KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

NTC Mobile
0:00 / 0:00
Personal Finance

દિવાળીના હિસાબમાં જોજો, ક્યાંક ગઠિયાઓ તમારો હિસાબ ન પાડી દે! એક ભૂલ કરી દેશે તમારૂં ખાતું ખાલી

દિવાળીનો તહેવાર આવે એટલે ગુજરાતીઓ જૂના હિસાબો પૂરા કરીને નવા ચોપડા ખોલે છે... પરંતુ આ બધા હિસાબોની વચ્ચે એક એવો હિસાબ પણ છે, જેનો ચોપડો ખોલવો હવે જરૂરી બન્યો છે... અને એ છે સાઇબર ફ્રોડનો હિસાબ... દિવાળીમાં ઓનલાઇન શોપિંગ અને ડિજિટલ પેમેન્ટ વચ્ચે એક નકલી ઓફર કે અજાણી લિંક તમારી મહેનતની કમાણી પર પાણી ફેરવી શકે છે... દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં સાઇબર ફ્રોડની લગભગ 66 લાખ ફરિયાદોમાં 55 હજાર 649 કરોડ રૂપિયાની રકમ નોંધાઈ છે... તો સાઇબર ફ્રોડનો આ હિસાબ કેટલો મોટો છે?... દિવાળીમાં ઠગો કેવી રીતે લોકોને ફસાવે છે?... અને તેનાથી કેવી રીતે બચી શકાય?... જોઈએ આ ખાસ રિપોર્ટમાં... દેશમાં સાઇબર છેતરપિંડીની ફરિયાદો બલૂન જેટલી ઝડપે હવામાં ઉડતું જાય છે તેટલી ઝડપે વધી રહી છે... ગૃહ મંત્રાલયના આંકડા પ્રમાણે 2021માં લગભગ 2 લાખ 63 હજાર ફરિયાદો નોંધાઈ હતી... જ્યારે 2025માં આ સંખ્યા 24 લાખને પાર પહોંચી ગઈ... એટલે પાંચ વર્ષમાં વાર્ષિક ફરિયાદો નવ ગણાથી વધુ થઈ ગઈ છે... આ સમયગાળા દરમિયાન કુલ લગભગ 66 લાખ ફરિયાદો નોંધાઈ છે..... GFX IN-1 છેલ્લા 5 વર્ષમાં સાયબર ફ્રોડની ફરિયાદોના આંકડા પર નજર કરીએ તો.....વર્ષ 2021માં 2 લાખ 62 હજાર 846 ફરિયાદ નોંધાઈ.... વર્ષ 2022માં 6 લાખ 94 હજાર 446 ફરિયાદ, વર્ષ 2023માં 13 લાખ 10 હજાર 375 ફરિયાદ, વર્ષ 2024માં 19 લાખ 18 હજાર 835 ફરિયાદ, વર્ષ 2025માં 24 લાખ 2 હજાર 579 ફરિયાદ અને છેલ્લા 5 વર્ષની કુલ 65 લાખ 89 હજાર 63 ફરિયાદ નોંધાઈ છે......GFX-1 OUT સાઇબર ફ્રોડમાં નોંધાયેલી રકમ પણ ચિંતાજનક છે... આ આંકડાઓ પર નજર કરીએ તો GFX-2 IN 2021માં 551 કરોડ રૂપિયાની રકમ નોંધાઈ હતી... વર્ષ 2022નાં 2 હજાર 290 કરોડ રૂપિયા, વર્ષ 2023માં 7 હજાર 465 કરોડ રૂપિયા અને જે વર્ષ 2024માં વધીને 22 હજાર 848 કરોડ રૂપિયા થઈ... જોકે 2025માં આ રકમ ઘટીને 22 હજાર 495 કરોડ રૂપિયા થઈ છે... આમ ફરિયાદો વધી હોવા છતાં નોંધાયેલી રકમમાં થોડો ઘટાડો થયો છે......GFX-2 OUT GFX-3 IN તો વર્ષ 2024 અને વર્ષ 2025માં ફરિયાદો અને રકમની સરખામણી કરીએ તો ફરિયાદોમાં 25.2% વધારો થયો છે જ્યારે નોંધાયેલી રકમમાં 1.5% ઘટાડો થયો છે.....GFX-3 OUT દિવાળીમાં સસ્તી ખરીદી અને મોટી ઓફરની લાલચમાં