KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Vibrant Gujarat: વિમાનથી ડ્રોન અને હથિયારો સુધી: ગુજરાતના ઉદ્યોગોને નવી ઉડાન આપશે ડિફેન્સ ક્ષેત્ર

ગુજરાત એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રમાં ઉત્પાદન, નવીનતા અને રોકાણનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વડોદરાની Tata-Airbus C295 ફાઇનલ એસેમ્બલી લાઇન સાથે રાજ્યમાં ડ્રોન, એરક્રાફ્ટના પાર્ટ્સ, ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ અને જાળવણી-રિપેરિંગ સેવાઓની સપ્લાય ચેઇન વિકસી રહી છે. મોટી કંપનીઓ સાથે MSMEsની ભાગીદારી અને મૂડી, વ્યાજ, કરવેરા તથા સંશોધન માટેનાં નીતિગત પ્રોત્સાહનો દ્વારા રાજ્ય વૈશ્વિક રોકાણ આકર્ષવા પ્રયાસરત છે.

desk@kuberanowPublished On : 26 Oct 2026
Vibrant Gujarat
AI Image

Vibrant Gujarat: ભારતના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત હંમેશા અગ્રણી અને મજબૂત ભાગીદાર રાજ્ય રહ્યું છે. ગુજરાત પોતાની આ ક્ષમતા અને દુર દ્રષ્ટિ વાળા વિઝનને આગળ વધારતા ગુજરાત ઝડપથી એરોસ્પેસ અને રક્ષા (A&D) ક્ષેત્રમાં ઉત્પાદન અને નવીનતાના મહત્વના કેન્દ્રના રુપમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની દિશામાં અગ્રેસર છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 ભારતના ઉભરી રહેલા રણનીતિક મહત્વના ક્ષેત્રો પ્રત્યે વૈશ્વિક સમુદાયનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ગુજરાતનું વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યૂહાત્મક ભૌગોલિક લાભો અને અત્યાધુનિક એન્જિનિયરિંગ ક્ષમતાઓ સાથે પોતાને એક આકર્ષક રોકાણ અનુકૂળ કેન્દ્રના રુપમાં રજૂ કરી રહ્યું છે.

 

વડોદરા સ્થિત 'ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ-એરબસ C295 ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL)' ફેસિલિટી જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ ગુજરાતની આ વધતી ઓળખના મજબૂત આધારનું પ્રમાણ છે. ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની મિલિટરી એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) તરીકે આ પ્લાન્ટ ઘરેલુ એરોસ્પેસ સપ્લાય ચેઇનને ઝડપથી આગળ વધારી રહ્યું છે. એટલું જ નહીં આ પ્લાન્ટ એરક્રાફ્ટ સ્ટ્રક્ચર્સ, વિમાનના પાર્ટસ, ચોક્કસ એન્જિનિયરિંગ અને રક્ષા ઇલેક્ટ્રોનિક્સમાં વિશ્વસ્તરીય વિશેષતાને દર્શાવે છે. ગુજરાત ફક્ત વિમાન ઉત્પાદક સુધી જ સીમિત નથી, પરંતુ તેની સાથે માનવ રહિત વિમાનનું (UAVs/ડ્રોન) ઉત્પાદન, એરોસ્પેસના ઉપકરણો, જાળવણી અને રીપેરીંગ તથા ઓવરહોલ (MRO) સેવાઓ, અદ્યતન સામગ્રી અને કુશળ એન્જિનિયરિંગની કામગીરીમાં પણ સક્રિયપણે વિસ્તરણ કરી રહ્યું છે.

