ભારત બનશે સ્ટીલ પાવરહાઉસ? 2047 સુધી 604 મિલિયન ટનની ક્ષમતાનો લક્ષ્ય
ડ્રાફ્ટ નેશનલ સ્ટીલ પોલિસી–વિઝન 2047 મુજબ ભારત 2047 સુધી ક્રૂડ સ્ટીલ ઉત્પાદન ક્ષમતા વધારી 604 મિલિયન ટન કરવાની તૈયારીમાં છે. સાથે પ્રતિ વ્યક્તિ સ્ટીલ વપરાશ 302 કિલો સુધી વધારવાનો અને કોકિંગ કોલની આયાત પરની ભારે નિર્ભરતા ઘટાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

ભારત આગામી બે દાયકામાં સ્ટીલ ઉદ્યોગની ક્ષમતા લગભગ ત્રણ ગણી કરવાની તૈયારીમાં છે. ડ્રાફ્ટ નેશનલ સ્ટીલ પોલિસી-વિઝન 2047 મુજબ 2047 સુધી દેશની ક્રૂડ સ્ટીલ ઉત્પાદન ક્ષમતા 604 મિલિયન ટન સુધી લઈ જવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. સાથે તૈયાર સ્ટીલની માંગ 505 મિલિયન ટન સુધી પહોંચાડવાની અને પ્રતિ વ્યક્તિ સ્ટીલ વપરાશ હાલના 116 કિલોથી વધારી 302 કિલો કરવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.
સ્ટીલ ઉત્પાદન ઝડપથી વધ્યું
ભારતમાં ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 2014-15ના 89 મિલિયન ટનથી વધીને 2025-26માં 170 મિલિયન ટન થયું છે. આ જ સમયગાળામાં તૈયાર સ્ટીલનો વપરાશ 77 મિલિયન ટનથી વધીને 164 મિલિયન ટન થયો છે. હાલમાં દેશની સ્થાપિત સ્ટીલ ઉત્પાદન ક્ષમતા આશરે 220 મિલિયન ટન પ્રતિ વર્ષ છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી મોટો ગ્રાહક
દેશમાં સ્ટીલના કુલ વપરાશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ ક્ષેત્રનો હિસ્સો આશરે 67% છે. ઓટોમોબાઇલ, એન્જિનિયરિંગ સામાન, ઘરગથ્થુ ઉપકરણો અને પેકેજિંગ જેવા ક્ષેત્રો મળીને આશરે 28% વપરાશ કરે છે. સરકારનું માનવું છે કે શહેરીકરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર, નવીનીકરણીય ઊર્જા અને નવા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો આગામી વર્ષોમાં સ્ટીલની માંગ વધારશે.
કોકિંગ કોલની આયાત મોટો પડકાર
સ્ટીલ ઉત્પાદન ખર્ચમાં કાચા માલનો હિસ્સો આશરે 65%થી 70% છે. ભારત હાલમાં પોતાની કોકિંગ કોલની જરૂરિયાતમાંથી લગભગ 92% આયાત કરે છે. આ નિર્ભરતા ઘટાડવા માટે સ્થાનિક ખનન વધારવું, કોલ વોશરીઝનો વિસ્તાર કરવો, વિદેશી પુરવઠાના સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવું અને કોલ બ્લેન્ડિંગ વધુ અસરકારક બનાવવાની યોજના છે.
આ પણ વાંચો: ડોલરની માગ પર RBIની બ્રેક, રૂપિયાને મોટી રાહત!
ગ્રીન સ્ટીલ પર પણ ભાર
ડ્રાફ્ટ પોલિસીમાં સ્વચ્છ સ્ટીલ ઉત્પાદન પર પણ ખાસ ભાર મૂકાયો છે. હાલ એક ટન ક્રૂડ સ્ટીલના ઉત્પાદન પાછળ સરેરાશ 2.54 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન થાય છે. 2047 સુધી તેને ઘટાડીને 1.54 ટન કરવાનો લક્ષ્ય છે. તે માટે ઊર્જા કાર્યક્ષમતા, નવીનીકરણીય વીજળી, સ્ક્રેપનો વધુ ઉપયોગ અને હાઇડ્રોજન આધારિત સ્ટીલ ઉત્પાદન જેવા વિકલ્પો પર કામ કરવાની યોજના છે.
ઊંચી કિંમતવાળા સ્ટીલ અને નવી ટેક્નોલોજી પર ફોકસ
પોલિસી હેઠળ ખાસ અને ઊંચી કિંમતવાળા સ્ટીલમાં સ્થાનિક ક્ષમતા વધારવા, સ્ટીલ સ્ક્રેપ એકત્રિત અને રિસાયકલ કરવાની વ્યવસ્થા મજબૂત કરવા અને સ્ટીલ ઉત્પાદન માટેની ટેક્નોલોજી તથા મશીનરી દેશમાં જ વિકસાવવાનો પ્રસ્તાવ છે. ઉત્પાદકતા, ગુણવત્તા અને સંસાધનોના વધુ સારા ઉપયોગ માટે AI, ઓટોમેશન અને ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂકાયો છે.
આ પણ જુઓ
Also Read

ડોલર સામે રૂપિયાની દમદાર વાપસી! 93.5 પર પહોંચ્યો, 8 મહિનાની ટોચે!

Festive Season: તહેવારોની ઑફર, ફાઇનાન્સના વિકલ્પોથી હાઉસિંગ બજારને વેગ મળશે? ખરીદદારોની નજર ગુણવત્તા પર

રીન્યુએબલ એનર્જી સમિટમાં 400 અબજ ડોલરના રોકાણની ખાતરી મળી

FIIની ખરીદીથી રૂપિયો બન્યો વધુ મજબૂત! ડોલર સામે 13 પૈસા ઉછળી 94.71 પર બંધ

રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં 20 લાખ કરોડથી વધુના રોકાણની તક ઊભી થવાનો અંદાજઃ પીએમ મોદી

ભારતના હેલ્થકેર સેક્ટરમાં પીઇ રોકાણ વાર્ષિક ધોરણે 621 ટકા વધી 3.1 અબજ ડોલર થયું

FTAથી ગુજરાતના ઉદ્યોગો માટે ખુલશે નવા બજારો, નિકાસને મળશે મોટો ફાયદો







