KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

China Mineral Discovery : ચીનને મળ્યો ખનિજોનો ખજાનો, સોનું-નિકલથી રેનિયમ સુધીના રિઝર્વ વધ્યા

17 ક્રિટિકલ મિનરલ્સની તપાસમાં રેનિયમના સંસાધન 200%થી વધુ વધ્યા, સોનું અને નિકલના નવા રિઝર્વ પણ મોટા પ્રમાણમાં મળ્યા, 27 પ્રાંતોમાં એક વર્ષ સુધી ચાલેલી તપાસમાં 1,800થી વધુ ખાણોની તપાસ, ગેલિયમ-ઈન્ડિયમ-વૈનેડિયમના રિઝર્વમાં પણ વધારો

kuberanow deskPublished On : 31 Oct 2026
China Minrals.png
AI Generated Image

ચીનમાંથી ક્રિટિકલ મિનરલ્સ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. ચીનમાં સોનું, નિકલ અને રેનિયમ જેવા મહત્વના મિનરલ્સના રિઝર્વનો મોટો જથ્થો મળી આવ્યો છે. દેશભરમાં કરાયેલી તપાસ બાદ આ મિનરલ્સના સંશોધનમાં ભારે વધારો નોંધાયો છે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ શનિવારે જણાવ્યું કે, ચીનના નેચરલ રિસોર્સિસ મંત્રાલયના આંકડા મુજબ રેનિયમના સંશાધન 200 ટકાથી વધુ વધી ગયા છે. બીજીબાજુ સોના અને નિકલના નવા રિઝર્વ ક્રમશઃ 50 અને 30 મોટા મિનરલ રિઝર્વ સમકક્ષ થયા છે. આ તપાસ એક વર્ષ સુધી ચાલી હતી અને તેમાં દેશના 27 પ્રાંત તથા અન્ય વહીવટી ક્ષેત્રોનો સમાવેશ કરાયો હતો.


રેનિયમના રિસોર્સિસમાં 200 ટકાથી વધુનો વધારો

આ તપાસમાં સૌથી મોટો વધારો રેનિયમના રિસોર્સિસમાં જોવા મળ્યો છે. તેના સંશાધન 200 ટકાથી વધુ વધ્યા છે. રેનિયમ એક વિશેષ પ્રકારની ધાતુ છે, જેનો ઉપયોગ જેટ એન્જિનના કેટલાક પાર્ટ્સ બનાવવામાં થાય છે. તેને એવા ખાસ મિશ્રિત ધાતુવાળા ભાગ બનાવવામાં થાય છે, જે ખૂબ જ વધુ તાપમાન સહન કરી શકે છે. બીજીબાજુ સોનું અને નિકલના રિઝર્વમાં થયેલો વધારો પણ ઘણો મોટો છે. આ બંને મિનરલ્સના નવા સંશાધન ક્રમશઃ 50 અને 30 મોટા રિઝર્વ સમકક્ષ જણાવાય છે.


ગેલિયમ, ઈન્ડિયમ અને વૈનેડિયમના રિઝર્વ પણ વધ્યા

શિન્હુઆના રિપોર્ટ મુજબ તપાસ પછી ગૈલિયમ, ઈન્ડિયમ, ટૈંટેલમ અને વૈનેડિયમ જેવા મિનરલ્સના રિસોર્સિસમાં પણ વધારો થયો છે. તેમાંથી દરેક મિનરલના નવા સંશાધન 10થી વધુ મોટા મિનરલ રિઝર્વ સમકક્ષ છે. આ વધારો એવા મિનરલ રિઝર્વની ફરીથી તપાસ પછી થયો છે, જેને પહેલા ઓછી ગુણવત્તાવાળા માનવામાં આવ્યા હતા અથવા જેમનો ઉપયોગ કરવો મુશ્કેલ હતો. તપાસમાં એવા મિનરલ રિઝર્વનો પણ સમાવેશ કરાયો, જેનાથી અન્ય મિનરલ્સની સાથે આ સંશાધન મળી શકે છે.


China Minrals.png


17 મહત્વના મિરલ્સની થઈ તપાસ

ચીને આ સંપૂર્ણ પ્રોજેક્ટ હેઠળ 17 મહત્વના મિનરલ્સ પર ધ્યાન આપ્યું. આ કામ એક વર્ષ સુધી ચાલ્યું. તેમાં 1,800થી વધુ ચાલુ ખાણો અને મોટા તથા મધ્યમ આકારવાળા ખાણ ક્ષેત્રોની તપાસ કરાઈ. આ કામમાં 100થી વધુ સંસ્થાનો અને અંદાજે 2,000 સરવે કરનારા લોકોએ ભાગ લીધો. આ તપાસ ચીનના 27 પ્રાંત, સ્વાયત્ત ક્ષેત્રો અને નગરપાલિકાઓમાં કરાઈ હતી.


શિનજિયાંગમાં મળ્યો જિરકોનનો નવો રિઝર્વ

ચીનને શિનજિયાંગના બાઈચેંગમાં વધુ એક મોટો મિનરલ્સનો જથ્થો મળ્યો છે. અહીં દેશની પહેલી પ્રાચીન નદી અને સરોવરના સંચયથી બનેલો જિરકોનનો રિઝર્વ મળ્યો છે. શિન્હુઆ મુજબ આ શોધથી ચીનમાં જિરકોનનો ઘરેલુ સપ્લાય ઘણો વધી શકે છે. ચીન લાંબા સમયથી જિરકોન માટે અન્ય દેશોમાંથી થતી આયાત પર નિર્ભર હતું.


જિરકોનથી મળનારા જિરકોનિયમનો ઉપયોગ પરમાણુ રિએક્ટરમાં ઈંધણના સળિયાનું બાહ્ય સ્તર બનાવવામાં થાય છે. આ સિવાય તેનો ઉપયોગ એરોસ્પેસ ક્ષેત્રમાં ઘણું વધુ તાપમાન સહન કરનારા ખાસ મિશ્રિત ધાતુના સામાન બનાવવામાં પણ કરવામાં આવે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Cristiano Ronaldo

Cristiano Ronaldoના ગોલ પાછળ અબજોનો ખેલ: ફૂટબોલની ખ્યાતિમાંથી ઊભું કર્યું Business Empire

Musk

US Midterm Election: ટ્રમ્પના પક્ષના પરાજયના પગલે મસ્કના 120 અબજ ડોલર સાફ

Strait of Hormuz

Strait of Hormuzમાં ભારત સહિત ચાર દેશોનાં જહાજોને છૂટ, ટ્રાન્ઝિટ ફી અંગે ઈરાને શું કહ્યું

US Mid-term Election

US Mid-term Election Result 2026: મફતની રેવડી જાહેર કરવા છતાં ટ્રમ્પની રેવડી દાણાદાળ થઈ

US Midterm Election

મિડ ટર્મ ચૂંટણીમાં પરાજય પછી હવે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની સ્થિતિ નહોર વગરના વાઘ જેવી

US Mid Term Election

અમેરિકાના 21માંથી 19 પ્રમુખો મિડ ટર્મ ચૂંટણી હાર્યા, ફક્ત બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશ જ અપવાદ

US Midterm Results

US Midterm Election Results 2026: ટ્રમ્પ પરાજિત, સેનેટમાં ડેમોક્રેટ્સે પલટી બાજી

Canva layoffs

Canva Layoffs: કેનવામાં 1,271 નોકરીઓ પર કાપ, કર્મચારીને યાદ આવી Googleની છટણી