KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Intelના શૅરમાં 28%નો કડાકો, Nvidia-AMD પણ તૂટ્યા; શું અમેરિકામાં AIનો ફુગ્ગો ફૂટ્યો?

નબળા પરિણામો અને AI રોકાણના રિટર્ન અંગે સવાલોથી ટેક સ્ટોક્સમાં ભારે વેચવાલી, Nasdaq 2.86% ગગડ્યો, દુનિયાભરના શૅરબજારોમાં સોમવારે મોટા કડાકાની આશંકા, AIમાં અબજોનું રોકાણ, હવે રિટર્નની ચિંતા!

kuberanow deskPublished On : 31 Oct 2026
Nasdaq.png
AI Generated Image

ચીનમાં એઆઈ અને સેમિકન્ડક્ટર કંપનીઓનો ફુગ્ગો ફૂટી ગયો હોય તેમ રોકાણકારો એઆઈ કંપનીઓમાંથી રોકાણ ખેંચી રહ્યા છે. પરિણામે ચીનમાં એઆઈ-સેમિકન્ડક્ટર કંપનીઓને આવરી લેતા સ્ટાર-50 ઈન્ડેક્સમાં ચાર મહિનાથી ઓછા સમયમાં 40 ટકા જેટલો ઘટાડો થયો છે. હવે આવી જ સ્થિતિ કંઈક અમેરિકામાં જોવા મળી રહી છે. અમેરિકામાં ઈન્ટેલના શૅરોમાં 28 ટકાનો કડાકો બોલાયો હતો જ્યારે એનવીડિયા, એએમડી, ડેલ અને એચપીના શૅરો પણ તૂટ્યા હતા, જેને પગલે નાસ્ડેક કોમ્પોસીટ ઈન્ડેક્સ 2.86 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. અમેરિકામાં ટેક્નોલોજી કંપનીઓના શૅરોમાં શુક્રવારે આવેલા આ મોટા કડાકાએ રોકાણકારોને ગભરાવી દીધા છે. રોકાણકારોને સવાલ થઈ રહ્યો છે કે શું ચીન પછી હવે અમેરિકામાં પણ એઆઈનો ફુગ્ગો ફૂટવા લાગ્યો છે?


નાસ્ડેક કોમ્પોસીટ ઈન્ડેક્સમાં શુક્રવારે 5 જૂન પછી ટકાવારીમાં એક દિવસનો સૌથી મોટો ઘટાડો થયો હતો. તેનું કારણ ઈન્ટેલ અને અમેઝોનના ખરાબ ત્રિમાસિક પરિણામો છે. આ પરિણામોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં ટેક્નોલોજી કંપનીઓના સતત ભારે રોકાણ મુદ્દે સવાલો ઊભા થઈ ગયા છે. રોકાણકારો પૂછી રહ્યા છે કે AIમાં રોકાણનું રિટર્ન કેટલા સમયમાં મળશે?


સોમવારે દુનિયાભરના બજારો પર અસરની શક્યતા

નાસ્ડેક કમ્પોઝિટ 30 ઓક્ટોબરે 747 પોઈન્ટ ગગડીને 25,437ના સ્તરે બંધ થયો હતો. એ જ રીતે એસએન્ડપી 500 પણ 1.82 ટકા ઘટીને 7,580 પર જ્યારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ 1.09 ટકા ઘટીને એટલે કે 572 પોઈન્ટ તૂટી 51,770ના સ્તરે બંધ થયા હતા. આ ઘટાડાની અસર સોમવારે એટલે કે 3 નવેમ્બરે દુનિયાના શૅર બજારો પર જોવા મળી શકે છે. વિશેષરૂપે દક્ષિણ કોરિયા અને તાઈવાનના શૅરબજારોમાં મોટો ઘટાડો આવી શકે છે, કારણ કે આ બજારોમાં તેજીનું કારણ ટેક્નોલોજી સ્ટોક્સ છે.


