KuberaNowLogo
Tuesday, 17/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

PLI Scheme: રોકાણ 76%, પણ રોજગારી માત્ર 28%: નીતિ આયોગનો રિપોર્ટ

દેશની 14 PLI યોજનાઓ હેઠળ FY26 સુધીમાં 30 લાખના લક્ષ્ય સામે 8,49,069 રોજગારી સર્જાઈ છે. રોકાણનું 76% અને ઉત્પાદનનું 64% લક્ષ્ય હાંસલ થયું છે. નીતિ આયોગે યોજનાઓનો 42% સમયગાળો બાકી હોવાનું જણાવી ક્ષેત્ર પ્રમાણે જરૂરી સુધારા કરવાની ભલામણ કરી છે.

kuberanow deskPublished On : 13 Nov 2026
PLI Scheme
PLI SchemeAI Image

PLI Scheme: ભારતમાં ઉત્પાદન વધારવા માટે શરૂ કરાયેલી પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ એટલે કે PLI યોજનાઓમાં રોકાણ કરવામાં આવ્યું છે, પરંતુ તેની સરખામણીએ રોજગારી સર્જનની ગતિ ધીમી રહી છે. નીતિ આયોગના રિપોર્ટનાં મૂલ્યાંકન મુજબ, આ યોજનાઓએ અત્યાર સુધીમાં રોકાણનું 76% લક્ષ્ય હાંસલ કર્યું છે, જ્યારે રોજગારીનું માત્ર 28% લક્ષ્ય પૂર્ણ થયું છે. જોકે, આયોગે સ્પષ્ટ કર્યું છે કે યોજનાઓનો નોંધપાત્ર સમયગાળો હજુ બાકી છે અને ઉત્પાદન ક્ષેત્રના રોકાણને રોજગારીમાં પરિણમવા સમય લાગે છે.

 

ગુરુવારે જાહેર કરાયેલા ‘Impact Assessment of PLI Schemes’ રિપોર્ટમાં 14 યોજનાઓની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. વર્ષ 2020થી 2021 દરમિયાન શરૂ થયેલી આ યોજનાઓનો સમયગાળો 3થી 10 વર્ષનો છે. તેમના કુલ સંયુક્ત અમલીકરણ સમયગાળાના 996 મહિનામાંથી 578 મહિના પસાર થયા છે. એટલે કે, કુલ સમયગાળાનો 58% ભાગ પૂર્ણ થયો છે અને 42% બાકી છે. આ તમામ યોજનાઓના સમયગાળાનો સંયુક્ત હિસાબ છે.

 

નાણાકીય વર્ષ 2025-26માં રોજગારી, રોકાણ અને ઉત્પાદન કેટલે પહોંચ્યું?

 

PLI Scheme


નીતિ આયોગના જણાવ્યા પ્રમાણે, કેટલીક યોજનાઓ ઘણી આગળ વધી ચૂકી છે, જ્યારે કેટલીક હજુ રોકાણ અને ઉત્પાદન શરૂ થવા પહેલાંની તૈયારીના તબક્કામાં છે. તેથી તમામ યોજનાઓની પ્રગતિને એકસરખી રીતે જોવી યોગ્ય નથી.

 

વર્ષ પ્રમાણે રોજગારી સર્જનમાં મોટો તફાવત

 

રોજગારી સર્જનનું વાર્ષિક પ્રદર્શન પણ એકસરખું રહ્યું નથી. 2022-23 સુધીમાં સંબંધિત લક્ષ્યનું 86%, 2023-24માં આશરે 85% અને 2024-25માં 156% રોજગારી સર્જાઈ હતી. પરંતુ 2025-26માં આ પ્રમાણ ઘટીને વાર્ષિક લક્ષ્યના 31% પર આવ્યું હતું. આયોગે જણાવ્યું છે કે કુલ રોજગારી, રોકાણ અને ઉત્પાદન વચ્ચેનો આ તફાવત યોજનાઓના પરિણામો સમજવા માટે મહત્વનો છે. સામાન્ય રીતે પહેલાં રોકાણ થાય છે. ત્યારબાદ પ્લાન્ટ કાર્યરત બને અને ક્ષમતાનો ઉપયોગ વધે તેમ ઉત્પાદન વધે છે. કામગીરી વ્યાપારી ધોરણે વિસ્તરે ત્યારે રોજગારી પર તેની વધુ અસર જોવા મળી શકે છે.

