ભારતમાં બેન્ક ધિરાણમાં વૃદ્ધિ બેન્ક થાપણોની વૃદ્ધિને વટાવી ગઈ
ઓક્ટોબર 15 સુધીમાં ભારતમાં બેન્ક ધિરાણ 17.94 ટકાના દરે વધીને રૂ. 232.54 લાખ કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન આ ધિરાણ રૂ. 197.17 લાખ કરોડ હતું.

ઓક્ટોબર 15 સુધીમાં ભારતમાં બેન્ક ધિરાણ 17.94 ટકાના દરે વધીને રૂ. 232.54 લાખ કરોડ થયું છે, ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન આ ધિરાણ રૂ. 197.17 લાખ કરોડ હતું. આમ બેન્ક ક્રેડિટ 16.6 ટકાના ડિપોઝિટ ગ્રોથ રેટથી વધુ દરે વધી હોવાનું રિઝર્વ બેન્કે ગુરુવારે જારી કરેલા આંકડામાં જણાવ્યું હતું.
ડેટા દર્શાવે છે કે બેન્ક થાપણ 15 ઓક્ટોબર 2026ના રોજ વધીને રૂ. 284.37 લાખ કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ. 243.88 કરોડ હતી. આમ બેન્ક થાપણોએ 16.60 ટકાનો વૃદ્ધિદર દર્શાવ્યો હતો. આ દર્શાવે છે કે બેન્કિંગ સિસ્ટમમાં તરલતા વધવાની સાથે-સાથે ઓક્ટોબરમાં તહેવારોનું આગમન થતાં ધિરાણ વૃદ્ધિમાં પણ વધારો થયો છે. બેન્કિંગ સેક્ટરમાં તરલતાનો મજબૂત પ્રવાહ દર્શાવે છે કે રિઝર્વ બેન્કે રાહત દરે એફસીએનઆર (બી) દ્વારા થાપણો એકત્રિત કરતાં સેક્ટરમાં તરલતાનો મજબૂત પ્રવાહ જોવા મળ્યો છે.
રિઝર્વ બેન્કના આંકડા દર્શાવે છે કે પહેલી ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન લિક્વિડિટી સરપ્લસ રૂ. બે લાખ કરોડથી રૂ. 4.5 લાખ કરોડ હતી. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સિસ્ટમ લિક્વિડિટીના મોરચે નોંધપાત્ર પહેલ થઈ હતી. તેનું ધ્યેય વિદેશી મૂડી પ્રવાહને પ્રોત્સાહન આપવાનું હતું. એલએએફ મુજબની ચોખ્ખી પોઝિશન મુજબ ઓગસ્ટ 2026ના એમપીસી સત્ર પછી ડેઇલી લિક્વિડિટી સરપ્લસ રૂ. 5.9 લાખ કરોડ હતી.
એલએએફ હેઠળ દૈનિક ધોરણે એબ્સોર્પ્શન જુલાઈના રૂ.1.2 લાખ કરોડથી વધીને ઓગસ્ટમાં રૂ. 5.8 લાખ કરોડ થયું હતું. તે સપ્ટેમ્બરમાં વધીને રૂ. 7.8 લાખ કરોડ થયું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની જામીનગીરીઓમાં કોમર્સિયલ બેન્કનું હોલ્ડિંગ વાર્ષિક ધોરણે 9.64 ટકા વધી રૂ. 77.32 લાખ કરોડ થયું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 70.53 લાખ કરોડ હતું. કેન્દ્ર સરકારની જામીનગીરીઓ આ હોલ્ડિંગમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતી હતી. આ હિસ્સો 77.52 લાખ કરોડ હતો, જે વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 70.42 લાખ કરોડ હતો.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ડોલર સામે રૂપિયાની દમદાર વાપસી! 93.5 પર પહોંચ્યો, 8 મહિનાની ટોચે!

Festive Season: તહેવારોની ઑફર, ફાઇનાન્સના વિકલ્પોથી હાઉસિંગ બજારને વેગ મળશે? ખરીદદારોની નજર ગુણવત્તા પર

રીન્યુએબલ એનર્જી સમિટમાં 400 અબજ ડોલરના રોકાણની ખાતરી મળી

FIIની ખરીદીથી રૂપિયો બન્યો વધુ મજબૂત! ડોલર સામે 13 પૈસા ઉછળી 94.71 પર બંધ

રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં 20 લાખ કરોડથી વધુના રોકાણની તક ઊભી થવાનો અંદાજઃ પીએમ મોદી

ભારતના હેલ્થકેર સેક્ટરમાં પીઇ રોકાણ વાર્ષિક ધોરણે 621 ટકા વધી 3.1 અબજ ડોલર થયું

FTAથી ગુજરાતના ઉદ્યોગો માટે ખુલશે નવા બજારો, નિકાસને મળશે મોટો ફાયદો