ઈન્ટેલનો શૅર 28 ટકાથી વધુ ક્રેશ થયો

નાસ્ડેક 6 ઓક્ટોબરે તેના વિક્રમી બંધ સ્તરથી 7.8 ટકા ગગડ્યો છે. તેનાથી અમેરિકન શૅરબજારોમાં AIના કારણે આવેલી તેજી ચાલુ રહેવા અંગે આશંકા પેદા થવા લાગી છે. એસએન્ડપી 500 અને નાસ્ડેકનું રિટર્ન ઓક્ટોબરમાં નેગેટિવ રહ્યું છે જ્યારે ડાઉ જોન્સમાં આંશિક વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે આવેલા ઘટાડામાં Intel અને Amazonના ખરાબ ક્વાર્ટર પરિણામોનો મોટો હાથ રહ્યો. Intelના શૅર 28.6 ટકા તૂટ્યા હતા.


Nasdaq Info.png


સેમિકન્ડક્ટર અને સર્વર કંપનીઓના શૅર પણ લપસ્યા

સમિકન્ડક્ટર અને સર્વર બનાવતી કંપનીઓના શૅરોમાં પણ મોટી વેચવાલી જોવા મળી. Nvidiaના શર 4.2 ટકા તૂટ્યા જ્યારે અન્ય AMDમાં અંદાજે 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સર્વર બનાવતીકંપનીઓ Dell અને HPના શૅરોમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો.Dell 10.8 ટકા જ્યારે એચપીમાં 9.6 ટકાનો ઘટાડો આવ્યો હતો. ઓક્ટોબરમાં નાસ્ડેક 100ની માર્કેટ વેલ્યુમાં 2 લાખ કરોડ ડોલરથી વધુનો ઘટાડો નોંધાયો છે.


ટેક્નોલોજી કંપનીઓએ દેવાંથી ભંડોળ એકત્ર કર્યું

અમેરિકામાં ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર કંપનીઓએ છેલ્લા કેટલાક વર્ષમાં દેવાં મારફત ઘણું ભંડોળ એકત્ર કર્યું છે. મેટાએ 97.5 અબજ ડોલરનું ફંડ મેળવવાની યોજના બનાવી છે. માઈક્રોસોફ્ટ બોન્ડ્સ મારફત અંદાજે 25 અબજ ડોલર એકત્ર કરવા અંગે વિચારી રહી છે.


આગામી વર્ષે AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રોકાણ 1 ટ્રિલયન ડોલર પાર કરવાની આશા

મેટા, અમેઝોન અને આલ્ફાબેટે મળીને છેલ્લા ચાર વર્ષમાં અબજો ડોલરના બોન્ડ્સ ઈશ્યુ કર્યા છે. તેનાથી ટેક્નોલોજી કંપનીઓ પર વધતા દેવાના બોજ અંગે ચિંતા વધી રહી છે. મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે આગામી વર્ષે AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રોકાણના 1 ટ્રિલિયન ડોલર પાર કરવાની આશા છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Cristiano Ronaldo

Cristiano Ronaldoના ગોલ પાછળ અબજોનો ખેલ: ફૂટબોલની ખ્યાતિમાંથી ઊભું કર્યું Business Empire

Musk

US Midterm Election: ટ્રમ્પના પક્ષના પરાજયના પગલે મસ્કના 120 અબજ ડોલર સાફ

Strait of Hormuz

Strait of Hormuzમાં ભારત સહિત ચાર દેશોનાં જહાજોને છૂટ, ટ્રાન્ઝિટ ફી અંગે ઈરાને શું કહ્યું

US Mid-term Election

US Mid-term Election Result 2026: મફતની રેવડી જાહેર કરવા છતાં ટ્રમ્પની રેવડી દાણાદાળ થઈ

US Midterm Election

મિડ ટર્મ ચૂંટણીમાં પરાજય પછી હવે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની સ્થિતિ નહોર વગરના વાઘ જેવી

US Mid Term Election

અમેરિકાના 21માંથી 19 પ્રમુખો મિડ ટર્મ ચૂંટણી હાર્યા, ફક્ત બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશ જ અપવાદ

US Midterm Results

US Midterm Election Results 2026: ટ્રમ્પ પરાજિત, સેનેટમાં ડેમોક્રેટ્સે પલટી બાજી

Canva layoffs

Canva Layoffs: કેનવામાં 1,271 નોકરીઓ પર કાપ, કર્મચારીને યાદ આવી Googleની છટણી