KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

હીરા પછી હવે સોનું પણ લેબમાં બનશે? અમેરિકન સ્ટાર્ટઅપની ‘હાઈ રેટ અલ્કેમી’થી ઝવેરી બજારમાં ખળભળાટ

Marathon Fusionનો દાવો, ફ્યુઝન ન્યુટ્રોનથી મર્કરીને સ્થિર Gold-197માં બદલ્યું; જોકે સોનાની માત્રા અને વિસ્તૃત પ્રયોગના આંકડા જાહેર કર્યા નથી, CERNના 2025ના રેકોર્ડ કરતાં 10 ગણો વધુ ઉત્પાદન દર હોવાનો દાવો, પરંતુ ટેક્નોલોજી હજુ વ્યાવસાયિક સ્તરે પહોંચી નથી

desk@kuberanowPublished On : 24 Oct 2026
Gold Mercury

લેબમાં હીરો બનાવાયાના અહેવાલે હીરા બજારને હચમચાવી મૂક્યું હતું. તે જ રીતે હવે લેબમાં સોનું બનાવવાના દાવાથી દુનિયાભરમાં ઝવેરી બજારમાં ખળભળાટ મચી ગયો છે. કુદરતી હીરાની જેમ અસલી સોનું પણ ખાણોમાંથી નીકળે છે, પરંતુ અમેરિકાની એક સ્ટાર્ટઅપે કંપનીની લેબમાં સોનું બનાવવાનો દાવો કર્યો છે.


અમેરિકાની સાન ફ્રાન્સિસ્કોની સ્ટાર્ટઅપ કંપની મૈરાથન ફ્યુઝને દાવો કર્યો છે કે તેણે મર્કરી એટલે કે પારાને અસલી અને સ્થિર સોનામાં બદલવાનો પ્રયોગ કર્યો છે. કંપની મુજબ આ પ્રક્રિયાથી સોનું બનાવવાનો દર 2025માં CERNના બનાવેલા રેકોર્ડથી 10 ગણો વધુ રહ્યો. કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી હતી.જોકે, કંપનીએ આ પ્રયોગમાં કેટલું સોનું બનાવ્યું તેની કોઈ માહિતી આપી નથી. આ સાથે કંપનીએ તેના દાવા સાથે પ્રયોગના વિસ્તૃત આંકડા પણ જાહેર કર્યા નથી.


મૈરાથન ફ્યુઝન મુજબ તેણે ફ્યુઝન પ્રક્રિયાથી પેદા થનારા ન્યુટ્રોનની મદદથી પારાને સોનામાં બદલવાનું પ્રદર્શ કર્યું છે. કંપનીએ આ પ્રક્રિયાને ‘હાઈ રેટ અલ્કેમી’ નામ આપ્યું છે. સરળ ભાષામાં સમજીએ તો આ રીતમાં પરમાણુના કેન્દ્રમાં ફેરફાર કરીને એક તત્વને બીજા તત્વમાં બદલવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ન્યૂક્લિયર ટ્રાન્સમ્યૂટેશન કહેવાય છે. કંપનીએ તેની એક્સ પોસ્ટમાં દાવો કર્યો છે કે તેણે સોનું બનાવવાના દરની બાબતમાં CERNના 2025ના રેકોર્ડને 10 ગણો પાછળ છોડી દીધો છે. જોકે, કંપનીએ પ્રયોગમાં બનેલા સોનાની માત્રા જણાવી નથી.


પારામાંથી સોનું બનાવવાની પ્રક્રિયા

મૈરાથન ફઅયુઝનના 2025માં પ્રકાશિત એક રિસર્ચ પેપરમાં આ પ્રક્રિયાનો પ્રસ્તાવ અપાયો હતો. તેના મુજબ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમના ફ્યુઝનથી પેદા થનારા વધુ ઊર્જાવાળા ન્યૂટ્રોનની મદદથી પારાને એક વિશેષ પ્રકાર, પારો-198ને પારો-197માં બદલી શકાય છે. ત્યાર બાદ રેડિયોએક્ટિવ પારો-197 સમય સાથે બદલાઈને સોનાના સ્થિર પ્રકાર ગોલ્ડ-197માં બદલાઈ જાય છે. એટલે કે આ પ્રક્રિયામાં પારાના પરમાણુના કેન્દ્રમાં ફેરફાર કરીને તેને સોનામાં બદલવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કંપનીએ પહેલા અનુમાન લગાવ્યું હતું કે એક ફ્યુઝન વીજળી સંયંત્ર એક ગીગાવોટ થર્મલ પાવર પેદા કરે છે, તો આ પ્રક્રિયાથી વર્ષમાં અંદાજે બે ટન સોનું બનાવી શકાય છે. જોકે, આ કંપનીના નવા પ્રયોગમાં બનેલા સોનાની માત્રા નથી, તેનું પહેલાનું અનુમાન છે.


