ધોલેરા બનશે ભારતની પ્રથમ ‘સેમિકોન સિટી’, CM ભૂપેન્દ્ર પટેલે મોટા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી
ધોલેરાને ભારતની પ્રથમ ‘સેમિકોન સિટી’ તરીકે વિકસાવવાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિકન્ડક્ટર પ્લાન્ટ, એરપોર્ટ, રેલવે, હોસ્પિટલ અને અન્ય મોટા પ્રોજેક્ટ્સની સ્થળ પર સમીક્ષા કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનની મુલાકાત લઈને ત્યાં ચાલી રહેલા ઔદ્યોગિક, સામાજિક અને શહેરી વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી છે. રાજ્યમાં ચાલી રહેલા મોટા વિકાસ પ્રોજેક્ટ્સની કામગીરી સ્થળ પર જઈને તપાસવાના અભિગમ હેઠળ મુખ્યમંત્રીએ ધોલેરાની મુલાકાત લીધી હતી.
Tata Electronicsના સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત
મુખ્યમંત્રીએ ધોલેરામાં બની રહેલી Tata Electronics Semiconductor Fabrication Facilityની મુલાકાત લઈને નિર્માણ કાર્યની પ્રગતિ જોઈ હતી. આ સુવિધા સેમિકન્ડક્ટર ઉત્પાદન સાથે સહાયક ઉદ્યોગો, ટેક્નોલોજી કંપનીઓ અને કુશળ રોજગાર માટે મોટું કેન્દ્ર બની શકે છે. ધોલેરાને ભારતની પ્રથમ ‘સેમિકોન સિટી’ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે અને તેના માટે ઔદ્યોગિક તથા સામાજિક માળખું એકસાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે.

200 બેડની હોસ્પિટલ અને સ્કૂલ પણ બનશે
ધોલેરાના સક્રિય વિસ્તારમાં અનેક સામાજિક સુવિધાઓનું નિર્માણ ચાલી રહ્યું છે. તેમાં 200 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, સંકલિત સ્કૂલ, ફાયર સ્ટેશન, 42 રૂમનું ગેસ્ટ હાઉસ, 600 લોકોની ક્ષમતાવાળી ફૂડ કોર્ટ અને 50 ટેન્ટની ટેન્ટ સિટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હોટેલ, રહેણાંક અને વ્યાપારી પ્રોજેક્ટ્સ પણ વિકસાવવામાં આવી રહ્યા છે.

1.11 લાખથી વધુ વૃક્ષોના વાવેતરની કામગીરી
વન વિભાગ અને સદભાવના ટ્રસ્ટના સહયોગથી 53 હેક્ટર વિસ્તારમાં 1.11 લાખથી વધુ રોપા વાવવાની કામગીરી ચાલી રહી છે. વૃક્ષોના જીવંત રહેવાના પ્રમાણને વધારવા માટે ‘ડ્રમ પ્લાન્ટેશન’ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. આ કામગીરીનો હેતુ ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણનું સંતુલન જાળવવાનો છે.

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે કાર્યરત
ધોલેરાની અવરજવર સુવિધામાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે કાર્યરત થઈ ગયો છે, જ્યારે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેલિબ્રેશન ફ્લાઇટનું સફળ લેન્ડિંગ થઈ ચૂક્યું છે. એરપોર્ટ 2026ના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે.
23 કિમીની નવી રેલ લાઇન
રેલ જોડાણ માટે 23 કિમી લાંબી ભીમનાથ-ધોલેરા લોજિસ્ટિક હબ નવી લાઇન વિકસાવવામાં આવી રહી છે. આ લાઇન ઔદ્યોગિક વિસ્તારોને માલ પરિવહન માટે વધુ સારી સુવિધા આપશે.
₹20,667 કરોડનો સેમી હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ
ધોલેરા માટે સૌથી મોટા જોડાણ પ્રોજેક્ટ્સમાં 134 કિમી લાંબી અમદાવાદ-ધોલેરા સેમી હાઇ-સ્પીડ ડબલ લાઇનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ માટે અંદાજિત ₹20,667 કરોડનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. આ રેલ લાઇન અમદાવાદ, ધોલેરા SIR, એરપોર્ટ અને લોથલને જોડશે અને ઝડપી મુસાફરીની સુવિધા પૂરી પાડશે.
ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ધોલેરાની તૈયારી
ધોલેરામાં સેમિકન્ડક્ટર ઉત્પાદન, એરપોર્ટ, રેલવે, માર્ગ, આરોગ્ય, શિક્ષણ અને રહેણાંક સુવિધાઓનો એકસાથે વિકાસ થઈ રહ્યો છે. સરકારના જણાવ્યા મુજબ આ સંકલિત વિકાસથી ધોલેરાને અદ્યતન ઉત્પાદન અને નવી ટેક્નોલોજી માટે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઔદ્યોગિક કેન્દ્ર બનાવવાનો પ્રયાસ છે.
Also Read

ગુજરાતમાં વિદેશી રોકાણનો નવો અધ્યાય! સિંગાપોર-દક્ષિણ કોરિયાની કંપનીઓએ દર્શાવ્યો કરોડોના પ્રોજેક્ટ્સમાં રસ

ગુજરાત સરકારનું 2027નું રજા કેલેન્ડર જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Chhath Puja: 11 નવેમ્બરે અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ Superfast special train દોડશે

ગુજરાતની નિકાસને નવી દિશા! ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ની સ્થાપનાને સરકારની મંજૂરી

દિવાળી ટાણે CNGના ભાવમાં ફરી ભડકો! 15 દિવસમાં બીજી વખત વધારો, કિંમત ₹100ને પાર

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ






