PM મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે, બનાસકાંઠાને મળશે ₹407.56 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીથી બનાસ ડેરીના ₹407.56 કરોડના ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ સાથે થરાદ અને રાધનપુર ખાતે બે નવા Bio-CNG પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 ઓક્ટોબર, 2026ના રોજ બનાસકાંઠાના ભીલડીથી બનાસ ડેરીના કુલ ₹407.56 કરોડના ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આમાં પશુ સંવર્ધન માટેનું ભારત બોવાઇન બ્રીડીંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC), ફ્રેન્ચ ફ્રાઇસ પ્રોસેસિંગ પ્લાન્ટ અને ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રીટ્રાઇવલ સિસ્ટમ (ASRS)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત થરાદ અને રાધનપુર ખાતે બનાસ ડેરીના બે નવા Bio-CNG પ્લાન્ટ્સનું ઇ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
ભીલડીમાં ₹324.77 કરોડનું BBBRC
બનાસ ડેરીએ બનાસકાંઠાના ભીલડી ખાતે 127 એકર વિસ્તારમાં ₹324.77 કરોડના ખર્ચે ભારત બોવાઇન બ્રીડીંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું નિર્માણ કર્યું છે. આ કેન્દ્ર પશુ સંવર્ધન માટે સેન્ટર ઑફ એક્સલન્સ તરીકે વિકસાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ આ સેન્ટર માટે ₹38.83 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં દાતા પશુઓ માટે ₹2 કરોડનો સમાવેશ થાય છે. સેન્ટરને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) તરફથી તકનીકી સહયોગ આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ભારત સરકારની Animal Husbandry Infrastructure Development Fund (AHIDF) યોજના હેઠળ મંજૂર થયો છે અને NABARD દ્વારા નાણાકીય સહાય આપવામાં આવી છે.
French Fries Plant અને ASRSનું પણ લોકાર્પણ
વાવ-થરાદ જિલ્લાના સણાદર ખાતે ₹51.65 કરોડના ખર્ચે French Fries Processing Plant વિકસાવવામાં આવ્યો છે. પ્લાન્ટમાં ફ્રેન્ચ ફ્રાઇઝની ઉત્પાદન ક્ષમતા પ્રતિ કલાક 2 ટનથી વધારીને 5 ટન કરવાની કામગીરી એપ્રિલ 2026માં શરૂ કરવામાં આવી હતી. બનાસ ડેરીએ અહીં ટેસ્ટ ટ્યુબમાં તૈયાર થતા નાના છોડથી લઈને ખેતરમાં ઉગાડવામાં આવતા બિયારણ, કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવતા બટાકા અને અંતે ફ્રેન્ચ ફ્રાઇઝના ઉત્પાદન સુધીની સંકલિત ઉત્પાદન શ્રૃંખલા ઊભી કરી છે. પાલનપુરમાં ₹31.14 કરોડના ખર્ચે Automated Storage and Retrieval System (ASRS) વિકસાવવામાં આવી છે. UHT ઉત્પાદનોના સંગ્રહ અને મોકલણી માટેની આ સંપૂર્ણ સ્વચાલિત વ્યવસ્થામાં 9 માળ સુધી સ્ટીલ રેક બનાવવામાં આવ્યા છે અને તેમાં 11 હજાર પેલેટ સંગ્રહ કરવાની ક્ષમતા છે.

થરાદ અને રાધનપુરમાં બે નવા Bio-CNG પ્લાન્ટ
બનાસ ડેરી દ્વારા પશુઓના છાણનું પ્રોસેસિંગ કરીને Bio-CNG અને સેન્દ્રીય ખાતર બનાવવામાં આવે છે. આ માટે બનાસ ડેરીના ચાર પ્લાન્ટ્સ પહેલેથી કાર્યરત છે અને હવે બે નવા પ્લાન્ટ્સ ઉમેરવામાં આવશે. થરાદ ખાતે 75 મેટ્રિક ટન છાણ અને રાધનપુર ખાતે 100 મેટ્રિક ટન છાણની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતા બે નવા Bio-CNG પ્લાન્ટ્સનું ઇ-ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભીલડી ખાતેથી કરશે. આ બંને પ્લાન્ટ્સથી Bio-CNG અને સેન્દ્રીય ખાતરના ઉત્પાદનને વેગ મળવાની સાથે પશુપાલકોને વધારાની આવક મળવાની માહિતી આપવામાં આવી છે.
કાર્યક્રમમાં કોણ ઉપસ્થિત રહેશે?
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો, સરકારી અધિકારીઓ, NDDBના ચેરમેન ડૉ. મીનેશ શાહ, GCMMFના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, દૂધ સંઘોના ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર્સ, બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરી તથા બનાસકાંઠાના દૂધ ઉત્પાદકો પણ કાર્યક્રમમાં ભાગ લેશે.
આ પણ વાંચો : રેલવેની પાર્સલ સેવા હવે ઘરઆંગણે! આ 8 શહેરોમાં બુકિંગ અને ડિલિવરીની તૈયારી
આ પણ જુઓ:
Also Read

ગુજરાતમાં વિદેશી રોકાણનો નવો અધ્યાય! સિંગાપોર-દક્ષિણ કોરિયાની કંપનીઓએ દર્શાવ્યો કરોડોના પ્રોજેક્ટ્સમાં રસ

ગુજરાત સરકારનું 2027નું રજા કેલેન્ડર જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Chhath Puja: 11 નવેમ્બરે અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ Superfast special train દોડશે

ગુજરાતની નિકાસને નવી દિશા! ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ની સ્થાપનાને સરકારની મંજૂરી

દિવાળી ટાણે CNGના ભાવમાં ફરી ભડકો! 15 દિવસમાં બીજી વખત વધારો, કિંમત ₹100ને પાર

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ







