KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold ETF Investment : Gold ETFનો ક્રેઝ ઘટ્યો! એક મહિનામાં રોકાણ રૂ.1,150 કરોડ ઘટ્યું

ઓક્ટોબરમાં Gold ETFમાં થયું રૂ.3,300 કરોડનું રોકાણ, 26 %નો ઘટાડો, સપ્ટેમ્બરમાં થયું હતું રૂ. 4,450 કરોડનું રોકાણ, Gold FoFમાં નવું રોકાણ બંધ થવા અને સોનાના ભાવમાં ઘટાડાની સીધી અસર ETFમાં આવતા નાણાં પર પડી

kuberanow deskPublished On : 5 Nov 2026
GoldETFff
AI Generated Image

ઓક્ટોબરમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ગોલ્ડ ETFમાં અંદાજે રૂ. 3,300 કરોડનું નવું રોકાણ થયું છે. સપ્ટેમ્બરમાં આ આંકડો રૂ.4,450 કરોડ હતો, જે છેલ્લા સાત મહિનાના ઊંચા સ્તરે હતો. આમ, ઓક્ટોબરમાં રોકાણમાં અંદાજે રૂ. 1,150 કરોડ એટલે કે 26 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ આંકડા ફંડ કંપનીઓની એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM)ના આધારે લગાવવામાં આવેલા અંદાજ પર આધારિત છે.


ગોલ્ડ ETFમાં રોકાણ ઘટ્યું

ઓક્ટોબરના બીજા પખવાડિયામાં મોટાભાગની મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ગોલ્ડ ફંડ ઓફ ફંડ્સ (FoF)માં નવું રોકાણ લેવાનું બંધ કરી દીધું છે. આ નિર્ણય સેબીના નિર્દેશો પછી લેવાયો છે. હકીકતમાં દેશણાં સોનાની આયાત વધવા અને રૂપિયા પર દબાણ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. આવા સમયે ગોલ્ડ FoFમાં નવા રોકાણ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. તેની અસર ગોલ્ડ ETFમાં આવતા નાણાં પર પણ પડી હતી.


ગોલ્ડ ETFમાં કેવી રીતે આવે છે નાણાં?

ગોલ્ડ ETFમાં રોકાણ કરવાની ત્રણ મુખ્ય રીત છે. પહેલી રોકાણકાર શૅરબજાર મારફત ગોલ્ડ ઈટીએફના યુનિટ ખરીદી શકે છે. બીજી મોટા રોકાણકાર 25 કરોડ રૂપિયાથી વધુના રોકાણ પર સીધા ફંડ કંપનીઓ મારફત યુનિટ બનાવી શકે છે. ત્રીજી રીત ગોલ્ડ ફંડ ઓફ ફંડ્સની છે. તેમાં રોકાણકારોના નાણાં પહેલા એફઓએફમાં જાય છે અને પછી આ ફંડ ગોલ્ડ ઈટીએફમાં રોકાણ કરે છે. તેથી જ્યારે ગોલ્ડ એફઓએફમાં નવું રોકાણ બંધ થયું તો ગોલ્ડ ઈટીએફમાં નાણાં આવવાના એક રસ્તા પર પણ અસર થઈ.


GoldETFf.png


સોનાના ભાવમાં થયો ઘટાડો

વર્ષ 2025માં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી આવી હતી. તેના પગલે ગોલ્ડ અને સિલ્વર ઈટીએફમાં રોકાણકારોનો રસ ઘણો વધી ગયો હતો. જોકે, વર્ષ 2026માં બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. વિશેષરૂપે સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન સોનાના ભાવમાં અંદાજે 10 ટકાનો ઘટાડો આવ્યો છે. બીજીબાજુ રૂપિયાના સંદર્ભમાં સોનાના ભાવ તેના અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરેથી અંદાજે 25 ટકા નીચે આવી ગયા છે.


અમેરિકામાં મોંઘવારી વધવાની ચિંતાના પગલે ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં વધારાની આશા મજબૂત થઈ છે.તેનાથી અમેરિકન બોન્ડ યીલ્ડ વધ્યું છે અને ડોલર મજબૂત બન્યો છે. આવા વાતાવરણમાં સોનું રોકાણકારો માટે ઓછું આકર્ષક બની ગયું છે, કારણ કે તેના પર વ્યાજ નથી મળતું.


સોનાના ભાવ પર દબાણ

આગામી થોડા સમય સુધી સોનાના ભાવ પર દબાણ બનેલું રહી શકે છે અને તેમાં ઉતાર-ચઢાવપણ જોવા મળી શકે છે. તેમણે રોકાણકારોને સલાહ આપી છે કે તેઓ વર્તમાન સ્તર પર સંપૂર્ણ રકમ એક સાથે લગાવવાના બદલે ભાવમાં ઘટાડો આવતા થોડું-થોડું રોકાણ કરવા પર વિચાર કરે. જોકે, લાંબાગાળા માટે પોર્ટફોલિયોમાં સોનું હજુ પણ ઉપયોગી થઈ શકે છે, કારણ કે તે અનિશ્ચિતતાના સમયે જોખમ ઓછું કરવા અને રોકાણમાં વિવિધતા લાવવામાં મદદ કરે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

post office mis scheme 9 lakh investment monthly income scheme

દર મહિને ગેરંટીડ પેન્શન જેવી આવક: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળશે ₹3.33 લાખ વ્યાજ

sbi 444 days amrit vrishti special fixed deposit interest rates

SBI 444 Days Special FD: દિવાળીએ ગેરંટીડ રિટર્ન! ₹1000થી શરૂ કરો રોકાણ, જાણો નિયમો

dhanteras investment tips multi asset allocation funds

ધનતેરસ પર સ્માર્ટ રોકાણ: માત્ર ₹500ની SIPમાં મેળવો સોનું, શેર અને ડેટનો ફાયદો

Small cap Fund

ચાલુ વર્ષે ઘટતા બજાર વચ્ચે પણ સ્મોલ કેપ ફંડ્સનું 17.82 ટકા જેટલું ઊંચું વળતર

India Financial Growth

ભારતમાં વર્ષે 50 લાખથી વધુ આવક દર્શાવનારા કરદાતાઓનું પ્રમાણ ત્રણ વર્ષમાં બમણું

TRAI

TRAI New Rules: હવે ટેલિકોમ ફરિયાદ માટે 24x7 મળશે મદદ, 15 દિવસમાં જ લાવવું પડશે નિરાકરણ

Dhanteras

ધનતેરસનો ‘ગોલ્ડન’ જુગાર: ₹50 હજારના સિક્કાએ 5 વર્ષમાં સર્જ્યો ચમત્કાર!

Mutual Fund

Mutual Fund AUM: દિલ્હી, બેંગલુરુ અને પુણે ભેગાં થઈને પણ મુંબઈથી પાછળ! જાણો, અમદાવાદ કેટલા ક્રમે