લોકો છેતરાઈ શકે છે... ઠગો જાણીતી કંપનીના નામે નકલી ડિસ્કાઉન્ટ લિંક મોકલે છે... ક્યારેક ગિફ્ટ ડિલિવરી અટકી હોવાનું કહીને પૈસા માગે છે... તો ક્યારેક કેશબેક અને દિવાળી બોનસના નામે OTP અથવા બેન્કની વિગતો મેળવવાનો પ્રયાસ કરે છે..... GFX IN-4 દિવાળીમાં સાઇબર ઠગોની પાંચ જાળ છેતરપિંડીની રીત ઠગોની ચાલ ફેક શોપિંગ ઓફરના નામે 70%–80% ડિસ્કાઉન્ટની લાલચ આપવી નકલી ગિફ્ટ વાઉચરના બહાને ફ્રી ગિફ્ટની અજાણી લિંક મોકલવી કુરિયર ફ્રોડ પાર્સલ અટક્યું હોવાનું બહાનું કેશબેક અને બોનસની લાલચ આપી OTP અને બેન્ક વિગતોની માગ નકલી કસ્ટમર કેરમાંથી કોલ કરી રિફંડના નામે છેતરપિંડી દિવાળીમાં સોના-ચાંદી અને શેરબજારમાં રોકાણ કરનારા લોકોને પણ ઠગો નિશાન બનાવે છે... સાયબર ગઠીયાઓ અલગ અલગ રીતે લોકોને લાલચ આપે છે અને લોકોને જાળમાં ફસાઈને ભૂલો કરી દે છે.....GFX-5 IN એટલે દિવાળીના રોકાણમાં આ પાંચ ભૂલ ન કરવી જોઈએ..... દિવાળીના રોકાણમાં આ પાંચ ભૂલ ન કરતા ગેરંટીવાળા મોટા નફાની ઓફરથી સાવધાન અજાણી લિંકથી ટ્રેડિંગ એપ ડાઉનલોડ ન કરો વ્યક્તિગત ખાતામાં રોકાણના પૈસા ન મોકલો SEBI રજિસ્ટર્ડ બ્રોકરની ખરાઈ કરો પૈસા ઉપાડવા વધારાની ફી માગે તો સાવધાન સાઇબર છેતરપિંડી અટકાવવા સરકાર બેન્કો અને પોલીસ સાથે સંકલન કરી રહી છે... સરકારી માહિતી પ્રમાણે જૂન 2026 સુધીમાં GFX-6 IN 32 લાખથી વધુ ફરિયાદોના સંદર્ભમાં 11 હજાર 158 કરોડ રૂપિયાથી વધુની રકમ બચાવવામાં આવી છે...GFX-6 OUT જોકે આ તમામ રકમ ફરિયાદીઓને પરત મળી ગઈ છે એવો અર્થ નથી... ફરિયાદ માટે 1930 હેલ્પલાઇન પણ કાર્યરત છે... સાયબર ગઠીયાઓ આટલા ચાલક છે કે આજે ભણેલા ગણેલા લોકોને પણ પોતાની જાળમાં ફસાવી અને શિકાર બનાવી લે છે.....એટલે GFX-7 IN તમારી સાથે સાઇબર છેતરપિંડી થાય તો સૌથી પહેલાં બેન્કને જાણ કરો... ત્યારબાદ 1930 પર ફોન કરો અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો... ટ્રાન્ઝેક્શન નંબર અને મેસેજ જેવા પુરાવા સાચવી રાખો... અને પાસવર્ડ બદલો અને ખાતું સુરક્ષિત કરો.... યાદ રાખો, પૈસા મેળવવા માટે ક્યારેય UPI PIN નાખવાની જરૂર પડતી નથી...GFX-7 OUT દિવાળીમાં ખરીદી અને ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે થોડી સાવચેતી રાખવી જરૂરી છે... કારણ કે એક નકલી ઓફર કે ખોટી લિંક તમારી મહેનતની કમાણી છીનવી શકે છે... એટલે કોઈ પણ ઓફર પર વિશ્વાસ કરતાં પહેલાં તેની ખરાઈ જરૂર કરો.......જેથી આ દિવાળી તમારા અને તમારા પરિવાર માટે રહે શુભ અને સુરક્ષિત.....

