KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

PM Modi Gujarat Visit: પાટા પર વિકાસની નવી ગતિ! ગુજરાતમાં બે નવી ટ્રેનોથી આર્થિક પ્રવૃત્તિઓને ટેકો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 30 ઑક્ટોબર, 2026ના રોજ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સાબરમતી–વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ સેવાને લીલી ઝંડી બતાવી છે. દરરોજ દોડનારી એક્સપ્રેસથી કાશી વિશ્વનાથ ધામની યાત્રા માટે વધુ એક વિકલ્પ મળશે. મેમૂ સેવાથી ઉત્તર ગુજરાતના દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને બહુચર માતાના દર્શને જતા શ્રદ્ધાળુઓને લાભ થશે.

kuberanow deskPublished On : 30 Oct 2026
Train
Railway Train

Western Railway: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઑક્ટોબર, 2026ના રોજ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં બે નવી રેલ સેવાઓને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી છે. આ સેવાઓમાં સાબરમતી–વારાણસી એક્સપ્રેસ તથા મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ ટ્રેન સેવાનો સમાવેશ થાય છે. ગુજરાતને સાબરમતી–વારાણસી એક્સપ્રેસ તથા મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂના રૂપમાં બે નવી રેલ સેવાઓની ભેટ મળવી એ પ્રાદેશિક અને આંતરરાજ્ય રેલ જોડાણને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. સાબરમતી–વારાણસી એક્સપ્રેસથી ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ વચ્ચે રેલ સંપર્ક મજબૂત બનશે તથા શ્રી કાશી વિશ્વનાથ ધામનાં દર્શન માટે જતા શ્રદ્ધાળુઓને અનુકૂળ મુસાફરીનો વિકલ્પ મળશે.


સાબરમતી–વારાણસી એક્સપ્રેસ

નવી ટ્રેન નંબર 12205/12206 સાબરમતી–વારાણસી એક્સપ્રેસ ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનાં મુખ્ય શહેરોને રેલ નેટવર્ક સાથે જોડશે. આ ટ્રેન દરરોજ દોડશે અને મુસાફરોને અમદાવાદ તથા વારાણસી વચ્ચે સુવિધાજનક રેલ મુસાફરીનો વિકલ્પ પૂરો પાડશે. આ ટ્રેન શરૂ થવાથી શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને લાભ મળશે. ખાસ કરીને વારાણસી સ્થિત શ્રી કાશી વિશ્વનાથ ધામ તથા અન્ય ધાર્મિક સ્થળોની યાત્રા કરતા શ્રદ્ધાળુઓ માટે આ સેવા સુવિધાજનક સાબિત થશે. આ ઉપરાંત, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનાં મુખ્ય શહેરો વચ્ચે વેપાર, પ્રવાસન અને સામાજિક સંપર્કને પણ પ્રોત્સાહન મળશે.


ટ્રેન નંબર 12205, સાબરમતી–વારાણસી એક્સપ્રેસ: સાબરમતીથી સવારે 05:20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 06:30 વાગ્યે વારાણસી પહોંચશે. ટ્રેન નંબર 12206, વારાણસી–સાબરમતી એક્સપ્રેસ: વારાણસીથી સાંજે 17:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 20:15 વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, માંડાવર મહવા રોડ, ખેડલી, નદબઈ, ભરતપુર, ઈદગાહ આગ્રા જંક્શન, ટૂંડલા જંક્શન, ગોવિંદપુરી, સુબેદારગંજ અને મિર્ઝાપુર સ્ટેશનો પર ઊભી રહેશે.


મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ

મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ ટ્રેન સેવા શરૂ થવાથી મહેસાણા, પાટણ તથા આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ સારી રેલ પરિવહન સુવિધા મળશે. આ સેવા દ્વારા સાબરમતી, ચાંદખેડા, કલોલ, કડી, ભોયણી, કટોસણ રોડ, બેચરાજી, ચાણસ્મા, રણુજ અને મહેસાણા સહિતના માર્ગ પરનાં મુખ્ય સ્ટેશનો એકબીજા સાથે જોડાશે. આ સેવા ખાસ કરીને દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ, ઔદ્યોગિક કર્મચારીઓ તથા બેચરાજી સ્થિત શ્રી બહુચર માતા મંદિરે દર્શન માટે જતા શ્રદ્ધાળુઓ માટે લાભદાયી રહેશે. આ રેલ સેવા હેઠળ મુસાફરોને સવાર અને સાંજ, બંને સમયે મુસાફરીના વિકલ્પો ઉપલબ્ધ થશે.


