KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ઊર્જા સંકટ વચ્ચે ગુજરાતનું ગેસ મોડલ: 85,000 ઘરને જોડાણ અપાયા

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ઊર્જા સંકટ વચ્ચે ગુજરાતમાં 85,000થી વધુ નવા ઘરેલુ PNG જોડાણ અને 1,100થી વધુ વાણિજ્યિક જોડાણ આપવામાં આવ્યાં છે. રાજ્ય સરકાર અને ગેસ કંપનીઓના હસ્તક્ષેપથી મોરબીના સિરામિક ઉદ્યોગમાં પણ ઝડપી સુધારો નોંધાયો છે.

desk@kuberanowPublished On : 11 Sept 2026
PNG Connection
PNG ConnectionAI Generated Image

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ઊર્જા સંકટ વચ્ચે ગુજરાતમાં 85,000થી વધુ નવા ઘરેલુ PNG જોડાણ અને 1,100થી વધુ વાણિજ્યિક જોડાણ આપવામાં આવ્યાં છે. રાજ્ય સરકાર અને ગેસ કંપનીઓના હસ્તક્ષેપથી મોરબીના સિરામિક ઉદ્યોગમાં પણ ઝડપી સુધારો નોંધાયો છે. બંધ થયેલાં 670થી વધુ કારખાનાં દોઢ મહિનામાં ફરી શરૂ થયાં હોવાનો સરકારે દાવો કર્યો છે.


ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠક બાદ સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાણિજ્યિક ગેસ અને PNGની ઉપલબ્ધતા સાથે નવા જોડાણોની સ્થિતિની સમીક્ષા કરી છે. 1થી 17 માર્ચ દરમિયાન ગુજરાત એનર્જી લિમિટેડે લગભગ 40,000 નવા ઘરેલુ PNG જોડાણ આપ્યાં હતાં. આ સમયગાળામાં અગાઉ બંધ થયેલાં આશરે 13,000 જોડાણ ફરી શરૂ કરવામાં આવ્યાં હતાં. કંપનીએ 500 નવા વાણિજ્યિક ગેસ જોડાણ પણ આપ્યાં હતાં.

 

હોસ્પિટલ, છાત્રાલય, શાળા, કોલેજ અને કારખાનાની કેન્ટીન જેવી જાહેર ઉપયોગની સંસ્થાઓને ગેસ પુરવઠામાં પ્રાથમિકતા આપવામાં આવી છે. GEL દ્વારા આવી 110 સંસ્થાઓને જોડાણ અપાયાં, જ્યારે અન્ય સિટી ગેસ કંપનીઓએ વધારાની 225 સંસ્થાઓને ગેસ નેટવર્ક સાથે જોડી હતી.

 

મોરબીના સિરામિક ઉદ્યોગને રાહત

 

વૈશ્વિક ઊર્જા સંકટ દરમિયાન કાચા માલના વધેલા ભાવ અને પરિવહન ખર્ચની સૌથી ગંભીર અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી હતી. માર્ચના બીજા પખવાડિયામાં અનેક ઉત્પાદકોએ સ્વૈચ્છિક રીતે ઉત્પાદન સ્થગિત કર્યું હતું. 31 માર્ચ સુધી માત્ર 83 કારખાનાં કાર્યરત રહ્યાં હતાં. રાજ્ય સરકાર અને GELના હસ્તક્ષેપ બાદ સ્થિતિમાં ઝડપથી સુધારો થયો હતો. દોઢ મહિનામાં 670થી વધુ કારખાનાં ફરી શરૂ થયાં. હાલમાં મોરબીના આશરે 865 ઔદ્યોગિક એકમો GELની ગેસ પાઇપલાઇન સાથે જોડાયેલા છે.

 

કેમ મહત્ત્વપૂર્ણ?

 

મોરબીનો સિરામિક ઉદ્યોગ નિકાસ, રોજગાર અને ગુજરાતના ઉત્પાદન ક્ષેત્ર માટે મહત્ત્વનો છે. ગેસ પુરવઠાની સાતત્યતા કારખાનાં ફરી શરૂ રાખવા ઉપરાંત ઉત્પાદન ખર્ચ અને નિકાસ ઓર્ડરની સમયસર પૂર્તિ માટે પણ નિર્ણાયક રહેશે.


આઅલ નિનોની અસર અને અખાતી યુદ્ધનાં કારણે દાડમની નિકાસમાં ઘટાડો


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Arjun Modhavadia.jpg

ગુજરાતમાં વિદેશી રોકાણનો નવો અધ્યાય! સિંગાપોર-દક્ષિણ કોરિયાની કંપનીઓએ દર્શાવ્યો કરોડોના પ્રોજેક્ટ્સમાં રસ

Gujarat Public Holidays 2027

ગુજરાત સરકારનું 2027નું રજા કેલેન્ડર જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Chhath Puja Special Train

Chhath Puja: 11 નવેમ્બરે અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ Superfast special train દોડશે

 Gujarat Export

ગુજરાતની નિકાસને નવી દિશા! ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ની સ્થાપનાને સરકારની મંજૂરી

CNG

દિવાળી ટાણે CNGના ભાવમાં ફરી ભડકો! 15 દિવસમાં બીજી વખત વધારો, કિંમત ₹100ને પાર

ntc

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

India’s FTA Network

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

Prabha Natural Farming Centre

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત