KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

હવે અમદાવાદમાં પણ દુબઈ જેવી સ્કાયલાઈન! સિંધુ ભવન રોડ પર બનશે 175 મીટર ઊંચો આઇકોનિક ટાવર

અમદાવાદના સિંધુ ભવન રોડ પર ₹570 કરોડના ખર્ચે ‘અમદાવાદ સિટી સ્ક્વેર’ બનાવવાની યોજના છે. 175 મીટર ઊંચા આઈકોનિક ટાવરમાં રેસ્ટોરન્ટ, કેફે, સ્કાય ડેક અને વ્યુ ગેલેરી સહિતની સુવિધાઓ હશે.

kuberanow deskPublished On : 30 Oct 2026
Iconic Tower Planned
Ahmedabad City SquareAI Generated Image

અમદાવાદની સ્કાયલાઈનને નવી ઓળખ આપવાના હેતુથી સિંધુ ભવન રોડ પર ‘અમદાવાદ સિટી સ્ક્વેર’ વિકસાવવાની યોજના છે. ₹570 કરોડના ખર્ચે બનનારા આ પ્રોજેક્ટમાં અંદાજિત 175 મીટર ઊંચો આઈકોનિક ટાવર હશે. તેમાં રેસ્ટોરન્ટ, કેફે, સ્કાય ડેક, વ્યુ ગેલેરી ઉપરાંત કોમર્શિયલ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેની સુવિધાઓ વિકસાવવામાં આવશે.


લોઅર અને અપર ગ્રાઉન્ડ પર શોપ્સ, ગેલેરી અને એમ્ફીથિયેટર

પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ લેવલ ઉપરાંત લોઅર ગ્રાઉન્ડ અને અપર ગ્રાઉન્ડ વિકસાવવામાં આવશે. લોઅર ગ્રાઉન્ડ પર શોપ્સ અને આર્ટ ગેલેરી બનાવવામાં આવશે. અપર ગ્રાઉન્ડ પર ચારેય ખૂણામાં ફૂડ કિઓસ્ક, 310 વ્યક્તિઓની બેઠક ક્ષમતા ધરાવતું એમ્ફીથિયેટર, ગાર્ડન, ફૂડ કોર્ટ અને વોટર ફાઉન્ટેન સહિતની સુવિધાઓ સાથે અર્બન પ્લાઝા વિકસાવવામાં આવશે.


1,200 વ્યક્તિની ક્ષમતાવાળું રેસ્ટોરન્ટ અને સ્કાય ડેક

આઈકોનિક ટાવરમાં અંદાજિત 40 મીટરની ઊંચાઈએ બે માળનું રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે. તેમાં એકસાથે અંદાજિત 1,200થી વધુ વ્યક્તિઓ બેસી શકે તેવી વ્યવસ્થા હશે. રેસ્ટોરન્ટની ઉપર ટેરેસ ડેક કેફે બનાવાશે, જેમાં અંદાજિત 200 વ્યક્તિઓ માટે બેઠક વ્યવસ્થા હશે. આ સુવિધા માટે આશરે 6,485 ચોરસ મીટરનું રાઉન્ડ આકારનું બાંધકામ કરવામાં આવશે. ટાવરની ટોચે આશરે 175 મીટરની ઊંચાઈએ સ્કાય ડેક અને સ્કાય વોક વિકસાવવામાં આવશે. અહીંથી અમદાવાદ શહેરનો પેનોરેમિક વ્યુ જોઈ શકાશે. સ્કાય ડેકની વ્યુ ગેલેરીમાં એકસાથે આશરે 75 વ્યક્તિઓ માટે વ્યવસ્થા હશે.


Ahmedabad


1,950 વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા

અમદાવાદ સિટી સ્ક્વેરમાં ગ્રાઉન્ડ લેવલથી આશરે 15 મીટર ઊંડાઈએ ત્રણ બેઝમેન્ટ બનાવવામાં આવશે. તેમાં કુલ 1,500 વાહનો પાર્ક કરી શકાશે. આ ઉપરાંત સામેની બાજુએ કોર્પોરેશનના પ્લોટમાં વધારાનું પાર્કિંગ વિકસાવવામાં આવશે, જેમાં વધુ 450 વાહનો પાર્ક કરી શકાશે.


25 ઓક્ટોબરે ટેન્ડર બહાર પડ્યું

AMC દ્વારા આ પ્રોજેક્ટ માટે 25 ઓક્ટોબર, 2026ના રોજ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. પ્રોજેક્ટને શહેરની ઓળખ સમાન બનાવવાના હેતુથી કોન્ટ્રાક્ટરો માટે ઓરિએન્ટેશન મીટિંગ યોજાશે. ટેન્ડર ફાઈનલ કરતા પહેલાં બે વખત પ્રિ-બીડ મીટિંગ યોજવાની યોજના છે. કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યા બાદ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 42 મહિના એટલે કે સાડા ત્રણ વર્ષનો સમય નક્કી કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો : આ દિવાળીએ ડ્રાયફ્રુટ નહીં, વિદેશી બેરી બની કોર્પોરેટ્સની પહેલી પસંદ!

આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Arjun Modhavadia.jpg

ગુજરાતમાં વિદેશી રોકાણનો નવો અધ્યાય! સિંગાપોર-દક્ષિણ કોરિયાની કંપનીઓએ દર્શાવ્યો કરોડોના પ્રોજેક્ટ્સમાં રસ

Gujarat Public Holidays 2027

ગુજરાત સરકારનું 2027નું રજા કેલેન્ડર જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Chhath Puja Special Train

Chhath Puja: 11 નવેમ્બરે અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ Superfast special train દોડશે

 Gujarat Export

ગુજરાતની નિકાસને નવી દિશા! ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ની સ્થાપનાને સરકારની મંજૂરી

CNG

દિવાળી ટાણે CNGના ભાવમાં ફરી ભડકો! 15 દિવસમાં બીજી વખત વધારો, કિંમત ₹100ને પાર

ntc

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

India’s FTA Network

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

Prabha Natural Farming Centre

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત