Airtel આફ્રિકાની મોટી તૈયારી, લંડનમાં લાવશે $800 મિલિયનનો IPO
ભારતી એરટેલના આફ્રિકા બિઝનેસ Airtel Africaની Mobile Money શાખા Airtel Money લંડન શેરબજારમાં IPO લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીની IPO મારફતે આશરે ₹7,000 કરોડથી વધુ ભંડોળ એકત્ર કરવાની યોજના છે.

ભારતી એરટેલના આફ્રિકા બિઝનેસની Mobile Money શાખા Airtel Money હવે લંડન શેરબજારમાં લિસ્ટિંગ માટે આગળ વધી રહી છે. કંપનીએ જાહેરાત કરી છે કે તે લંડનમાં IPO માટે અરજી કરવાની યોજના ધરાવે છે. Airtel Moneyનું લિસ્ટિંગ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે લંડન માર્કેટમાં નવા IPOની ગતિ છેલ્લા કેટલાક સમયથી ધીમી રહી છે. આથી કંપનીનું IPO લંડન શેરબજાર માટે મહત્વપૂર્ણ ઓફર બની શકે છે.
IPOથી ₹7,000 કરોડથી વધુ એકત્ર કરવાની યોજના
Airtel Money IPO મારફતે ઓછામાં ઓછા $800 મિલિયન એટલે કે આશરે ₹7,000 કરોડથી વધુ ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીનું લક્ષ્ય IPO દરમિયાન $8 બિલિયનથી $9 બિલિયન એટલે કે આશરે ₹70,000 કરોડથી ₹79,000 કરોડ સુધીનું વેલ્યુએશન મેળવવાનું છે. કંપની IPOમાં કેટલા શેર રજૂ કરશે અને તેની કિંમત શ્રેણી શું રહેશે તેની માહિતી ઓક્ટોબરની શરૂઆતમાં જાહેર કરવામાં આવશે.
લિસ્ટિંગમાં થયો વિલંબ
Airtel Moneyએ અગાઉ 2026ના પ્રથમ ભાગમાં લિસ્ટિંગ કરવાની યોજના બનાવી હતી, પરંતુ બજારની અનુકૂળ સ્થિતિ ન હોવાને કારણે આ પ્રક્રિયા બીજા ભાગ સુધી મુલતવી રાખવામાં આવી હતી. હવે કંપની લંડન IPO માટે ફરીથી પ્રક્રિયા આગળ વધારી રહી છે.
આ પણ વાંચો: ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
Mobile Money બિઝનેસ પર કંપનીનું ધ્યાન
Airtel Money આફ્રિકામાં ડિજિટલ પેમેન્ટ અને નાણાકીય સેવાઓ ક્ષેત્રમાં કામ કરે છે. કંપનીનો હેતુ મોબાઇલ આધારિત નાણાકીય સેવાઓના વિસ્તરણ દ્વારા નવા ગ્રાહકો સુધી પહોંચવાનો છે. લંડન લિસ્ટિંગ દ્વારા કંપનીને આંતરરાષ્ટ્રીય રોકાણકારો સુધી પહોંચવાની તક મળી શકે છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Cristiano Ronaldoના ગોલ પાછળ અબજોનો ખેલ: ફૂટબોલની ખ્યાતિમાંથી ઊભું કર્યું Business Empire

US Midterm Election: ટ્રમ્પના પક્ષના પરાજયના પગલે મસ્કના 120 અબજ ડોલર સાફ

Strait of Hormuzમાં ભારત સહિત ચાર દેશોનાં જહાજોને છૂટ, ટ્રાન્ઝિટ ફી અંગે ઈરાને શું કહ્યું

US Mid-term Election Result 2026: મફતની રેવડી જાહેર કરવા છતાં ટ્રમ્પની રેવડી દાણાદાળ થઈ

મિડ ટર્મ ચૂંટણીમાં પરાજય પછી હવે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની સ્થિતિ નહોર વગરના વાઘ જેવી

અમેરિકાના 21માંથી 19 પ્રમુખો મિડ ટર્મ ચૂંટણી હાર્યા, ફક્ત બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશ જ અપવાદ

US Midterm Election Results 2026: ટ્રમ્પ પરાજિત, સેનેટમાં ડેમોક્રેટ્સે પલટી બાજી