 

કયા ક્ષેત્રોની કામગીરી કઈ દિશામાં?

 

રોકાણ, ઉત્પાદન, નિકાસ અને રોજગારીના મૂલ્યાંકનના આધારે ચાર ક્ષેત્રોની PLI યોજનાઓ અત્યાર સુધી યોગ્ય દિશામાં આગળ વધી રહી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે: મોટા પાયે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, ફાર્માસ્યુટિકલ દવાઓ, ટેલિકોમ્યુનિકેશન અને નેટવર્કિંગ ઉત્પાદનો, ખાદ્ય ઉત્પાદનો.


બીજી તરફ, બલ્ક ડ્રગ્સની યોજનાની નિકાસ પરની અસર, મેડિકલ ડિવાઇસિસની યોજનાની રોજગારી પરની અસર અને Electronics/Technology Products એટલે કે IT Hardware 2.0 યોજનાની રોકાણ પરની અસર નબળી અથવા આંશિક રહી હોવાનું મૂલ્યાંકનમાં સામે આવ્યું છે. નીતિ આયોગના પ્રોગ્રામ ડિરેક્ટર ઇશ્તિયાક અહેમદે જણાવ્યું હતું કે એકંદરે યોજના સફળ રહી છે. દરેક સહભાગી દરેક માપદંડ પર સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા નહોતી, પરંતુ તેમના જણાવ્યા મુજબ આશરે 70% સહભાગીઓ અને માપદંડો યોગ્ય દિશામાં છે.

 

જ્યાં જરૂર હશે ત્યાં યોજનામાં સુધારા થશે

 

આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અને ઉદ્યોગ તથા આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગના ભૂતપૂર્વ સચિવ અનુરાગ જૈને જણાવ્યું હતું કે જે યોજનાઓમાં ફેરફાર જરૂરી હશે, તેની સંબંધિત મંત્રાલયો સાથે સંકલન કરીને સમીક્ષા કરવામાં આવશે. રિપોર્ટનો મત છે કે યોજનાઓ હવે એટલી આગળ વધી છે કે તેમનાં શરૂઆતનાં પરિણામોનું મૂલ્યાંકન કરી શકાય. જોકે, માત્ર સમગ્ર સમયગાળાના અંતિમ લક્ષ્યો સામે સરખામણી કરીને અંતિમ ચુકાદો આપવા જેટલી પરિપક્વતા હજુ આવી નથી.

 

કેટલાક ક્ષેત્રોમાં રોકાણ, ઉત્પાદન, રોજગારી અને નિકાસમાં સ્પષ્ટ વધારો થયો છે, જ્યારે અન્ય ક્ષેત્રોની પ્રગતિ મર્યાદિત રહી છે. ટેક્નોલોજી અપનાવવાની ગતિ, પ્રોજેક્ટ કાર્યરત થવામાં લાગતો સમય, વૈશ્વિક સ્પર્ધા અને મૂડીની જરૂરિયાત જેવા પરિબળો આ તફાવત માટે જવાબદાર હોઈ શકે છે. તેથી એકસરખા અભિગમને બદલે ક્ષેત્રની જરૂરિયાત પ્રમાણે નીતિ ઘડવાની ભલામણ કરવામાં આવી છે.

