KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અમેરિકાનું ગ્રીન કાર્ડ હવે વધુ મોંઘું, EB-5 વિઝા ફીમાં 114% સુધીનો વધારો

હાલમાં રોકાણકારોને Targeted Employment Area (TEA) પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછું $800,000, અન્ય યોગ્ય પ્રોજેક્ટ માટે $1.05 મિલિયન રોકાણ કરવું પડે છે. એટલે કે ફી વધારાનો સંબંધ માત્ર સરકારી અરજી ખર્ચ સાથે છે, રોકાણની લઘુત્તમ મર્યાદા યથાવત રહેશે.

desk@kuberanowPublished On : 30 Sept 2026
EB5 Visa
EB5 VisaAI Image

અમેરિકામાં કાયમી વસવાટ (Green Card) મેળવવા માટે EB-5 Immigrant Investor Programનો ઉપયોગ કરતા ભારતીય રોકાણકારો માટે મહત્વપૂર્ણ ફેરફાર આવ્યો છે. અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી US Citizenship and Immigration Services (USCIS)એ EB-5 વિઝા પ્રોગ્રામની અરજી ફીમાં મોટો વધારો કર્યો છે. નવા નિયમો મુજબ 30 નવેમ્બર 2026થી EB-5 સંબંધિત વિવિધ ફીમાં 100%થી વધુનો વધારો લાગુ થશે. આ ફેરફારનો સૌથી મોટો અસર Regional Centre મારફતે અરજી કરનારા રોકાણકારો પર પડશે. Form I-526E માટેની અરજી ફી હાલના $3,675થી વધીને $7,850 થશે, એટલે કે તેમાં લગભગ 114%નો વધારો થશે.


EB-5 વિઝા ફીમાં મોટો ફેરફાર


Form I-526 (સામાન્ય EB-5 રોકાણકાર):

હાલની ફી $3,675થી વધીને $7,615 થશે. એટલે કે ફીમાં લગભગ 107%નો વધારો થશે.


Form I-526E (Regional Centre રોકાણકાર):

ફી $3,675થી વધીને $7,850 થશે. તેમાં 114%નો વધારો થશે.


Form I-829 (કાયમી નિવાસની શરતો દૂર કરવા માટે):

ફી $3,750થી વધીને $5,000 થશે.


આ ઉપરાંત Regional Centre રોકાણકારો માટે EB-5 Integrity Fund Fee પણ $1,000થી વધારીને $1,100 કરવામાં આવી છે. નવા નિયમ હેઠળ $75ની ટેક્નોલોજી ફી પણ લાગુ થશે, જે પહેલાથી જ નવી અરજી ફીમાં સામેલ કરવામાં આવી છે.


Regional Centre માટે પણ વધશે ખર્ચ

ફી વધારો માત્ર રોકાણકારો સુધી મર્યાદિત નથી. EB-5 Regional Centre માટે પણ અરજી ખર્ચમાં મોટો વધારો કરવામાં આવ્યો છે.


નવા નિયમ મુજબ:


Regional Centre designation માટે Form I-956ની ફી $17,795થી વધીને $44,115 થશે. Project application Form I-956Fની ફી $17,795થી વધીને $42,675 થશે. આ બંને ફીમાં અનુક્રમે 148% અને 140%નો વધારો થશે. જોકે, કેટલીક ફીમાં ઘટાડો પણ કરવામાં આવ્યો છે. I-956 amendment fee $17,795થી ઘટીને $9,835 થશે, જ્યારે વાર્ષિક I-956G statement fee $3,035થી ઘટીને $2,165 થશે.


હાલમાં રોકાણકારોને Targeted Employment Area (TEA) પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછું $800,000, અન્ય યોગ્ય પ્રોજેક્ટ માટે $1.05 મિલિયન રોકાણ કરવું પડે છે. એટલે કે ફી વધારાનો સંબંધ માત્ર સરકારી અરજી ખર્ચ સાથે છે, રોકાણની લઘુત્તમ મર્યાદા યથાવત રહેશે. આ ફી વધારો એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકામાં કામ કરતા ભારતીય H-1B વિઝા ધારકોમાં EB-5 પ્રોગ્રામ પ્રત્યે રસ વધી રહ્યો છે. અમેરિકાની રોજગાર આધારિત ગ્રીન કાર્ડ કેટેગરીમાં ભારતીય અરજદારો માટે લાંબી રાહ જોવાની સ્થિતિને કારણે ઘણા પ્રોફેશનલ્સ વૈકલ્પિક માર્ગ તરીકે EB-5 તરફ ધ્યાન આપી રહ્યા છે.EB-5માં ગ્રામ્ય વિસ્તાર, વધુ બેરોજગારી ધરાવતા વિસ્તાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે ખાસ વિઝા કેટેગરી ઉપલબ્ધ છે.


આ પણ વાંચો: ટ્રમ્પે AIનું નામ બદલીને Super Intelligence કર્યું, ટેક કંપનીઓ સાથે સહયોગ


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Cristiano Ronaldo

Cristiano Ronaldoના ગોલ પાછળ અબજોનો ખેલ: ફૂટબોલની ખ્યાતિમાંથી ઊભું કર્યું Business Empire

Musk

US Midterm Election: ટ્રમ્પના પક્ષના પરાજયના પગલે મસ્કના 120 અબજ ડોલર સાફ

Strait of Hormuz

Strait of Hormuzમાં ભારત સહિત ચાર દેશોનાં જહાજોને છૂટ, ટ્રાન્ઝિટ ફી અંગે ઈરાને શું કહ્યું

US Mid-term Election

US Mid-term Election Result 2026: મફતની રેવડી જાહેર કરવા છતાં ટ્રમ્પની રેવડી દાણાદાળ થઈ

US Midterm Election

મિડ ટર્મ ચૂંટણીમાં પરાજય પછી હવે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની સ્થિતિ નહોર વગરના વાઘ જેવી

US Mid Term Election

અમેરિકાના 21માંથી 19 પ્રમુખો મિડ ટર્મ ચૂંટણી હાર્યા, ફક્ત બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશ જ અપવાદ

US Midterm Results

US Midterm Election Results 2026: ટ્રમ્પ પરાજિત, સેનેટમાં ડેમોક્રેટ્સે પલટી બાજી

Canva layoffs

Canva Layoffs: કેનવામાં 1,271 નોકરીઓ પર કાપ, કર્મચારીને યાદ આવી Googleની છટણી