 

આ મહત્વની યોજનાઓ સાથે-સાથે રાજયભરમાં એરોસ્પેસ અને ડિફેન્સ (A&D) ક્ષેત્રમાં રાજ્યમાં ઔદ્યોગિક એકમોની એક સમૃદ્ધ ઇકોસિસ્ટમ ઉભી થઈ રહી છે. ફક્ત લાર્સન એન્ડ ટુબ્રો (Larsen & Toubro) જ આર્ટિલરી ગન, આર્મર્ડ સિસ્ટમ્સ અને વેપન લોન્ચ સિસ્ટમ્સનું ઉત્પાદન કરીને 381 રોજગારીનું સર્જન કરી રહી છે. જ્યારે બીજી તરફ રાસ્પિયન એન્ટરપ્રાઇઝિસ (સ્મોલ આર્મ્સ) અને એસ્ટ્રિઓનિક્સ (FMJ પ્રોજેક્ટાઇલ્સ) રાજ્યના શસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદનના આધારને મજબૂત કરી રહ્યા છે. જૈવેલ એરોસ્પેસ, શ્રીરામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ, યુનિક ફોર્જ અને પુષ્પક એરોસ્પેસ જેવા લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) આ મુખ્ય એકમોને કોઈ પણ અવરોધ વિના જરુરી સાધનો સપ્લાય કરી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં એરોસ્પેસ અને રક્ષા ક્ષેત્રની એક વિશેષ સપ્લાય ચેઈન વિકસિત થઈ રહી છે.

 

Vibrant Gujarat


ભારતનું સંરક્ષણ ઉત્પાદન 2014થી અત્યાર સુધીમાં લગભગ ચાર ગણું વધ્યું છે,  સંરક્ષણ ઉત્પાદન નાણાંકીય વર્ષ 2014-15માં ₹46,429 કરોડ હતુ જે વધીને નાણાકીય વર્ષ 2025-26માં વિક્રમી ₹1.78 લાખ કરોડ પર પહોંચ્યું છે. આ જ રીતે સંરક્ષણ નિકાસ 21 ગણી વધી છે. 2004-14ના સમયગાળામાં ₹4312 કરોડ રહેલી નિકાસ 21 ગણી વધીને 2014-24ના સમયગાળામાં ₹ 88,319 કરોડ પર પહોંચી છે, જે વૈશ્વિક સંરક્ષણ ક્ષેત્રે ભારતની વિસ્તરતી ભૂમિકાને દર્શાવે છે.  ભારત હજુ પણ પોતાની પારંપરિક રક્ષા જરુરિયાતો માટે ઘણે અંશે આયાત પર નિર્ભર છે. તેવામાં રાષ્ટ્રીય સુરક્ષાની આવશ્યકતાઓ અને નવા મૂડી સંપાદનથી દેશમાં જ ઉત્પાદન કરવાના અનેક નવા અવસર ઉભા થયા છે. કુશળ એન્જિનિયરો, વૈજ્ઞાનિકો અને IT વ્યાવસાયિકોની પુષ્કળ ઉપલબ્ધતા સાથે, ભારત સંશોધન, ડિઝાઇન, વિકાસ, ગુણવત્તાની ખાતરી અને તાલીમ ક્ષેત્રે વધતી માંગને પહોંચી વળવા માટે મજબૂત સ્થિતિમાં છે. ગુજરાત સરકાર આ ઔદ્યોગિક ગતિનો ઉપયોગ એરોસ્પેસ અને ડિફેન્સ (A&D) ક્ષેત્રમાં સક્રિય રીતે કરી રહી છે, જેનો ઉદ્દેશ્ય મોટી કોર્પોરેટ કંપનીઓ સાથે ભાગીદારી વધારવાનો અને આ સાથે જ માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSMEs)ને સક્ષમ બનાવીને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગંભીરતા સાથે પગલાં ભરવામાં આવી રહ્યા છે.