CERNએ પણ બનાવ્યો હતો સોનાનો પરમાણુ

વર્ષ 2025માં CERNના લાર્જ હૈડ્રોન કોલાઈરડરમાં સીસાના પરમાણુઓના કેન્દ્રો વચ્ચે ટક્કર દરમિયાન સોનાના પરમાણુ કેન્દ્ર બન્યા હતા. યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યૂક્લિયર રિસર્ચે તેના ALICE પ્રયોગ મારફત આ સોનાના પરમાણુ કેન્દ્રોને બનવાને માપ્યા હતા. હવે મૈરાથન ફ્યુઝને દાવો કર્યો કે તેની ટેકનિકથી સોનું બનવાનો દર CERNના રેકોર્ડથી 10 ગણો વધુ રહ્યો. જોકે, કંપનીએ તેના નવા પ્રયોગના વિસ્તૃત આંકડા જાહેર કર્યા નથી.


સોનું જ નહીં, કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતા તત્વો પર પણ કામ

મૈરાથન ફ્યુઝનનું કહેવું છે કે તેની ટેકનિકનો આશય માત્ર સોનું બનાવવાનો નથી. કંપની મેડિકલ ઉપયોગ માટે જરૂરી રેડિયોએક્ટિવ આઈસોટોપની ઉણપને દૂર કરવા પર પણ કામ કરી રહી છે. કંપની મુજબ વિશેષ પ્રકારની રેડિયોથેરેપીનો ઉપયોગ ઝડપથી વધ્યો છે જ્યારે વર્તમાન રિએક્ટર જરૂરિયાત મુજબ આ તત્વોનો સપ્લાય નથી કરી રહ્યા.


કંપનીએ પહેલા ઝિંક પર ફ્યુઝનથી પેદા થનારા ન્યૂટ્રોનનો ઉપયોગ કરીને કોપર-64 અને કોપર-67 બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કોપર-64નો ઉપયોગ મેડિકલ ઈમેજિંગમાં થાય છે અને સારવારમાં તેના ઉપયોગ પર પણ અભ્યાસ થઈ રહ્યો છે. બીજીબાજુ કોપર-67નો ઉપયોગ ટાર્ગેટ રેડિયોફાર્માસ્યુટિકલ સારવારની શોધ અને વિકાસમાં કરાય છે.


હવે ફ્યુઝન રિએક્ટર બનાવવાની તૈયારી

મૈરાથન ફ્યુઝનનું કહેવું છે કે તેનું તુરંત ધ્યાન એવા ફ્યુઝન રિએક્ટર બનાવવા પર છે, જે ઓછી જગ્યામાં વધુ પાવર પેદા કરી શકે. તેને પાવર ડેન્સિટી કહેવાય છે. કંપનીએ કહ્યું કે તે પોતાની ટેકનિકને આગળ વધારતા પ્રત્યેક મહિને પાવર ડેન્સિટીને બમણી કરવાનો ટાર્ગેટ રાખે છે. તેણે કહ્યું કે, આ ટાર્ગેટ સુધી પહોંચવા માટે ટેકનોલોજી બહુ ઝડપથી આગળ વધારવી પડશે. કંપનીનું માનવું છે કે નાના ફ્યુઝન રિએક્ટરો માટે વિકસિત કરાઈ રહેલી ટેકનોલોજી મોટા ફ્યુઝન વીજળી સંયંત્ર બનાવવા માટે જરૂરી ઔદ્યોગિક આધાર તૈયાર કરવામાં પણ મદદ કરી શકે છે.


હાલ કંપનીએ પારામાંથી સોનું બનાવવાના પ્રયોગમાં સોનાની કુલ માત્રા જણાવી નથી. તેણે 21 ઓક્ટોબરે જાહેરાતમાં વિસ્તૃત પ્રયોગના આંકડા પણ જાહેર નથી કર્યા. કંપનીએ એમ પણ નથી કહ્યું કે, આ ટેકનિકથી વ્યાવસાયિક સ્તર પર સોનું બનાવવાનું ક્યારે શરૂ કરી શકાશે. મોટાપાયા પર સોનાનું ઉત્પાદન ક્યારે શરૂ થશે તેની માહિતી પણ કંપનીએ આપી નથી.




Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Cristiano Ronaldo

Cristiano Ronaldoના ગોલ પાછળ અબજોનો ખેલ: ફૂટબોલની ખ્યાતિમાંથી ઊભું કર્યું Business Empire

Musk

US Midterm Election: ટ્રમ્પના પક્ષના પરાજયના પગલે મસ્કના 120 અબજ ડોલર સાફ

Strait of Hormuz

Strait of Hormuzમાં ભારત સહિત ચાર દેશોનાં જહાજોને છૂટ, ટ્રાન્ઝિટ ફી અંગે ઈરાને શું કહ્યું

US Mid-term Election

US Mid-term Election Result 2026: મફતની રેવડી જાહેર કરવા છતાં ટ્રમ્પની રેવડી દાણાદાળ થઈ

US Midterm Election

મિડ ટર્મ ચૂંટણીમાં પરાજય પછી હવે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની સ્થિતિ નહોર વગરના વાઘ જેવી

US Mid Term Election

અમેરિકાના 21માંથી 19 પ્રમુખો મિડ ટર્મ ચૂંટણી હાર્યા, ફક્ત બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશ જ અપવાદ

US Midterm Results

US Midterm Election Results 2026: ટ્રમ્પ પરાજિત, સેનેટમાં ડેમોક્રેટ્સે પલટી બાજી

Canva layoffs

Canva Layoffs: કેનવામાં 1,271 નોકરીઓ પર કાપ, કર્મચારીને યાદ આવી Googleની છટણી