ખાંડના ભાવ કાબૂમાં લેવા સરકારનો મોટો નિર્ણય, ડીલરોની સ્ટોક લિમિટ અડધી કરી
કેન્દ્ર સરકારે ખાંડના ડીલરો માટે સ્ટોક હોલ્ડિંગ લિમિટ 4,000 ક્વિન્ટલથી ઘટાડીને 2,000 ક્વિન્ટલ કરી છે. નવો નિયમ 15 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2026 સુધી લાગુ રહેશે.

ખાંડના ભાવ અને ઉપલબ્ધતા પર નિયંત્રણ રાખવા કેન્દ્ર સરકારે વધુ એક પગલું ભર્યું છે. સરકારે દેશભરના ખાંડના ડીલરો માટે સ્ટોક હોલ્ડિંગ લિમિટ 4,000 ક્વિન્ટલથી ઘટાડીને 2,000 ક્વિન્ટલ કરી છે. નવો નિયમ 15 સપ્ટેમ્બર 2026થી 30 નવેમ્બર 2026 સુધી લાગુ રહેશે. હાલ 1 ઓગસ્ટથી ડીલરો માટે 4,000 ક્વિન્ટલની મર્યાદા અમલમાં છે.
હવે માત્ર 2,000 ક્વિન્ટલ સ્ટોક
15 સપ્ટેમ્બરથી કોઈપણ ખાંડ ડીલર દેશના કોઈપણ સ્થળે એક સમયે 2,000 ક્વિન્ટલથી વધુ ખાંડનો સ્ટોક રાખી શકશે નહીં. સરકારનો હેતુ ખાંડનો વધુ પડતો જથ્થો એકઠો થતો અટકાવવાનો અને બજારમાં નિયમિત પુરવઠો જાળવવાનો છે.
30 દિવસથી વધુ સ્ટોક રાખી શકાશે નહીં
નવા નિયમ હેઠળ ડીલર ખાંડનો કોઈપણ જથ્થો મળ્યાની તારીખથી 30 દિવસથી વધુ સમય સુધી રાખી શકશે નહીં. આ પગલાથી સંગ્રહખોરી અને ભાવ વધવાની અટકળો આધારિત વેપાર પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કોલકાતાને મળશે છૂટ
કોલકાતા અને તેના વિસ્તૃત Metropolitan વિસ્તારોમાં સ્ટોક હોલ્ડિંગ લિમિટ 4,000 ક્વિન્ટલ જ રહેશે. સરકારના જણાવ્યા મુજબ કોલકાતા ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ખાંડ મંગાવી પૂર્વ ભારત અને North-Eastના રાજ્યોમાં પુરવઠો કરે છે. તેથી ત્યાં હાલની મર્યાદા યથાવત રાખવામાં આવી છે.
આ પણ વાંચો: Mahindra & Mahindraના ઓગસ્ટ વેચાણમાં 42% ઉછાળો, SUV વેચાણ 50% વધ્યું
ભાવ સ્થિર રાખવાનો પ્રયાસ
સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી ખાંડની સંગ્રહખોરી અટકશે, Supply Chainમાં ખાંડનો પ્રવાહ ચાલુ રહેશે અને ગ્રાહકોને વાજબી ભાવે પૂરતી ખાંડ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Also Read

ડોલર સામે રૂપિયાની દમદાર વાપસી! 93.5 પર પહોંચ્યો, 8 મહિનાની ટોચે!

Festive Season: તહેવારોની ઑફર, ફાઇનાન્સના વિકલ્પોથી હાઉસિંગ બજારને વેગ મળશે? ખરીદદારોની નજર ગુણવત્તા પર

રીન્યુએબલ એનર્જી સમિટમાં 400 અબજ ડોલરના રોકાણની ખાતરી મળી

FIIની ખરીદીથી રૂપિયો બન્યો વધુ મજબૂત! ડોલર સામે 13 પૈસા ઉછળી 94.71 પર બંધ

રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં 20 લાખ કરોડથી વધુના રોકાણની તક ઊભી થવાનો અંદાજઃ પીએમ મોદી

ભારતના હેલ્થકેર સેક્ટરમાં પીઇ રોકાણ વાર્ષિક ધોરણે 621 ટકા વધી 3.1 અબજ ડોલર થયું

FTAથી ગુજરાતના ઉદ્યોગો માટે ખુલશે નવા બજારો, નિકાસને મળશે મોટો ફાયદો