IPO Analysis Mobile

You May Like This

PNB FD Rates 2026: ₹5 લાખના રોકાણ પર ₹4.07 લાખનું વ્યાજ! 1 થી 10 વર્ષની FDનું વળતર ગણિત જાણો!
Personal Finance

PNB FD Rates 2026: ₹5 લાખના રોકાણ પર ₹4.07 લાખનું વ્યાજ! 1 થી 10 વર્ષની FDનું વળતર ગણિત જાણો!

India's Sports Business: ભારતમાં Sports Industryનું ભવિષ્ય શું?
Companies

India's Sports Business: ભારતમાં Sports Industryનું ભવિષ્ય શું?

USA News : અમેરિકામાં ટ્રમ્પને મોટો ઝટકો! ભારતને ટ્રેડ ડીલ અને H-1B વિઝામાં શું ફાયદો થશે?
Global

USA News : અમેરિકામાં ટ્રમ્પને મોટો ઝટકો! ભારતને ટ્રેડ ડીલ અને H-1B વિઝામાં શું ફાયદો થશે?

DHANTERAS SPECIAL : 5 વર્ષ પહેલાં ₹50 હજારનું સોનું કે ચાંદી ખરીદ્યું હોત તો આજે કેટલા રૂપિયા મળત?
Commodity

DHANTERAS SPECIAL : 5 વર્ષ પહેલાં ₹50 હજારનું સોનું કે ચાંદી ખરીદ્યું હોત તો આજે કેટલા રૂપિયા મળત?

Shorts

More
 ઈરાનની ભારતને મોટી છૂટ! હવે હોર્મુઝમાંથી પસાર થશે ભારતીય જહાજો?
Global

ઈરાનની ભારતને મોટી છૂટ! હવે હોર્મુઝમાંથી પસાર થશે ભારતીય જહાજો?

ક્રૂડ ઓઈલ ધડામ! ટાયર, એવિએશન અને પેઇન્ટ શેરોમાં રોકેટ તેજી!
Market

ક્રૂડ ઓઈલ ધડામ! ટાયર, એવિએશન અને પેઇન્ટ શેરોમાં રોકેટ તેજી!

ધનતેરસે સોનાની ખરીદી કરતા પહેલાં જાણી લો આ મહત્વના સમાચાર
Commodity

ધનતેરસે સોનાની ખરીદી કરતા પહેલાં જાણી લો આ મહત્વના સમાચાર

US Mid Term Election : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પરાજય સ્વીકાર્યો , હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેમાં ડેમોક્રેટ્સની બહુમતી
Global

US Mid Term Election : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પરાજય સ્વીકાર્યો , હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેમાં ડેમોક્રેટ્સની બહુમતી

અર્થતંત્રમાં ક્યાં તેજી, ક્યાં મંદી? શું કહી રહ્યા છે ઓક્ટોબરના PMIના આંકડા?
Market

અર્થતંત્રમાં ક્યાં તેજી, ક્યાં મંદી? શું કહી રહ્યા છે ઓક્ટોબરના PMIના આંકડા?

ક્રૂડમાં કડાકા બાદ ચાંદીમાં ઉછાળો, શું ફરી એકવાર સોના-ચાંદીમાં આવશે રોકેટ તેજી?
Commodity

ક્રૂડમાં કડાકા બાદ ચાંદીમાં ઉછાળો, શું ફરી એકવાર સોના-ચાંદીમાં આવશે રોકેટ તેજી?

દિવાળી પહેલાં બ્રોકરેજ હાઉસે આ 10 શેરમાં આપ્યા નવા રેટિંગ અને ટાર્ગેટ
Market

દિવાળી પહેલાં બ્રોકરેજ હાઉસે આ 10 શેરમાં આપ્યા નવા રેટિંગ અને ટાર્ગેટ

Jio News : Jioનું પ્રથમ Gift City Fund થયું લોન્ચ , કેટલું કરવું પડશે રોકાણ?
Companies

Jio News : Jioનું પ્રથમ Gift City Fund થયું લોન્ચ , કેટલું કરવું પડશે રોકાણ?

Kubera Update: બપોર સુધીના માર્કેટના મોટા સમાચાર : Kubera Now : 30 October 2026
Market

Kubera Update: બપોર સુધીના માર્કેટના મોટા સમાચાર : Kubera Now : 30 October 2026

 Kubera Update : બપોર સુધીના સૌથી મોટા સમાચાર : 29-10-2026
Market

Kubera Update : બપોર સુધીના સૌથી મોટા સમાચાર : 29-10-2026

ગુજરાતના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત, મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત
Gujarat

ગુજરાતના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત, મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત

Kubera ROUND UP 23-10-2026 Today's Latest News Updates
Market

Kubera ROUND UP 23-10-2026 Today's Latest News Updates

Jio IPO ધીરુભાઈની જેમ આકાશ કમાણી કરાવશે
IPO

Jio IPO ધીરુભાઈની જેમ આકાશ કમાણી કરાવશે

Vibrant Mobile
Only On KuberaNow