 

PLI Scheme


માત્ર ઉત્પાદન વધારવું નહીં, માંગ મજબૂત કરવી પણ જરૂરી

 

નીતિ આયોગે જણાવ્યું છે કે PLI યોજનાઓના આગળના તબક્કામાં માંગ વધારતાં પગલાંને પણ ધ્યાનમાં લેવાશે. હાલનું માળખું મુખ્યત્વે ઉત્પાદન સાથે જોડાયેલા નાણાકીય પ્રોત્સાહન દ્વારા કંપનીઓને ક્ષમતા અને ઉત્પાદન વધારવા પ્રેરે છે. પરંતુ લાંબા ગાળાની સફળતા માટે બજારમાં મજબૂત માંગ હોવી પણ જરૂરી છે.

 

તે માટે રિપોર્ટમાં આ વિકલ્પો દર્શાવવામાં આવ્યા છે. સ્થાનિક સ્તરે ઉત્પાદનોની ખરીદીનું માળખું મજબૂત બનાવવું, નિકાસ માટે નવા બજારો વિકસાવવાં, સરકાર દ્વારા વ્યૂહાત્મક ખરીદીને પ્રોત્સાહન આપવું, દેશમાં બનેલી ઊંચા મૂલ્યની વસ્તુઓનો વપરાશ વધારતી નીતિઓ અપનાવવી.


આયોગના જણાવ્યા મુજબ, હવે ધ્યાન યોજનાઓની શરૂઆતની સફળતા માપવાથી આગળ વધીને તેમની લાંબા ગાળાની અસરકારકતા મજબૂત કરવા પર હોવું જોઈએ. માત્ર યોજના ચાલુ રાખવાને બદલે તેનું માળખું સુધારવું જરૂરી છે, જેથી ઉદ્યોગ ક્ષેત્રમાં વધુ ઊંડો અને ટકાઉ બદલાવ આવી શકે.

 

ખાસ કરીને અદ્યતન ટેક્નોલોજી અને લાંબી તૈયારી ધરાવતા ક્ષેત્રોમાં રોકાણની સંપૂર્ણ અસર ઉત્પાદન, રોજગારી અને નિકાસમાં દેખાવા નોંધપાત્ર સમય લાગે છે. તેથી રિપોર્ટમાં સમય પહેલાં નિષ્કર્ષ ટાળવા, વાસ્તવિક અપેક્ષાઓ સાથે મૂલ્યાંકન કરવા અને જરૂર હોય ત્યાં સંસ્થાકીય સહાય ચાલુ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Union Budget 2027: FM Sitharaman Holds Pre-Budget Meet

કેન્દ્રીય બજેટ 2027-28: નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થશાસ્ત્રીઓ સાથે યોજી પ્રથમ પ્રી-બજેટ બેઠક, જાણો મહત્વના મુદ્દા

Fuel Export Duty Hike

Fuel Export Duty: કેન્દ્રએ ડીઝલ અને ATFની એક્સપોર્ટ ડ્યૂટીમાં કર્યો વધારો, વિમાન ભાડા મોંઘા

Union Budget 2027

Budget 2027: બજેટની તૈયારીઓ તેજ, નાણામંત્રીએ અર્થશાસ્ત્રીઓ સાથે કરી પ્રથમ બેઠક

Real Estate

Real Estate Investment: ભારતમાં રોકાણ 39% વધ્યું, ઑફિસ પ્રોપર્ટીનો 37% હિસ્સો

India Egypt Trade

India-Egypt Trade: ભારત-ઇજિપ્ત વચ્ચે 12 અબજ ડૉલરના વેપારનું લક્ષ્ય, નવા વેપાર કરારની તૈયારી

WPI.png

Wholesale inflation : મોંઘવારીનું નવું ટેન્શન! ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો 12.29%

RBI 6 Hour Rule

RBI 6-Hour Rule: સાયબર હુમલાની 6 કલાકમાં જાણ કરવી ફરજિયાત, પેમેન્ટ કંપનીઓ માટે શું બદલાયું

IND US

India-US Trade Deal: ભારતીય સામાનને અમેરિકામાં મળશે મોટી રાહત? પિયુષ ગોયલે આપ્યો મોટો સંકેત