દશેરાએ ભારતને મોટી ભેટ, ન્યૂઝીલેન્ડમાં ભારતીય નિકાસને 20 ઓક્ટોબરથી 100% ડ્યુટી-ફ્રી પ્રવેશ
ભારત-ન્યૂઝીલેન્ડ FTA દશેરાના દિવસે 20 ઓક્ટોબરથી અમલમાં આવશે. કરાર હેઠળ ભારતની 100% નિકાસને ન્યૂઝીલેન્ડમાં ડ્યુટી-ફ્રી પ્રવેશ મળશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો Free Trade Agreement (FTA) 20 ઓક્ટોબર 2026થી અમલમાં આવશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું કે દશેરાના દિવસે લાગુ થનારા આ કરાર હેઠળ ભારતની 100% નિકાસને ન્યૂઝીલેન્ડમાં ડ્યુટી-ફ્રી પ્રવેશ મળશે.
દ્વિપક્ષીય વેપાર વધારવાનો લક્ષ્યાંક
ભારત અને ન્યૂઝીલેન્ડ આગામી 4થી 5 વર્ષમાં માલસામાન અને સેવાઓના દ્વિપક્ષીય વેપારને લગભગ ₹35,000 કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે. બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધુ મજબૂત કરવા માટે FTAને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. પિયૂષ ગોયલે જણાવ્યું કે આ કરાર બંને દેશોની આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે અને વેપાર સંબંધોને વધુ નક્કર પરિણામોમાં પરિવર્તિત કરવામાં મદદ કરશે.
નવ મહિનામાં પૂર્ણ થઈ હતી વાટાઘાટ
ભારત-ન્યૂઝીલેન્ડ FTA પર 27 એપ્રિલ 2026ના રોજ નવી દિલ્હીમાં હસ્તાક્ષર થયા હતા. બંને દેશો વચ્ચેની વાટાઘાટો નવ મહિનામાં પૂર્ણ થઈ હતી. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને પણ કરાર અમલમાં આવવાનું સ્વાગત કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર, આ કરારથી ન્યૂઝીલેન્ડના નિકાસકારો અને વ્યવસાયો માટે નવી તકો ઊભી થઈ શકે છે.
ભારતનો ન્યૂઝીલેન્ડ સાથે વેપાર વધ્યો
સરકારી આંકડા મુજબ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો માલસામાનનો વેપાર 2023-24માં $873 મિલિયનથી વધીને 2024-25માં $1.3 બિલિયન થયો હતો. એટલે કે એક વર્ષમાં તેમાં 49%નો વધારો થયો. 2024-25માં ન્યૂઝીલેન્ડ માટે ભારતની માલસામાનની નિકાસ $711 મિલિયન રહી હતી, જે 32% વધારે છે. જ્યારે 2024માં ભારતની ન્યૂઝીલેન્ડને સેવાઓની નિકાસ 13% વધીને $634 મિલિયન થઈ હતી. તેમાં પ્રવાસન, IT અને બિઝનેસ સર્વિસિસ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ભારત હવે કાર, TV અને પાવર ઈન્ફ્રામાં વપરાતા ચિપ્સનું ડિઝાઇન-મેન્યુફેક્ચરિંગ કરશે: વૈષ્ણવ
ભારતનો વેપાર સરપ્લસ
2024-25માં ન્યૂઝીલેન્ડ સાથે ભારતની નિકાસ આયાત કરતાં વધુ રહી હતી અને ભારતે સકારાત્મક વેપાર સંતુલન જાળવી રાખ્યું હતું. FTA અમલમાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે વેપાર અને આર્થિક સહયોગ માટે વધુ વિસ્તૃત માળખું ઊભું થવાની અપેક્ષા છે.
આ પણ જુઓ
Also Read

Cristiano Ronaldoના ગોલ પાછળ અબજોનો ખેલ: ફૂટબોલની ખ્યાતિમાંથી ઊભું કર્યું Business Empire

US Midterm Election: ટ્રમ્પના પક્ષના પરાજયના પગલે મસ્કના 120 અબજ ડોલર સાફ

Strait of Hormuzમાં ભારત સહિત ચાર દેશોનાં જહાજોને છૂટ, ટ્રાન્ઝિટ ફી અંગે ઈરાને શું કહ્યું

US Mid-term Election Result 2026: મફતની રેવડી જાહેર કરવા છતાં ટ્રમ્પની રેવડી દાણાદાળ થઈ

મિડ ટર્મ ચૂંટણીમાં પરાજય પછી હવે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની સ્થિતિ નહોર વગરના વાઘ જેવી

અમેરિકાના 21માંથી 19 પ્રમુખો મિડ ટર્મ ચૂંટણી હાર્યા, ફક્ત બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશ જ અપવાદ

US Midterm Election Results 2026: ટ્રમ્પ પરાજિત, સેનેટમાં ડેમોક્રેટ્સે પલટી બાજી







