Holiday List: નવેમ્બરમાં બેન્કોમાં રજાઓની ભરમાર, જાણી લો રજાઓનું લિસ્ટ
નવેમ્બર 2026માં દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈ દૂજ, છઠ પૂજા અને ગુરુ નાનક જયંતી સહિત અનેક તહેવારોને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેન્ક બ્રાન્ચ અનેક દિવસ બંધ રહેશે. જોકે બધી રજાઓ દેશભરમાં એકસાથે લાગુ નહીં પડે.

નવેમ્બર 2026માં તહેવારોની લાંબી યાદી હોવાથી બેન્કિંગ કામકાજ પર તેની સીધી અસર જોવા મળશે. અલગ-અગલ રાજ્યોમાં સ્થાનિક તહેવારો અને સરકારી સૂચનાઓ મુજબ બેન્ક બ્રાન્ચ બંધ રહેશે. જો તમારે કેશ જમા કરાવવું હોય, KYC અપડેટ કરાવવું હોય, લૉકરનું કામ હોય કે દસ્તાવેજ જમા કરાવવા હોય તો બેન્ક જતાં પહેલાં રજાની તારીખ જરૂર ચકાસવી જોઈએ.
કઈ તારીખે બેન્ક બંધ રહી શકે?
- 9 નવેમ્બર: દિવાળી, લક્ષ્મી પૂજા, ગોવર્ધન પૂજા, વિશ્વકર્મા દિવસ
- 10 નવેમ્બર: દિવાળી, બલિ પ્રતિપદા, ગોવર્ધન પૂજા, વિક્રમ સંવત નવું વર્ષ
- 11 નવેમ્બર: ભાઈ દૂજ, ચિત્રગુપ્ત જયંતી, નિંગોલ ચક્કૌબા
- 13 નવેમ્બર: વાંગલા મહોત્સવ
- 16 નવેમ્બર: છઠ પૂજા
- 20 નવેમ્બર: ઇગાસ-બગવાલ
- 23 નવેમ્બર: સેંગ કુટ સ્નેમ
- 24 નવેમ્બર: ગુરુ નાનક જયંતી, કાર્તિક પૂર્ણિમા
- 27 નવેમ્બર: કનકદાસ જયંતી
દરેક શહેરમાં રજા અલગ
બધી રજાઓ દરેક શહેરમાં લાગુ પડતી નથી. ઉદાહરણ તરીકે ગંગટોકમાં 9, 10 અને 11 નવેમ્બર, કાનપુર અને લખનઉમાં 9, 11 અને 24 નવેમ્બર, દેહરાદૂનમાં 10, 20 અને 24 નવેમ્બર, બેંગલુરુમાં 10 અને 27 નવેમ્બર, મુંબઈમાં 10 અને 24 નવેમ્બર, નવી દિલ્હીમાં 24 નવેમ્બર અને પટનામાં 16 નવેમ્બરે બેન્ક રજા રહેશે.
શનિવાર-રવિવારની રજાઓ અલગ
નવેમ્બરમાં 14 અને 28 તારીખે બીજો અને ચોથો શનિવાર હોવાથી દેશભરની બેન્કો બંધ રહેશે. આ ઉપરાંત 1, 8, 15, 22 અને 29 નવેમ્બર રવિવાર હોવાથી સાપ્તાહિક રજા રહેશે.
આ પણ વાંચો: Jio IPO બાદ દેશની ટોપ-3 લિસ્ટેડ કંપનીઓમાં સ્થાન મેળવશે
ઓનલાઇન બેન્કિંગ ચાલુ રહેશે
બ્રાન્ચ બંધ હોવા છતાં મોટાભાગની ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે. UPI, ATM, મોબાઇલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ, NEFT અને RTGS જેવી સેવાઓનો ઉપયોગ કરી શકાશે. જોકે કેટલાક વ્યવહારોમાં પ્રક્રિયાનો સમય વધી શકે છે.
કયા કામ અટકી શકે?
કેશ જમા કે ઉપાડ, KYC અપડેટ, લૉકર સેવા, કાગળના દસ્તાવેજ જમા કરાવવાના કામ, ડિમાન્ડ ડ્રાફ્ટ અને કેટલાક ચેક ક્લિયરિંગ સંબંધિત કામ માટે બ્રાન્ચ ખુલ્લી હોવી જરૂરી છે. એટલે જરૂરી કામ હોય તો રજાઓ પહેલાં જ પૂર્ણ કરી લેવું વધુ યોગ્ય રહેશે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

દર મહિને ગેરંટીડ પેન્શન જેવી આવક: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળશે ₹3.33 લાખ વ્યાજ

SBI 444 Days Special FD: દિવાળીએ ગેરંટીડ રિટર્ન! ₹1000થી શરૂ કરો રોકાણ, જાણો નિયમો

ધનતેરસ પર સ્માર્ટ રોકાણ: માત્ર ₹500ની SIPમાં મેળવો સોનું, શેર અને ડેટનો ફાયદો

Gold ETF Investment : Gold ETFનો ક્રેઝ ઘટ્યો! એક મહિનામાં રોકાણ રૂ.1,150 કરોડ ઘટ્યું

ચાલુ વર્ષે ઘટતા બજાર વચ્ચે પણ સ્મોલ કેપ ફંડ્સનું 17.82 ટકા જેટલું ઊંચું વળતર

ભારતમાં વર્ષે 50 લાખથી વધુ આવક દર્શાવનારા કરદાતાઓનું પ્રમાણ ત્રણ વર્ષમાં બમણું

TRAI New Rules: હવે ટેલિકોમ ફરિયાદ માટે 24x7 મળશે મદદ, 15 દિવસમાં જ લાવવું પડશે નિરાકરણ







