AIથી 2030માં દુનિયાનો અંત? Nvidia CEOનું મોટું નિવેદન
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઝડપી વિકાસથી માનવજાત માટે વિનાશક જોખમ ઊભું થવાની આશંકાઓ વચ્ચે Nvidiaના CEO જેન્સન હુઆંગે સ્પષ્ટ કહ્યું છે કે 2030 સુધીમાં AIને કારણે દુનિયાનો અંત આવવાની “શૂન્ય ટકા શક્યતા” છે. જોકે તેમણે ઝડપી ઇનોવેશનની સાથે કંપનીઓએ પોતાના AI ઉત્પાદનોની સુરક્ષાની જવાબદારી સ્વીકારવી જોઈએ તેવું પણ જણાવ્યું છે.

Nvidiaના CEO જેન્સન હુઆંગે 2030 સુધીમાં AI માનવજાત માટે વિનાશનું કારણ બનશે તેવી આગાહીઓને નકારી કાઢી છે. એક ઇન્ટરવ્યૂમાં જેન્સન હુઆંગે (Jensen Huang)કહ્યું કે AIના કારણે 2030માં દુનિયાનો અંત આવવાની “શૂન્ય ટકા (0%) શક્યતા” છે. હુઆંગના જણાવ્યા પ્રમાણે, AIથી થનારી આપત્તિને લઈને કરવામાં આવતી કેટલીક આગાહીઓ તેમને તર્કસંગત લાગતી નથી. તેમણે સવાલ કર્યો કે આવી ચેતવણીઓ પાછળ રાજકીય, વ્યાપારી અથવા લોકોનું ધ્યાન ખેંચવાનો હેતુ તો નથી ને?
ઝડપ સાથે સુરક્ષા જરૂરી
હુઆંગ AIનો વિકાસ ધીમો કરવાની તરફેણમાં નથી. તેમનું માનવું છે કે કંપનીઓએ ટેક્નોલોજીમાં શક્ય તેટલી ઝડપથી આગળ વધવું જોઈએ, પરંતુ પોતાના ઉત્પાદનો સુરક્ષિત છે તેની જવાબદારી પણ લેવી જોઈએ. તેમણે કહ્યું કે કંપનીઓએ સંપૂર્ણ રીતે તૈયાર ન થયેલા અથવા અસુરક્ષિત AI ઉત્પાદનો બજારમાં રજૂ કરવા જોઈએ નહીં. અમેરિકાની આર્થિક સમૃદ્ધિ અને ટેક્નોલોજીકલ લીડરશિપને ટેકો મળે તે રીતે AIનો વિકાસ થવો જોઈએ, પરંતુ ઉત્પાદનની સુરક્ષા સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ. હુઆંગે અગાઉ Salesforceની Dreamforce Conferenceમાં પણ નવા AI-કેન્દ્રિત કાયદાઓનો વિરોધ કર્યો હતો. તેમના પ્રમાણે AI Safety મુખ્યત્વે કંપનીઓ અને એન્જિનિયરોની જવાબદારી હોવી જોઈએ.
Anthropic અને OpenAIનો અભિગમ અલગ
હુઆંગનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે Anthropicના CEO ડેરિયો અમોડેઈએ અત્યંત શક્તિશાળી Frontier AI Modelsનો વિકાસ નિયંત્રિત ગતિથી કરવાની અપીલ કરી છે. અમોડેઈએ 12 સપ્ટેમ્બરે પ્રકાશિત કરેલા નિબંધમાં AI મોડલની ક્ષમતામાં થતા વધારાની ઝડપ ઘટાડવાની જરૂરિયાત દર્શાવી હતી. તેમણે AI કંપનીઓનું સતત મૂલ્યાંકન કરી શકે તેવી સ્વતંત્ર સંસ્થાઓ, લોકશાહી દેશોની AI કંપનીઓ વચ્ચે સંકલન અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધોરણો બનાવવાની ભલામણ કરી છે. OpenAIના CEO સેમ ઓલ્ટમેને પણ Frontier AIના વિકાસમાં સાવચેતી રાખવાની માગને સમર્થન આપ્યું છે. OpenAI સ્વતંત્ર મૂલ્યાંકનકારોને કંપનીના કર્મચારીઓ જેવી સિસ્ટમ ઍક્સેસ આપવા તૈયાર હોવાનું તેમણે જણાવ્યું છે.
AI પોતે વધુ શક્તિશાળી AI બનાવી શકે તે ચિંતા
અમોડેઈની મુખ્ય ચિંતા ‘Recursive Self-improvement’ને લઈને છે. આ પ્રક્રિયામાં AI આગામી પેઢીના વધુ શક્તિશાળી AI મોડલ વિકસાવવામાં મદદ કરે છે. જો આ વિકાસ ખૂબ ઝડપથી આગળ વધે તો સંશોધકો માટે AIની ક્ષમતાને સમજવી અને નિયંત્રિત કરવી મુશ્કેલ બની શકે છે. આ વિવાદ વચ્ચે Anthropicના સંશોધક જેકબ કોક્સને રાજીનામું આપીને આરોપ લગાવ્યો હતો કે AI કંપનીઓ વધુ શક્તિશાળી સિસ્ટમ વિકસાવવાની સ્પર્ધામાં માનવ સુરક્ષાને જોખમમાં મૂકી રહી છે. જોકે Anthropicનું કહેવું છે કે તે પોતાના મોડલનું સાઇબર સુરક્ષા, બાયોલોજી અને અન્ય સંભવિત જોખમો માટે પરીક્ષણ કરે છે.
આ પણ વાંચો: ભારતના IT નિકાસમાં USનો દબદબો: FY26માં ₹10 લાખ કરોડથી વધુની સોફ્ટવેર સેવાઓ ખરીદી
આ પણ જુઓ:
Also Read

Cristiano Ronaldoના ગોલ પાછળ અબજોનો ખેલ: ફૂટબોલની ખ્યાતિમાંથી ઊભું કર્યું Business Empire

US Midterm Election: ટ્રમ્પના પક્ષના પરાજયના પગલે મસ્કના 120 અબજ ડોલર સાફ

Strait of Hormuzમાં ભારત સહિત ચાર દેશોનાં જહાજોને છૂટ, ટ્રાન્ઝિટ ફી અંગે ઈરાને શું કહ્યું

US Mid-term Election Result 2026: મફતની રેવડી જાહેર કરવા છતાં ટ્રમ્પની રેવડી દાણાદાળ થઈ

મિડ ટર્મ ચૂંટણીમાં પરાજય પછી હવે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની સ્થિતિ નહોર વગરના વાઘ જેવી

અમેરિકાના 21માંથી 19 પ્રમુખો મિડ ટર્મ ચૂંટણી હાર્યા, ફક્ત બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશ જ અપવાદ

US Midterm Election Results 2026: ટ્રમ્પ પરાજિત, સેનેટમાં ડેમોક્રેટ્સે પલટી બાજી