 

ગુજરાત સરકારે રોકાણોને ઝડપી બનાવવા માટે 'એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસી 2016'માં  રોકાણકારોને અનુકૂળ પ્રોત્સાહનો માટે એક સર્વગ્રાહી માળખું પૂરું પાડી પોલીસી બનાવી છે.  જેનો ઉદ્દેશ પ્રોજેક્ટને શરુ કરવાથી લઈને લાગુ કરવા સુધીની પ્રક્રિયાને સરળ અને આકર્ષક બનાવવાનો છે. આ નીતિનું મુખ્ય ધ્યાન  એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ, જાળવણી-રિપેરીંગ-ઓવરહોલ (MRO), ડિફેન્સ સેક્ટરમાં ઉપયોગમાં લેવાનાર ટેકનીકલ કપડાં, કાસ્ટિંગ અને ફોજિંગ ઉત્પાદનો, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ, શિપબિલ્ડિંગ, તોપ, ગોળા-બારુદ અને નાના હથિયાર  સંશોધન અને વિકાસ (R&D) અને પરિક્ષણ ક્ષેત્ર રહેશે. આ મજબૂત મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને ગુજરાતની એરોસ્પેસ અને ડિફેન્સ નીતિ પણ સમર્થન કરે છે. આ પોલિસી દેશમાં સૌથી સ્પર્ધાત્મક પ્રોત્સાહક માળખાને પુરું પાડે છે. આ નીતિ હેઠળ પાત્ર ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ (eFCI)ના 25% સુધી (મહત્તમ ₹2.5 કરોડ સુધી) મૂડી માટે સબસિડી, 5 વર્ષ માટે વાર્ષિક ₹10 કરોડ સુધી વ્યાજ સબસિડી, 10 વર્ષ માટે નેટ SGST નું 100% વળતર, સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ચાર્જમાં 100% છૂટ, 5 વર્ષ માટે 100% વીજ ડ્યુટીમાંથી મુક્તિ, પાવર ટેરિફ સબસિડી, અને સ્કિલ ડેવલપમેન્ટ તથા R&D સેન્ટર્સ માટે ₹5 કરોડ સુધીની સહાય પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે.

 

મજબૂત સંસ્થાકીય પદ્ધતિ અને ચોક્કસ સમય-મર્યાદામાં સહાયતા ઉપ્લબ્ધ કરાવવાની આ વ્યવસ્થાની સાથે આ નીતિ  VGGS 2027 પહેલાં ગુજરાતને એરોસ્પેસ અને ડિફેન્સ (A&D) ક્ષેત્રમાં રોકાણ માટે સૌથી પસંદગીનું સ્થળ બનાવે છે. ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં વ્યાપાર-અનુકૂળ ઉદ્યોગસાહસિક ભાવના અને ભવિષ્યલક્ષી સુશાસન દ્વારા વૈશ્વિક રોકાણોનો મોટો હિસ્સો મેળવવા માટે સજ્જ છે, આ જ રીતે ગુજરાત એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રે ભારતના 'આત્મનિર્ભર ભારત' ના વિઝનને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.


આ પણ વાંચો: NPK ખાતર મોંઘું થતાં ખેડૂતોનો ખર્ચ વધ્યો, ભાવવધારો પાછો ખેંચવા અને રાહત પેકેજની માગ


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Arjun Modhavadia.jpg

ગુજરાતમાં વિદેશી રોકાણનો નવો અધ્યાય! સિંગાપોર-દક્ષિણ કોરિયાની કંપનીઓએ દર્શાવ્યો કરોડોના પ્રોજેક્ટ્સમાં રસ

Gujarat Public Holidays 2027

ગુજરાત સરકારનું 2027નું રજા કેલેન્ડર જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Chhath Puja Special Train

Chhath Puja: 11 નવેમ્બરે અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ Superfast special train દોડશે

 Gujarat Export

ગુજરાતની નિકાસને નવી દિશા! ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ની સ્થાપનાને સરકારની મંજૂરી

CNG

દિવાળી ટાણે CNGના ભાવમાં ફરી ભડકો! 15 દિવસમાં બીજી વખત વધારો, કિંમત ₹100ને પાર

ntc

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

India’s FTA Network

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

Prabha Natural Farming Centre

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત