કોર્પોરેટ મૂડીખર્ચની પાઇપલાઇન 39 ટકા વધી રૂ. 99.7 લાખ કરોડ થઈ
ભારતમાં ખાનગી ક્ષેત્રના મૂડીખર્ચમાં ધરખમ વધારો થયો છે, હવે જો કોઈ તકલીફ નડતી હોય તો અમલીકરણમાં ક્યાંક-ક્યાંક આવતા અવરોધોની છે.

નવી દિલ્હીઃ ભારતની ઘોષિત થયેલી કોર્પોરેટ મૂડીખર્ચની પાઇપલાઇન સપ્ટેમ્બર 2026ના અંતે 39 ટકા વધીને રૂ. 99.7 લાખ કરોડ થઈ હતી. તેની પાછળનું મુખ્ય કારણ આઇટી સેક્ટરની આઇટી એનેબલ્ડ સર્વિસ અને પરંપરાગત વીજ યોજનાઓ છે. જો કે અમુક સેક્ટર અને અમુક રાજ્યો પૂરતું જ કેન્દ્રીત થયેલું રોકાણ ઇન્વેસ્ટમેન્ટ સાઇકલના પછીના તબક્કા માટે જોખમ સર્જે છે, એમ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા (યુબીઆઈ)ના રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.
અહેવાલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં આ પાઇપલાઇનમાં 87 ટકાનું વિસ્તરણ થયું છે. આ દર્શાવે છે કે કોર્પોરેટ ઇન્વેસ્ટમેન્ટમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે આ જ સમયગાળા દરમિયાન પ્રોજેક્ટ્સની સંખ્યામાં 18 ટકા જ વધારો થયો છે. આ સૂચવે છે કે આ વધારો મુખ્યત્વે મોટા પ્રોજેક્ટ્સને આભારી છે. તેમા વ્યાપક પાયા પરની રોકાણ પ્રવૃત્તિ જોવા મળતી નથી.
અહેવાલે જણાવ્યું હતું કે મૂડીખર્ચની સાઇકલ વિકસિત ભારત 2047ના મિશન સાથે જોડાયેલી છે. આ પાઇપલાઇન 2014ના સ્તરથી 4.1 ગણી વૃદ્ધિ પામી છે. છેલ્લા બે વર્ષ દરમિયાન પ્રોજેક્ટ ખર્ચ વધીને 46.4 લાખ કરોડે પહોંચી ગયો છે, જે માર્ચ 2022ની તુલનાએ સાત લાખ કરોડનો વધારો દર્શાવે છે.
આઇટી એનેબલ્ડ સર્વિસિઝ અને પરંપરાગત પાવર સેક્ટર છેલ્લી ચોખ્ખી વાર્ષિક વૃદ્ધિમાં 87 ટકાનો હિસ્સો ધરાવે છે. બંનેએ અનુક્રમે 16.8 લાખ કરોડ અને 7.6 લાખ કરોડનો ઉમેરો કર્યો છે. આઇટીઇએસની પાઇપલાઇન 160 પ્રોજેક્ટ્સ દ્વારા રૂ. 2.2 લાખ કરોડથી વધીને રૂ. 18.9 લાખ કરોડ થઈ છે.
આમ કુલ પાઇપલાઇનમાં મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રિસિટીનો 74 ટકા હિસ્સો છે. બંને સેક્ટરનો ફાળો અનુક્રમે 41.3 કરોડ અને 32.2 લાખ કરોડ છે. જ્યારે સર્વિસ સેક્ટરે સૌથી ઝડપી દરે 347 ટકાના દરે વૃદ્ધિ નોંધાવતા 21.9 લાખ કરોડનો ફાળો આપ્યો છે. મહારાષ્ટ્ર રોકાણકારો માટે સૌથી મહત્વના સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. તેમા કુલ 28.6 લાખ કરોડનું રોકાણ આવ્યું છે, જે કુલ રોકાણનો 29 ટકા હિસ્સો છે. તેના પછીના ક્રમે આંધ્રપ્રદેશ, તેલંગણા,ઓડિશા અને ઉત્તરપ્રદેશ આવે છે. આ પાંચનો જ કુલ હિસ્સો 94 ટકાએ પહોંચી જાય છે.
યુબીઆઈ રિસર્ચે અહીં અમલીકરણના મોરચે ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં પ્રોજેક્ટ ખર્ચમાં 87 ટકા વધારો થયો છે. જ્યારે પ્રોજેક્ટની સંખ્યા માંડ 18 ટકા વધી છે. તેનું ઉદાહરણ તે વાત પરથી મળે છે કે વીજ ઉત્પાદનમાં 32 લાખ કરોડનું રોકાણ થયું છે તો તેની સામે ટ્રાન્સમિશનમાં રોકાણ ફક્ત 0.17 લાખ કરોડ જ છે. આ પાઇપલાઇન ધિરાણની સારી તક પૂરી પાડે છે, પરંતુ જોખમોની યોગ્ય સમીક્ષા કરવી જરૂરી છે.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ડોલર સામે રૂપિયાની દમદાર વાપસી! 93.5 પર પહોંચ્યો, 8 મહિનાની ટોચે!

Festive Season: તહેવારોની ઑફર, ફાઇનાન્સના વિકલ્પોથી હાઉસિંગ બજારને વેગ મળશે? ખરીદદારોની નજર ગુણવત્તા પર

રીન્યુએબલ એનર્જી સમિટમાં 400 અબજ ડોલરના રોકાણની ખાતરી મળી

FIIની ખરીદીથી રૂપિયો બન્યો વધુ મજબૂત! ડોલર સામે 13 પૈસા ઉછળી 94.71 પર બંધ

રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં 20 લાખ કરોડથી વધુના રોકાણની તક ઊભી થવાનો અંદાજઃ પીએમ મોદી

ભારતના હેલ્થકેર સેક્ટરમાં પીઇ રોકાણ વાર્ષિક ધોરણે 621 ટકા વધી 3.1 અબજ ડોલર થયું

FTAથી ગુજરાતના ઉદ્યોગો માટે ખુલશે નવા બજારો, નિકાસને મળશે મોટો ફાયદો







