KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

મુંબઈમાં ઉદ્યોગકારોને મુખ્યમંત્રીનું આહ્વાન: ‘ગુજરાત આવો, ગુજરાતમાં વિકસો અને ગુજરાત સાથે આગળ વધો’

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના પ્રચાર માટે મુંબઈમાં યોજાયેલા રોડ-શૉમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશ-વિદેશના ઉદ્યોગકારો અને રોકાણકારોને ગુજરાતમાં રોકાણ વધારવા આમંત્રણ આપ્યું હતું. તેમણે રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર અને ગ્રીન મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં રહેલી તકો રજૂ કરી હતી.

desk@kuberanowPublished On : 3 Sept 2026
Vibrant Gujarat Summit 2027

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ની પૂર્વ તૈયારીના ભાગરૂપે મુંબઈમાં યોજાયેલા રોડ-શૉમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશ-વિદેશના ઉદ્યોગકારો અને રોકાણકારોને ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું હતું. તેમણે ‘કમ ટુ ગુજરાત – ગ્રો ઇન ગુજરાત – ગ્રો વિથ ગુજરાત’નો સંદેશ આપ્યો હતો.


આ પ્રસંગે વિવિધ દેશોના કોન્સ્યુલ જનરલ્સ, વિદેશી પ્રતિનિધિઓ અને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે સંવાદ યોજાયો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રોકાણકારોએ ગુજરાતને માત્ર ઔદ્યોગિક એકમ સ્થાપવાના સ્થળ તરીકે નહીં, પરંતુ પોતાના ભવિષ્યના વિકાસના વિશ્વસનીય ભાગીદાર તરીકે જોવું જોઈએ.


નવા ઉદ્યોગ ક્ષેત્રો પર ગુજરાતનો ભાર

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત પરંપરાગત ઔદ્યોગિક વિકાસથી આગળ વધીને રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર અને ગ્રીન મેન્યુફેક્ચરિંગ જેવા ઊભરતા ક્ષેત્રોમાં અગ્રેસર બનવા તૈયાર છે.


તેમના જણાવ્યા અનુસાર, રાજ્ય પાસે દેશનો સૌથી લાંબો દરિયાકિનારો, વિશ્વસ્તરીય બંદરો, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન, ગિફ્ટ સિટી, મજબૂત MSME માળખું અને કુશળ માનવબળ જેવી સુવિધાઓ છે.


અર્થતંત્રમાં ગુજરાતનું યોગદાન

રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાત દેશના કુલ GDPમાં 8.2%, ઉત્પાદન ક્ષેત્રમાં 17% અને મર્ચન્ડાઇઝ નિકાસમાં 25% યોગદાન આપે છે.


મુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું હતું કે, ગુજરાત દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાંથી આશરે 40% કાર્ગો સંભાળે છે. રાજ્યની નીતિ સ્થિરતા, માળખાકીય સુવિધાઓ અને રોકાણને અનુકૂળ વાતાવરણને કારણે ઉદ્યોગોને વિકાસ માટે જરૂરી આધાર મળ્યો છે.


2047 સુધીમાં 3.5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતને 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પ્રાદેશિક સંતુલિત વિકાસ માટે રાજ્યમાં છ આર્થિક પ્રાદેશિક માસ્ટર પ્લાન પણ તૈયાર થઈ રહ્યા છે.


તેમણે મુંબઈ અને ગુજરાતના લાંબા સમયથી ચાલતા આર્થિક સંબંધોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, બંને પ્રદેશો સાથે મળીને એશિયાના સૌથી શક્તિશાળી આર્થિક કોરિડોર પૈકી એક બની શકે છે.


સમિટમાં જોડાવાનું આમંત્રણ

મુખ્યમંત્રીએ દેશ અને વિદેશના ઉદ્યોગકારોને 10, 11 અને 12 જાન્યુઆરી, 2027ના રોજ યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.


રોડ-શૉમાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, CIIના પ્રતિનિધિઓ, RPG એન્ટરપ્રાઇઝિસ, બ્લુ સ્ટાર ઇન્ડિયા સહિતની કંપનીઓના આગેવાનો અને વિવિધ ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Arjun Modhavadia.jpg

ગુજરાતમાં વિદેશી રોકાણનો નવો અધ્યાય! સિંગાપોર-દક્ષિણ કોરિયાની કંપનીઓએ દર્શાવ્યો કરોડોના પ્રોજેક્ટ્સમાં રસ

Gujarat Public Holidays 2027

ગુજરાત સરકારનું 2027નું રજા કેલેન્ડર જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Chhath Puja Special Train

Chhath Puja: 11 નવેમ્બરે અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ Superfast special train દોડશે

 Gujarat Export

ગુજરાતની નિકાસને નવી દિશા! ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ની સ્થાપનાને સરકારની મંજૂરી

CNG

દિવાળી ટાણે CNGના ભાવમાં ફરી ભડકો! 15 દિવસમાં બીજી વખત વધારો, કિંમત ₹100ને પાર

ntc

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

India’s FTA Network

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

Prabha Natural Farming Centre

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત