Muhurat Trading સંવત 2083 : એક કલાકમાં કેવી રીતે કરવું સ્માર્ટ ટ્રેડિંગ? જાણો સરળ સ્ટ્રેટેજી
મુહૂર્ત ટ્રેડિંગમાં ઝડપથી નફો કમાવા કરતાં મજબૂત કંપનીઓમાં પસંદગીપૂર્વક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવાની સલાહ નિષ્ણાતોએ આપી છે. Limit Order, Buy-on-Dips અને તબક્કાવાર રોકાણ જેવી સ્ટ્રેટેજી રોકાણકારો માટે ઉપયોગી બની શકે છે.

ભારતમાં પ્રકાશનો પર્વ દિવાળી વિક્રમ સંવતનો અંતિમ દિવસ હોય છે. આ દિવસે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માતા લક્ષ્મીની પૂજા કરે છે ત્યારે રોકાણકારોનું નવું વર્ષ સુખ અને સમૃદ્ધિભર્યું રહે તે માટે NSE અને BSE દ્વારા પરંપરાગત રીતે મૂહુર્ત ટ્રેડિંગનું સત્ર યોજવામાં આવે છે. માત્ર એક કલાકના ટ્રેડિંગનું આ સત્ર પરંપરાગત ટ્રેડિંગ સત્ર કરતા ખૂબ ટૂંકું હોય છે. સામાન્ય રીતે આ સત્ર રોકાણકારોને નવા સંવતની શરૂઆતમાં રોકાણ શરૂ કરવાની તક આપે છે. જોકે, આ સેશનનો સમય પરંપરાગત સમય કરતાં અલગ માત્ર 1 કલાકનો હોવાથી આ સત્રમાં બજારની હિલચાલ સામાન્ય દિવસ કરતાં અલગ હોઈ શકે છે. તેથી નિષ્ણાતો રોકાણકારોને ઉતાવળમાં ટ્રેડિંગ કરવાને બદલે ગુણવત્તાવાળી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી રહ્યા છે. તમે પણ જો મુહૂર્ત ટ્રેડિંગમાં સોદા કરવા માગો છો તો તમારે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
મુહૂર્ત ટ્રેડિંગ ક્યારે થશે?
2026નું મુહૂર્ત ટ્રેડિંગ રવિવાર, 8 નવેમ્બર 2026ના રોજ યોજાશે. BSE અને NSE પર ખાસ ટ્રેડિંગ સેશન બપોરે 2:20થી 3:30 વાગ્યા સુધી રહેશે. આ સેશનથી નવા સંવત 2083ના ટ્રેડિંગ સત્રની શરૂઆત થશે.
પહેલી સ્ટ્રેટેજી : મજબૂત કંપની પસંદ કરો
મુહૂર્ત ટ્રેડિંગમાં સૌથી મહત્વની બાબત એ છે કે માત્ર એક દિવસની તેજી જોઈને શેર ખરીદવો નહીં. નિષ્ણાતોના મતે રોકાણકારોએ મજબૂત ફંડામેન્ટલ્સ, સારી કમાણીની સંભાવના અને સ્પષ્ટ અર્નિંગ્સ વિઝિબિલિટી ધરાવતી કંપનીઓને પ્રાથમિકતા આપવી જોઈએ. અર્થાત્, કંપનીનો બિઝનેસ મજબૂત હોય, કમાણીમાં સ્થિરતા હોય અને લાંબા ગાળે વૃદ્ધિની શક્યતા હોય તેવા શેર પર ધ્યાન આપવું વધુ યોગ્ય છે.
બીજી સ્ટ્રેટેજી : બધી રકમ એકસાથે ના લગાવો
મુહૂર્ત ટ્રેડિંગ માત્ર મર્યાદિત સમયનું સેશન છે. તેથી ભાવમાં અચાનક ઉછાળો અથવા ઘટાડો આવી શકે છે. આવા સમયે Staggered Buying એટલે કે તબક્કાવાર ખરીદી ઉપયોગી બની શકે છે. ઉદાહરણ તરીકે, તમે ₹1 લાખનું રોકાણ કરવા માંગો છો તો બધી રકમ એક જ સમયે લગાવવાને બદલે અલગ-અલગ તબક્કામાં રોકાણ કરવાની રીત અપનાવી શકાય છે. આ રીતે બજારમાં ઘટાડો આવે તો નીચા ભાવે વધુ ખરીદી કરવાની તક મળી શકે છે. નિષ્ણાતોએ Samvat 2083 માટે Buy-on-Dips એટલે કે મજબૂત શૅરોને નીચા ભાવે ખરીદવાના અભિગમને પણ પ્રાધાન્ય આપ્યું છે.

ત્રીજી સ્ટ્રેટેજી : Limit Orderનો ઉપયોગ કરો
મુહૂર્ત સેશન દરમિયાન કોઈ શેરમાં અચાનક તેજી આવે તો Market Order મૂકવાથી અપેક્ષા કરતાં ઊંચા ભાવે ખરીદી થવાની શક્યતા રહે છે. તેથી રોકાણકાર પોતે જે મહત્તમ ભાવે શેર ખરીદવા માંગે છે તે નક્કી કરીને Limit Orderનો ઉપયોગ કરી શકો છે, જેથી ભાવ પર વધુ નિયંત્રણ રહે છે.
ચોથી સ્ટ્રેટેજી : તેજી જોઈને FOMOમાં ખરીદી ન કરો
મુહૂર્ત ટ્રેડિંગમાં બજાર સકારાત્મક રહે તો રોકાણકારોમાં ઝડપથી ખરીદી કરવાની માનસિકતા ઊભી થઈ શકે છે. પરંતુ નિષ્ણાતોએ ખાસ ચેતવણી આપી છે કે ઝડપી Intraday Moveનો પીછો કરવો નહીં. કોઈ શેર માત્ર થોડા સમય માટે ઝડપથી વધે એટલે તે લાંબા ગાળે પણ વધશે એવું જરૂરી નથી. તેથી શેરની ગુણવત્તા અને valuation જોયા વિના માત્ર મોમેન્ટમના આધારે ખરીદી કરવી જોખમી બની શકે છે.
એક કલાકની તેજીનો અર્થ લાંબી તેજી નથી
મુહૂર્ત ટ્રેડિંગમાં સામાન્ય દિવસની સરખામણીમાં ટ્રેડિંગ વોલ્યુમ ઓછું રહેતું હોય છે. તેથી આ એક કલાક દરમિયાન બજાર ઊંચા મથાળે બંધ થાય તો તેને આગામી દિવસોમાં લાંબી તેજીની ખાતરી તરીકે જોવું યોગ્ય નથી. નિષ્ણાતોનું માનવું છે કે મુહૂર્ત ટ્રેડિંગને Short-Term Speculation કરતાં Long-Term Wealth Creationના દૃષ્ટિકોણથી જોવું વધુ યોગ્ય છે.
Nifty માટે મહત્વના લેવલ
SBI Securitiesના ટેક્નિકલ અભ્યાસ મુજબ Nifty માટે 24,830–24,850નો વિસ્તાર તાત્કાલિક સપોર્ટ તરીકે મહત્વનો છે. આ લેવલની નીચે તૂટવાથી 24,700 સુધી Profit Booking આવી શકે છે. બીજી તરફ 25,150–25,180 તાત્કાલિક પ્રતિકારક સ્તર છે. જો નિફ્ટી આ ઝોનની ઉપર ટકી બ્રેકાઉટ આપે તો 25,350 સુધી આગળ વધવાની સંભાવના દર્શાવવામાં આવી છે.
રોકાણકારો માટે સરળ Formula
મુહૂર્ત ટ્રેડિંગમાં સોદા અંગે સરળ રીતે કહીએ તો દિવાળીના શુભ સેશનને ઝડપી નફાની તક તરીકે જોવાને બદલે મજબૂત કંપનીમાં લાંબા ગાળાની પોઝિશન શરૂ કરવાની તક તરીકે જોવી વધુ સમજદારીભરી રીત બની શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

MAHURAT PICKS 2026: બજારમાં ઘટાડાનો લાભ ઉઠાવીને નવા વિક્રમ સંવતમાં રોકાણની તક ઝડપો

Dividend Stocks Next Week : આવતા સપ્તાહે ડિવિડન્ડ સ્ટોક્સની ધૂમ! 67 કંપનીઓ આપશે ડિવિડન્ડ, Bayer CropScience ₹90 આપશે

Muhurat Trading 2026: મુહૂર્ત ટ્રેડિંગ શું છે? જાણો તેનો ઇતિહાસ, મહત્વ અને રોકાણકારો માટેની પરંપરા

Diwali Stock Picks: વિક્રમ સંવત 2083 માટે બ્રોકરેજની પસંદગીના પસંદગીના શેર

NSE EGR : એનએસઈ-ઓગ્મન્ટ EGRના પહેલા જ ટ્રેડમાં વિક્રમી રૂ. 33 કરોડથી વધુનું ટર્નઓવર

SEBIના નવા સેટલમેન્ટ નિયમો આજથી અમલી, ઓનલાઈન અરજી સુવિધા શરૂ કરાઈ

Muhurat Trading 2026: છેલ્લા 10 મુહૂર્ત ટ્રેડિંગમાં નિફ્ટીએ કેટલું રિટર્ન આપ્યું?