મેમૂ ટ્રેનનું સમયપત્રક

Railway Train


સવારની ટ્રેન સેવા: સાબરમતીથી સવારે 06:40 વાગ્યે ઉપડીને ટ્રેન 08:05 વાગ્યે બેચરાજી પહોંચશે. બેચરાજીથી 08:07 વાગ્યે ઉપડીને આ ટ્રેન 09:45 વાગ્યે મહેસાણા પહોંચશે. વાપસીમાં ટ્રેન મહેસાણાથી સાંજે 16:40 વાગ્યે ઉપડીને 17:49 વાગ્યે બેચરાજી પહોંચશે. બેચરાજીથી 17:51 વાગ્યે ઉપડીને આ ટ્રેન 20:30 વાગ્યે સાબરમતી પહોંચશે.


સાંજની ટ્રેન સેવા: સાબરમતીથી સાંજે 17:05 વાગ્યે ઉપડીને ટ્રેન 18:48 વાગ્યે બેચરાજી પહોંચશે. બેચરાજીથી 18:50 વાગ્યે ઉપડીને આ ટ્રેન 20:25 વાગ્યે મહેસાણા પહોંચશે. આ જ રીતે, ટ્રેન મહેસાણાથી સવારે 07:05 વાગ્યે ઉપડીને 07:50 વાગ્યે બેચરાજી પહોંચશે. બેચરાજીથી 07:52 વાગ્યે ઉપડીને આ ટ્રેન 10:20 વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગમાં બંને ટ્રેનો ચાંદખેડા, કલોલ, કડી, ભોયણી, કટોસણ રોડ, બેચરાજી, ચાણસ્મા અને રણુજ સ્ટેશનો પર ઊભી રહેશે.


ઔદ્યોગિક પ્રવૃત્તિઓને થશે ફાયદો


ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું શ્રી બહુચર માતા મંદિર રાજ્યનાં મુખ્ય ધાર્મિક સ્થળોમાંનું એક છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. નવી મેમૂ રેલ સેવાથી શ્રદ્ધાળુઓને બેચરાજી આવવા-જવા માટે અનુકૂળ પરિવહન વિકલ્પ મળશે. બેચરાજી વિસ્તારમાં વધતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને સ્થાનિક અવરજવરની જરૂરિયાતોને ધ્યાનમાં લેતાં આ રેલ સેવા મહત્ત્વપૂર્ણ સાબિત થશે. તેનાથી સ્થાનિક રહેવાસીઓની સાથે આસપાસનાં ગામોના લોકોને પણ લાભ મળશે.


આ પણ વાંચો: Bullet Train Project: અમદાવાદમાં બુલેટ ટ્રેન નીચેથી પસાર થશે રેલવેની ટ્રેનો


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Arjun Modhavadia.jpg

ગુજરાતમાં વિદેશી રોકાણનો નવો અધ્યાય! સિંગાપોર-દક્ષિણ કોરિયાની કંપનીઓએ દર્શાવ્યો કરોડોના પ્રોજેક્ટ્સમાં રસ

Gujarat Public Holidays 2027

ગુજરાત સરકારનું 2027નું રજા કેલેન્ડર જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Chhath Puja Special Train

Chhath Puja: 11 નવેમ્બરે અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ Superfast special train દોડશે

 Gujarat Export

ગુજરાતની નિકાસને નવી દિશા! ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ની સ્થાપનાને સરકારની મંજૂરી

CNG

દિવાળી ટાણે CNGના ભાવમાં ફરી ભડકો! 15 દિવસમાં બીજી વખત વધારો, કિંમત ₹100ને પાર

ntc

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

India’s FTA Network

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

Prabha Natural Farming Centre

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત