સાવધ રહેવાવાળુ છે. અમેરિકન ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિ, ડોલરની ચાલ અને રોકાણના પ્રવાહથી ભાવની દિશા નક્કી થશે.


ચાંદીના મહત્વના સપોર્ટ અને પ્રતિકારક સ્તર

ઘરેલુ બજાર (MCX સિલ્વર) :

મહત્વપૂર્ણ સપોર્ટ : રૂ. 1,55,000

તત્કાલ પ્રતિકારક સ્તર : રૂ. 1,90,000


આંતરરાષ્ટ્રીય બજાર (Comex સિલ્વર) :

મહત્વપૂર્ણ સપોર્ટ : 40 ડોલર પ્રતિ ઔંસ

મહત્વપૂર્ણ પ્રતિકારક સ્તર : 55 ડોલર પ્રતિ ઔંસ


ચાંદી આ મહત્વપૂર્ણ ટેકારૂપ સ્તરથી નીચે ગગડશે તો ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. બીજીબાજુ પ્રતિકારક સ્તરથી ઉપર ટકાઉ તેજી આવતા બજારમાં રિકવરીના સંકેત મળી શકે છે.


લેખક : જિગર ત્રિવેદી

સિનિયર રિસર્ચ એનાલિસ્ટ, ઈન્ડસઈન્ડ સિક્યોરિટીઝ લિ.


આ પણ જૂઓ

Disclaimer - જિગર ત્રિવેદી, ઈન્ડસઈન્ડ સિક્યોરિટીઝ લિ.માં સિનિયર રિસર્ચ એનાલિસ્ટ છે. આ લેખમાં તેમણે આપેલા મંતવ્યો તેમના પોતાના છે. અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શૅર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ના ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn